સુરતની ઘટના બાદ અમદાવાદ DEOએ જાહેર કર્યો પત્ર, ફી બાકી હોય તો વિદ્યાર્થીઓને બહાર ન કાઢી શકાય

  • Gujarat
  • January 23, 2025
  • 1 Comments

સુરત(surat)ના ગોડાદરામાં ધોરણ 8ની વિદ્યાર્થિની(student)એ આપઘાત(Suicide) કરી લેતાં ગુજરાતના શિક્ષણ વિભાગમાં ખળભળાટ મચાવી દીધો છે. આદર્શ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીની ફી બાકી હોવાથી સ્કૂલના શિક્ષકે ઈન્ટર્નલ પરીક્ષામાં બેસવા દીધી ન હતી અને આખો દિવસ ક્લાસ બહાર ઊભી રાખી હોવાનો પરિવારજનોએ ગંભીર આક્ષેપ કર્યા હતા. હાલ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.

ત્યારે હવે અમદાવાદનું શિક્ષણ વિભાગ સફાળું જાગ્યું છે. શાળાઓ માટે સૂચનો તૈયાર કરાયા છે. અમદાવાદ શહેરના શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીએ એક પત્ર જાહેર કર્યો છે. જેમાં શાળા કે અન્ય શૈક્ષણિક સંકુલોમાં બાળકોને હેરાન ન કરવા સૂચનો અપાયા છે. બાળકોના હિતમાં જિલ્લા શાસનાધિકારી દ્વારા જાહેર કરેલ સૂચના અને જાહેરનામું પાલન કરવા કહેવાયું છે.

આ પણ વાંચોઃ BREAKING: ભાજપને ઝટકો, 100 જેટલા કાર્યકરોએ કમળ છોડી કોંગ્રેસનો હાથ પકડ્યો

ફી બાકી હોય તો પણ પરિક્ષામાં વિદ્યાર્થીઓને બેસવા દેવા 

પત્રમાં જણાવ્યું છે કે બાળકના સર્વાંગી વિકાસનું કાર્ય શાળાઓ દ્વારા થતું હોય છે, આવા ઉમદા કાર્યના ભાગીદાર થવું તે દરેક શાળાનો ધ્યેય હોવો જોઈએ. શિક્ષક દ્વારા બાળકને સૌમ્યભરા વાતાવરણમાં શિક્ષણ કાર્ય થાય તે ખૂબ જ જરૂરી છે. કેટલી શાળાઓ દ્વારા વિદ્યાર્થીની ફી બાકી હોવાને કારણે વિદ્યાર્થીને પરિક્ષામાં ન બેસાડવા, હોલ ટીકીટ ન આપવા, રીઝલ્ટ ન આપવા જેવી ફરિયાદ અત્રે આવતી હોય છે. તેમજ શાળા દ્વારા ફી ભરવા બાબતે વિદ્યાર્થી સાથે વારંવાર મૌખિક રજુઆત કરવામાં આવે છે. જેથી બાળકના કુમળા માનસ પર વિપરિત અસર થાય છે. જેથી તમામ શાળાઓને ફી બાકી અંગે વાલી જોડે જ રજૂઆત કરવાની રહેશે. તેમજ વિદ્યાર્થીની ફી બાકી હોય તો પણ વિદ્યાર્થીને પરિક્ષામાં બેસાડવા, હોલ ટીકીટ આપવા, રીઝલ્ટ આપવા કડક સૂચન કરાયું છે.

બાળકો સાથે ખોટું વર્તન કરશે પગલાં લેવાશે

બાળકો માટે શાળા અને શિક્ષક  આદર્શ હોય છે જો કે શિક્ષકો દ્વારા જ અઘટિત કાર્ય કરવામાં આવે તો બાળકોના માનસપટલ પર વિપરિત અસર કરે છે. જેના લીધે બાળક માનસિક રોગનાભોગી પણ બની શકે છે. જો કોઈપણ વ્યક્તિ દ્વારા આ જોગવાઈનું ઉલ્લંઘન થતું માલૂમ પડશે અથવા તએ અંગે કોઈ રજૂઆત કે ફરિયાદ મળશે અને તેમા તથ્ય જણાશે તો શિસ્તભંગના પગલાં લેવામાં આવશે.

અમદાવાદ શહેર શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીએ શું કહ્યું?

