
Ahmedabad News: અમદાવાદના રાણીપમાં ગત મોડી રાત્રે માધવપુરા પોલીસ સ્ટેશનના પોલીસ જવાને અકસ્માત સર્જ્યો છે. કાર લઈને આવેલા નશામાં ધૂત કોસ્ટેબલે બકરામંડી પાસે 5 વાહનોને અડફેટે લીધા હતા. જેમાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત થતાં તેમને સિવિલમાં દાખલ કરાયા છે. જેમાંથી એક ગંભીર છે. પોલીસકર્મીની વેગનઆર ગાડી હતી.
અકસ્માત કરતાં કોન્સ્ટેબલ યુવરાજસિંહ વાઘેલાને લોકોએ નીચે ઉતારી માર માર્યો હતો. ત્યારે યુવરાજસિંહ પોતે પોલીસકર્મી હોવાથી લોકોને જોઈ લઈશ તેવી ધમકી આપતો હતો. જે બાદ આરોપી ગાડી મુકી સ્થળ પરથી નાસી ગયો હતો. ઘટનાની જાણ થતાં ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.
L ડિવિઝન ટ્રાફિક પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે અને આરોપી કોન્સ્ટેબલ યુવરાજસિંહ વાઘેલા સામે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ઘટનાસ્થળેથી પુરાવા એકઠા કર્યા છે અને સાક્ષીઓના નિવેદનો નોંધી રહી છે. આરોપી કોસ્ટેબલ યુવરાજસિંહ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે.
આ ઘટના બાદ પોલીસકર્મીઓની બેદરકારી પર સવાલો ઉભા થયા છે. જેને ટ્રાફિક નિયમનોનું અને દારુને રોકવાનું કામ છે, તે જ દારુ પી અકસ્માત સર્જે, તો નાગરિકોની સુરક્ષાનું શું!, આ ઘટનાથી પોલીસની ગંભીર બેદરકારી બહાર આવી છે.
અમદાવાદ: રાણીપમાં પોલીસકર્મીએ સર્જયો ભયંકર અકસ્માત#Ahmedabad #Ranip #Accident #Police #viralvideo #thegujaratreport pic.twitter.com/q2TQKaFNb0
— The Gujarat Report (@TGujarat_Report) June 1, 2025
આ પણ વાંચો:
Amreli માં પોલીસ અને ભાજપા નેતાઓ આમને સામને આવી ગયા!
પૂર્વોત્તર રાજ્યોમાં વરસાદનો કહેર, અત્યાર સુધીમાં 30 લોકોના મોત | Flood
કોંગ્રેસથી નારાજ Jignesh Mevani એ પક્ષ માટે આ શું કહી દીધુ?
શશિ થરૂર, સલમાન ખુર્શીદ અને મનીષ તિવારી… રાહુલ ગાંધી કેમ અલગ થઈ રહ્યા છે? | Congress
ભારતના મિત્ર ગણાતો રશિયા અને પાકિસ્તાન સાથે કામ કરશે, થયા કરાર
શશિ થરૂર, સલમાન ખુર્શીદ અને મનીષ તિવારી… રાહુલ ગાંધી કેમ અલગ થઈ રહ્યા છે? | Congress
‘ગપ્પુ ગપગોળા ફેકવાનું ક્યારે બંધ કરશે?’ | FENKU | FAKE