
સુરત(surat)ના ગોડાદરા વિસ્તારમાં 23 જાન્યુઆરીની રાત્રે એક ખભળાટ મચાવી નાખતો બનાવ બન્યો હતો. શ્રીસાંઈ ક્લિનિક ચલાવતા ડૉ. શામજી બલદાણિયા પર એક શખ્સ દ્વારા એસિડ એટેક(acid attack) કરાયો હતો. ગુરુવાર રાત્રે પોણા આઠ વાગ્યાની આસપાસ એક વ્યક્તિ કેરબો લઈને ડોક્ટરના હોસ્પિટલમાં ગયો હતો અને સલ્ફ્યુરિક એસિડ ડોક્ટર પર ફેક્યું હતુ. આ સમગ્ર ઘટનાના CCTV કેમેરામાં પણ કેદ થઈ છે.
હુમલાખોર ડોક્ટોરનો પરિચિત
CCTV ફૂટેજમાં જોઈ શકાય છે કે, પીળા રંગની શર્ટ પહેરેલ એક વ્યક્તિ હાથમાં એસિડનો કેરબો લઈને એકાએક દોટ મુકીને ક્લિનિકમાં પ્રવેશ કરે છે. શખ્સે ગણતરીના સેકન્ડોમાં ડૉક્ટર પર એસિડ ફેક્યું હતુ. આ બાદ તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાયા છે. હુમલો કરનાર શખ્સ ધીરુ કવાડ હતો, જે ડૉ. બલદાણિયાનો જ પરિચિત છે. આ મામલે પોલીસે આરોપી વિરુધ્ધ કાર્યવાહી હાથ ધરી છે. જો કે એસિડ હુમલાનું કારણ બહાર આવ્યું નથી.