
Ahmedabad: અમદાવાદ શહેરમાં ચોમાસામાં વરસાદને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે ત્યારે બોડકદેવની એક સોસાયટીમાં પણ મચ્છરોના ઉપદ્રવ અંગે તંત્રને ફરિયાદ કરવામાં આવી હતી જે બાદ હેલ્થ વિભાગ હસ્તકના વેક્ટરબોર્ન ડીસીઝ કંટ્રોલ શાખા દ્વારા આઉટ સોસીંગ એજન્સીને આ સોસાયટીમાં ડોર ટું ડોર ફોગિંગ કરવા કોન્ટ્રાક્ટ આપ્યો હતો ત્યારે આ એજન્સીના કર્મચારીઓ ડોર ટુ ટોર ફોગિંગ કરવાને બદલે સોસાયટીની બહાર રોડ પર ઉભેલા વાહનો પર ધુમાડો કરીને જતા રહ્યા હતા. જેનો જાગૃક નાગરિકે વીડિયો ઉતારીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો જે બાદ મ્યુ. આરોગ્ય વિભાગે કોન્ટ્રાક્ટરને રુ. 25 હજારનો દંડ ફટાકાર્યો હતો.
ઘરે ઘરે ફોગિંગ કરવાને બદલે રસ્તા પર ફોગિંગ કર્યું
મળતી માહિતી મુજબ શહેરમાં મચ્છરજન્ય રોગચાળાને અટકાવવા માટે હેલ્થ વિભાગ હસ્તકના વેક્ટરબોર્ન ડીસીઝ કંટ્રોલ શાખા દ્વારા જરુરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જે અંતર્ગત આઈ.ડી. એકટીવીટી, ફોગીંગ કામગીરી, આઈ.આર.એસ.ની કામગીરી વિગેરે મેલેરિયા રોગ અટકાયતી કામગીરી ટેન્ડરોની શરતો મુજબ આઉટ સોસીંગ એજન્સી દ્વારા પણ કરવામાં આવી રહી છે. ત્યારે તાજેતરમાં સોશિયલ મીડીયામાં ફોગીંગ કામગીરી લઈને એક વીડીયો વાયરલ થયો હતો આ વિડીયો ઉત્તર પશ્ચિમ ઝોનના બોડકદેવ વોર્ડનો છે. આ વિડીયોમાં એજન્સીના માણસ દ્વારા ટુ વિહલર વાહન પર હેન્ડ ઓપરેટેડ થર્મલ ફોગીંગ મશીન રાખીને સોસાયટીના રોડ – રસ્તા પર ફોગીંગ કામગીરી કરતા હોવાનું ધ્યાને આવ્યું હતું.
એચ.પી.સી. કોર્પોરેશનને રુ.25 હજારનો દંડ
ખરેખરમાં ટેન્ડરની શરતો મુજબ એજન્સીના માણસ દ્વારા દરરોજના નકકી કરેલ ઘરોમાં દરેક ઘરના દરવાજા પાસે જઈને યોગ્ય રીતે ફોગીંગની કામગીરી કરવાની હોય છે. પરંતુ એજન્સીના માણસોએ ટુ વિહલર વાહન દ્વારા સોસાયટીના રોડ – રસ્તા પર ફોગીંગ કરી ટેન્ડરની શરતોનું ઉલ્લંઘન કર્યું હતું. જેથી ફોગીંગની કામગીરીમાં ટેન્ડરની શરતોનું ઉલ્લઘન કરવા બદલ એચ.પી.સી. કોર્પોરેશનને રુ.25 હજારનો દંડ ફટકાર્યો હતો અને પછી આ પ્રકારની ભુલ ન થાય તે માટે તાકીદ પણ કરી હતી.
આ પણ વાંચો:
Madhya Pradesh: 12 વર્ષના બાળકે ઓનલાઈન ગેમમાં રૂપિયા ગુમાવતા માતા-પિતાના ડરથી જીવન ટુંકાવ્યું
Junagadh: મોડી રાત્રે ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ કેમ પોલીસ સ્ટેશન માથે લીધું? કોને બચાવે છે પોલીસ?
Surendranagar: મૂકબધિર પિતાએ સગી દીકરીને જ હવસનો શિકાર બનાવી, સગીરા ગર્ભવતી થતા ફૂંટ્યો ભાંડો