 

 

આ પણ વાંચોઃ AHMEDABAD COLDPLAY CONCERT: મુંબઈથી અમદાવાદ બે દિવસ સ્પેશિયલ ટ્રેનો દોડશે, લોકોની સુવિધામાં વધારો

આ પણ વાંચોઃ Maharashtra: ટ્રેન અકસ્માતમાં મૃત્યુઆંક 13 પર પહોંચ્યો, મુસાફરો એક ટ્રેનમાંથી કુદ્યા તો બીજી ટ્રેન નીચે કચડાયા

Related Posts

Amreli: બાબરા-અમરેલી રોડ પર ડીઝલ ટેન્કર પલટી જતાં બ્લાસ્ટ, ડ્રાઈવર ભડથું
  • April 30, 2025

Amreli Accident: રાજકોટથી અમેરલી જતાં ડીઝલ ટેન્કરમાં એકાએક બ્લાસ્ટ થઈ ગયો છે. બાબરા-અમેરલી રોડ પર લુણકી ગામ નજીક ડિઝલ ટેન્કરમાં બ્લાસ્ટ થતાં ડ્રાઈવર સળગી જતાં ઘટનાસ્થળે જ મોત થઈ ગયું…

Continue reading
Ahmedabad: ચંડોળામાં બીજા દિવસે ડિમોલેશન યથાવત, હાઈકોર્ટનો સ્ટે મૂકવા ઇનકાર
  • April 30, 2025

Ahmedabad Chandola, Lake Demolition:  અમદાવાદના ચંડોળા તળાવ નજીક છેલ્લા 40 વર્ષથી રહેલાં લોકોના ઘરો-ઝુંપડાં તોડવાનું ગઈકાલ(29 એપ્રિલ) સાવારથી શરુ કર્યું છે. આજે બીજા દિવસે પણ ડિમોલેશનનું કામ ચાલું છે. 1…

Continue reading

One thought on “સુરતની ઘટના બાદ અમદાવાદ DEOએ જાહેર કર્યો પત્ર, ફી બાકી હોય તો વિદ્યાર્થીઓને બહાર ન કાઢી શકાય

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Char Dham Yatra: ગંગોત્રી-યમુનોત્રીના દ્વાર ખૂલ્યા, CMએ પહેલી પૂજા મોદીના નામે કરી

  • April 30, 2025
  • 9 views
Char Dham Yatra: ગંગોત્રી-યમુનોત્રીના દ્વાર ખૂલ્યા, CMએ પહેલી પૂજા મોદીના નામે કરી

Ahmedabad: 3 વર્ષમાં 70 લાખ વૃક્ષારોપણ, 24 લાખ મરી ગયા, મોદી વૃક્ષોના નામે જુઠ્ઠુ બોલ્યા!  

  • April 30, 2025
  • 15 views
Ahmedabad: 3 વર્ષમાં 70 લાખ વૃક્ષારોપણ, 24 લાખ મરી ગયા, મોદી વૃક્ષોના નામે જુઠ્ઠુ બોલ્યા!  

Amreli: બાબરા-અમરેલી રોડ પર ડીઝલ ટેન્કર પલટી જતાં બ્લાસ્ટ, ડ્રાઈવર ભડથું

  • April 30, 2025
  • 18 views
Amreli: બાબરા-અમરેલી રોડ પર ડીઝલ ટેન્કર પલટી જતાં બ્લાસ્ટ, ડ્રાઈવર ભડથું

નેશનલ ચેનલ 4PM બંધ કરી, બે મહિલાઓનો અવાજ દબાવવાનો પ્રયાસ, મોદી સીધા સેનાને છૂટ આપી શકે?

  • April 30, 2025
  • 20 views
નેશનલ ચેનલ 4PM બંધ કરી, બે મહિલાઓનો અવાજ દબાવવાનો પ્રયાસ, મોદી સીધા સેનાને છૂટ આપી શકે?

Ahmedabad: ચંડોળામાં બીજા દિવસે ડિમોલેશન યથાવત, હાઈકોર્ટનો સ્ટે મૂકવા ઇનકાર

  • April 30, 2025
  • 25 views
Ahmedabad: ચંડોળામાં બીજા દિવસે ડિમોલેશન યથાવત, હાઈકોર્ટનો સ્ટે મૂકવા ઇનકાર

China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ

  • April 29, 2025
  • 34 views
China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