
Ahmedabad : અમદાવાદમાં (Ahmedaba) અકસ્માતની ઘટનાઓમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને SG હાઈવે પર રાતના સમયે બેફામ કાર ચાલકોના કારણે અકસ્માત સર્જાવાની ઘટનાઓ સામે આવતી હોય છે. SG હાઈવે પર ઈસ્કોન બ્રિજ પર અકસ્માતની ઘટના બાદ પોલીસ અચાનક જાગી અને ફરી આવી ઘટના ન બને તે માટે પગલા લેવાના શરુ કર્યા પરંતુ તે માત્ર થોડા સમય માટે જ ચાલ્યું આજે ફરી એક વાર SG હાઈવે પર તથ્યવાળી થતા રહી ગઈ છે. જયાં અકસ્માત જોવા ભેગા થયેલા ટોળામાં એક્ટિવા ઘૂસતા 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
કારચાલક બાઈકચાલકને ટક્કર મારી નાસી ગયો
મળતી માહિતી મુજબ ગતરાત્રિના સમયે એસ. જી. હાઈવે પર પેલેડિયમ મોલ પાસેના બ્રિજ પર વેજલપુરમાં રહેતો રાહુલ ભાટિયા નામનો યુવક જઈ રહ્યો હતો આ દરમિયાન એક અજાણી બ્લેક કલરની સિડાન ગાડીએ રાહુલના બાઇકને ટક્કર મારી હતી, જેથી રાહુલને માથા અને મોઢાના ભાગે ગંભીર ઇજા થઈ હતી. ત્યારે અકસ્માત સર્જા બાદ અજાણ્યો કારચાલક ત્યાંથી નાસી ગયો હતો. જ્યારે ઈજાગ્રસ્ત રાહુલને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
અકસ્માત જોવા ઉભેલા ટોળામાં એક્ટિવા ઘૂસી જતા 3 લોકો ઈજાગ્રસ્ત
બીજી તરફ અકસ્માતની ઘટના જોવા બ્રિજ પર લોકોનું ટોળું ભેગું થયું હતું. આ દરિયાન થલતેજ અંડરબ્રિજ તરફથી એક્ટિવા લઈને આવતા મંથન પટેલ નામનો 21 વર્ષનો યુવક પૂરપાટ ઝડપે એક્ટિવા લઈને ટોળામાં ઘૂસી ગયો હતો, જેના કારણે અકસ્માત જોવા ઉભેલા ત્રણ લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ બનાવને પગલે પોલીસ પણ અહીં આવી પહોંચી હતી અને આ મામલે ટ્રાફિક પોલીસે કાર ચાલક સામે હિટ એન્ડ રન અને એક્ટિવાચાલક વિરુદ્ધ બે અલગ-અલગ ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચોઃ
ગુજરાતમાં ક્યારે બેસશે ચોમાસું? હવામાન વિભાગે કરી મોટી આગાહી
Jammu-Kashmir ના ત્રાલમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, 1 આતંકવાદી ઠાર
‘સાંજ ઢળતાં પહેલા ભાજપા નેતા Vijay Shah નું રાજીનામું જોઈએ’, મોદીએ સિંદૂરનો સોદો કેમ કર્યો?
વડોદરાની દિકરીનું અપમાન કરનાર ભાજપા નેતાએ માફી માગી, પાર્ટીએ ખખડાવ્યા! | Vijay Shah
Rajkot: 13 વર્ષની સગીરાના 33 અઠવાડિયાના ગર્ભપાતને કોર્ટની મંજૂરી, ભાઈએ આચર્યું હતું દુષ્કર્મ!
ભારતના BSF જવાન પૂર્ણમ કુમાર સાહુને પાકિસ્તાનને 20 દિવસ પછી પરત આપ્યો | Poornam Kumar Sahu
Kheda: શેઢી બ્રિજની કામગીરી વખતે શ્રમિક 50 ફૂટ નીચે નદીમાં ખાબક્યો, થયું મોત
CJI BR Gavai: જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈ નવા CJI બન્યા, કેટલો કાર્યકાળ રહેશે?
ભારતના BSF જવાન પૂર્ણમ કુમાર સાહુને પાકિસ્તાનને 20 દિવસ પછી પરત આપ્યો
BJP નેતા દિલીપ ઘોષના પુત્રનું મોત, ફ્લેટમાંથી લાશ મળી, માતાના બીજા લગ્નથી પુત્ર શું નારાજ હતો?
Rajkot: નર્સને છરીથી રહેંસી નાખી, પાડોશીની ધરપકડ, અમદાવાદથી રાજકોટ થઈ હતી બદલી
The Gujarat report NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:
