
Ahmedabad: અમદાવાદ મેટ્રો રેલના વસ્ત્રાલથી થલતેજ રૂટ પર ટેકનિકલ ખામીને કારણે સેવા બંધ થઈ છે. મળતાં અહેવાલો અનુસાર અમદાવાદ મેટ્રોના કેબલની ચોરી થઈ છે. થલતેજથી વસ્ત્રાલ તરફ અને વસ્ત્રાલથી થલતેજ તરફ જતી મેટ્રો ટ્રેનનો રૂટ સવારથી બંધ થઈ ગયો છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા માઈક દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ટેક્નિકલ ફોલ્ટના કારણે થલતેજ ગામવાળો રૂટ બંધ રહેશે. વસ્ત્રાલ ગામથી એપરલ પાર્ક અને એપરલ પાર્કથી વસ્ત્રાલ ગામ સુધી મેટ્રો ટ્રેન ચાલુ રહેશે. મેટ્રોના શાહપુર વિસ્તાર નજીક મેટ્રો લાઇનને પાવર પૂરો પાડતો મુખ્ય ઇલેક્ટ્રિક સપ્લાય કેબલ ચોરાયો હોવાનું અનુમાન છે.
થલતેજથી વસ્ત્રાલ અને વસ્ત્રાલથી થલતેજ તરફ જતી મેટ્રો ટ્રેનનો રૂટ બંધ હોવાથી આજ વહેલી સવારથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. કારણ કે રોજિંદા મુસાફરોને ક્યા ખબર હતી કે ટ્રેનનો રુટ બંધ છે. જેથી નોકરીએ જતાં લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. હાલ વસ્ત્રાલ ગામથી એપરલ પાર્ક અને એપરલ પાર્કથી વસ્ત્રાલ ગામ સુધીની સેવા રાબેતા મુજબ ચાલુ રહેશે.
જો કે કેબલી ચોરી કોણે કરી, કેવી રીતે કરાઈ તે સામે આવ્યું નથી. ઉલ્લેખનીય છે કે મેટ્રોના કેબલ ચોરીની આ પહેલી ઘટના નથી. આવી ઘટનાઓ ભૂતકાળમાં પણ બની છે.
આ પણ વાંચો:
IAS વિક્રાંત પાંડેની ગુજરાતમાં વાપસી કેમ? | Vikrant Pandey
Ahmedabad: ગુરુકુળ વિસ્તાર પાસેની ઈમારતમાં આગ લાગતાં દોડધામ!
Indigo Flight: દિલ્હીથી શ્રીનગર જતું વિમાન તૂટ્યું!, જાણો શું થયું!
Sabarkantha: પ્રાંતિજમાં ડમ્પરે બાઈકને ટક્કર મારી, બે યુવાન કાળનો કોળિયો બન્યા, પિતાને ઈજાઓ
Sabarkantha Accident: પ્રાંતિજ નજીક કારની ટક્કરે રિક્ષાએ મારી પલટી, રિક્ષાચાલક ગંભીર!
ગુજરાતના 18 રેલવે સ્ટેશનનું આજે લોકાર્પણ, ડાકોર, કરમસદ સહિત આ સ્ટેશનનો સમાવેશ? | Railway station
જાપાનના કૃષિ મંત્રીએ ચોખા પર શું બોલ્યા કે રાજીનામું આપી દેવું પડ્યું? જાણો કારણ! | Taku Eto
Vadodara: સરકારી દવાખાનામાં આશાવર્કર પર બળાત્કારનો પ્રયાસ, કપડાં ફાડ્યા, સુરક્ષા પર સવાલો?
Bijnor: રુચિકા પ્રેમી શિવમને મળવા ગઈ પણ તે ક્યારેય ઘરે પાછી ન આવી!, પરિવારે શું કર્યો ખુલાસો!
UP: પ્રેમલગ્ન બાદ યુવક ગર્ભવતી પત્નીને ઘરે લઈ પહોંચ્યો, મળ્યો કરુણ અંજામ!, પત્નીની લાશ ખેતરમાંથી મળી
યોગી રાજમાં લોકોને ATM માં ઊંઘવાનો વારો કેમ આવ્યો?
પાકિસ્તાની સેનાએ પોતાના જ દેશના બાળકો પર ડ્રોન હુમલો કર્યો, 4ના મોત, શું છે કારણ? | Pakistan