ગુજરાત ATSએ ખંભાતમાંથી ધમધમતી ડ્રગ્સની ફેક્ટરી ઝડપી

  • Gujarat
  • January 24, 2025
  • 1 Comments

ગુજરાતમાં ડ્રગ્સનું દુષણ બેફામ રીતે વધી ગયું છે. રાજ્યમાં રોજે રોજ નાના મોટા જથ્થામાં ડ્ર્ગ્સ પકડાતું હોય છે. પરંતુ હવે તો ગુજરાતમાં ડ્રગ્સનું ઉત્પાદન પણ થવા લાગ્યું છે ગુજરાતમાં જ ડ્રગ્સની ફેક્ટરીઓ ધમધમવા લાગી છે.રાજ્યમાંથી ફરી એક વાર ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઈ છે. ખંભાતના સોખડાની કેમિકલ કંપનીમાંથી ડ્રગ્સ ઝડપાયું છે. ગુજરાત ATS એ ફેકટરીમાંથી મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો છે અને ફેક્ટરી માલિક સહિત 6 લોકોની ધરપકડ પણ કરી છે.

મળતી માહિતી મુજબ ખંભાતના સોખડાની ગ્રીન લાઇફ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં ડ્રગ્સ બનાવતા હોવાની બાતમીને આધારે ATS એ 18 કલાક સુધી ઓપરેશન ચલાવ્યું હતુ અને આ કંપનીમાંથી બનાવવામાં આવતું ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું છે. આ ફેકટરીમાંથી 100 કરોડથી વધુનું ડ્રગ્સ મળ્યું હોવાનું કહેવામાં આવી રહ્યુ છે. ATS ને આલ્ફાઝોરમ નામની દવા ટેબ્લેટ ફોરમેટમાં ડ્રગ્સ મળી છે. આમ કંપનીમાં દવાની આડમાં ડ્રગ્સ બનાવવામાં આવી રહ્યુ હોવાનો ખુલાસો થયો છે.

ગુજરાત હવે ઉડતા પંજાબને પણ ટક્કર આપે તેવી સ્થિતિ બની ગઈ છે. ગુજરાતમાં ડ્રગ્સનો વ્યાપાર ધમધમી રહ્યો છે. તાજેતરમાં અંકલેશ્વરમાંથી પણ ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઈ હતી. રાજ્યમાંથી કરોડોનું ડ્રગ્સ જપ્ત થાય છે એક બાજુ ડ્રગ્સના દૂષણને ડામવા ગુજરાત સરકાર દહાડ કરે છે, પરંતુ બીજી બાજુ ગુજરાતમાં ડ્રગ્સની ફેક્ટરીઓ ધમધમવા લાગી છે ત્યારે ડ્રગ્સના દુષણને નાથવાના સરકારના દાવા પોકળ સાબિત થતા દેખાઈ રહ્યા છે.

આ પણ વાંચોઃ સુરતમાં ડોક્ટર પર એસિડ એટેક, ઘટના CCTVમાં કેદ

Related Posts

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years
  • August 2, 2026

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું, 26% increase in heart disease in 10 years, 2026માં 1 લાખ લોકોની હૃદયની ધમની ખારાબ દિલીપ પટેલ અમદાવાદ, 2 ઓગસ્ટ 2026…

Continue reading
Jamnagar Farmers Protest: જામનગરમાં વીજલાઈન વિવાદ, હજારો ખેડૂતોનો કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ
  • July 31, 2026

Jamnagar Farmers Protest: ગુજરાતમાં હાઈ ટેન્શન વીજલાઈન પ્રોજેક્ટને લઈને ખેડૂતોનો વિરોધ સતત વધી રહ્યો છે. કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી અને દેવભૂમિ દ્વારકા બાદ હવે જામનગર જિલ્લામાં પણ મોટી સંખ્યામાં ખેડૂતો રસ્તા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

CVoter Snap Poll: પેપર લીક મુદ્દે મોદી સરકારથી અડધાથી વધુ લોકો અસંતોષી, યુવાનોમાં વધી રહી છે નારાજગી

  • August 3, 2026
  • 5 views
CVoter Snap Poll: પેપર લીક મુદ્દે મોદી સરકારથી અડધાથી વધુ લોકો અસંતોષી, યુવાનોમાં વધી રહી છે નારાજગી

Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

  • August 2, 2026
  • 7 views
Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

  • August 2, 2026
  • 9 views
Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

  • August 2, 2026
  • 10 views
Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

  • August 1, 2026
  • 8 views
Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

  • August 1, 2026
  • 10 views
Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી