
Ahmedabad: અમદાવાદના સાણંદ ખાતે આવેલા ગ્લેડ વન ગોલ્ફ રિસોર્ટમાં ગઈકાલે મોડી રાત્રે પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી હતી. સાણંદમાં ગ્લેડ વન રિસોર્ટમાં પોલીસે દરોડા પાડ્યા હતા આ રિસોર્ટમાં હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલ ઝડપાઈ છે અહીં કુલ 100 લોકોમાથી 39 લોકો પીધેલા ઝડપાયા છે.
હાઇપ્રોફાઇલ દારૂની મહેફિલ પર પોલીસ ત્રાટકી
ગુપ્ત બાતમીના આધારે પોલીસની ટીમે રિસોર્ટ પર દરોડો પાડ્યો, જ્યાં ડીજે પાર્ટીની આડમાં દારૂની મહેફિલ ચાલી રહી હોવાનું બહાર આવ્યું. આ કાર્યવાહીમાં લગભગ 100 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી, જેમાં હાઈપ્રોફાઈલ વ્યક્તિઓ, મોટા ઉદ્યોગપતિઓ અને ધનાઢ્ય પરિવારોના યુવાનોનો સમાવેશ હોવાનું જાણવા મળ્યું છે.
अहमदाबाद के सानंद में रूरल पुलिस की बड़ी रेड
सानंद स्थित ग्लेड-1 फ़ार्म में पुलिस की रेड में फ़ार्म में चल रही शराब पार्टी पकड़ी गयी
पार्टी में 100 लोग पकडे गए .. जिनमे पुरुष और महिलाएं दोनों शामिल हैं
ये सभी लोग अहमदाबाद के rich & famous परिवारों के बताये जा रहे हैं… pic.twitter.com/8pZFPrT7Ge
— Nirnay Kapoor (@nirnaykapoor) July 21, 2025
16 યુવકો અને 26 યુવતીઓ પીધેલા પકડાયા
મળેલી માહિતી અનુસાર, રિસોર્ટમાં રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા પ્રતિક સંઘવીની બર્થડે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં યુવક-યુવતીઓ દારૂના નશામાં ઝડપાયા. પોલીસે દરોડા દરમિયાન અફરાતફરીના માહોલ વચ્ચે 26 યુવતીઓને નોટિસ આપીને છોડી મૂકી, જ્યારે 13 યુવકો સહિત અન્ય વ્યક્તિઓની અટકાયત કરી અને તેમના મેડિકલ ટેસ્ટ કરવાની તજવીજ હાથ ધરી.
પોલીસે હાથ ધરી તપાસ
બાતમી મળી હતી કે સાણંદથી 8-9 કિમી દૂર આવેલા આ રિસોર્ટમાં દારૂની મહેફિલ ચાલી રહી હતી.જે બાદ પોલીસની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી અને રાત્રે લાંબા સમય સુધી તપાસ ચલાવી. અટકાયત કરાયેલા લોકોને પોલીસ વાહનોમાં સ્થાનિક પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા. આ ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી દીધી છે, અને પોલીસ આગળની તપાસમાં જોડાઈ છે.
આ પણ વાંચોઃ
Israel iran War: ઇઝરાયલે હમાસ કમાન્ડરને ઠાર માર્યો, 75 આતંકવાદી ઠેકાણાઓ પર કર્યો હુમલો
Journalist Ajit Anjum એ ખોલી વધુ એક પોલ, બિહારમાં મતદારોની જાણ બહાર ફોર્મ થયા સબમિટ
Earthquack News:ભારત સહિત ત્રણ દેશોમાં ભૂકંપના આંચકા, જાણો વિગતો
Vadodara: રજા પાડનાર વિદ્યાર્થીને શિક્ષકે લાફો મારતા કાનનો પડદો ફાટ્યો, શિક્ષકને શું સજા થઈ?
Dharma: દાનનો મહિમા, અંગરાજ કર્ણ દાનવીર કેવી રીતે કહેવાયા?
Uttar Pradesh: નકલી પોલીસ ગર્લફ્રેન્ડને મળવા ગયો, પરિવારે ઝડપ્યો અને પછી ફૂટ્યો ભાંડો








