
Ahmedabad: અમદાવાદના ઘોડાસર અને જશોદાનગર વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની ડિમોલિશન કામગીરીએ ભારે વિવાદ સર્જ્યો છે. ઘોડાસરના પુનિતનગરમાં 37 વર્ષીય નર્મદાબેન કુમાવતે, જેમની કરિયાણાની દુકાન AMC દ્વારા વારંવાર નિશાન બનાવવામાં આવી હોવાનો આક્ષેપ છે, કેરોસીન છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો. આ ઘટના બાદ સ્થાનિક રહીશોએ AMCની ટીમ પર પથ્થરમારો કર્યો, જેના કારણે પોલીસે ઘટનાસ્થળે પહોંચી સ્થિતિને કાબૂમાં લીધી. નર્મદાબેનને તાત્કાલિક એલજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા, જ્યાં તેમની હાલત સ્થિર છે. તેમને બચાવવાના પ્રયાસમાં ત્રણ અન્ય વ્યક્તિઓ પણ દાઝી ગયા હતા, જેમની પ્રાથમિક સારવાર કરવામાં આવી.
વેપારીની પત્નીએ કર્યો આપઘાતનો પ્રયાસ
મળતી માહિતી મુજબ જશોદાનગરમાં પણ AMCની એસ્ટેટ વિભાગની ટીમે ગેરકાયદે બાંધકામો તોડવા કામગીરી હાથ ધરી, જે દરમિયાન સ્થાનિક વેપારીઓએ આક્ષેપ કર્યો કે AMC અધિકારીઓએ બે વખત લાંચ લીધા બાદ પણ ડિમોલિશન કર્યું. આનાથી ઉશ્કેરાયેલા વેપારીઓએ ‘ભાજપ તેરી તાનાશાહી નહીં ચલેગી’ના નારા લગાવ્યા અને AMCની ગાડી પર પથ્થરમારો કર્યો. જશોદાનગર વેપારી એસોસિયેશને આ ઘટનાને વખોડી અને ન્યાયની માંગ સાથે વટવા GIDC પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા રેલી કાઢી.
મોટા ગેરકાયદેસર બાંધકામોને કેમ દૂર નથી કરાતા
વેપારીઓએ જણાવ્યું કે, 40 વર્ષ જૂની દુકાનોને નિશાન બનાવવામાં આવી રહી છે, જ્યારે મોટા ગેરકાયદે બાંધકામો અવગણાય છે. પોલીસે આ મામલે જાણવાજોગ નોંધી, CCTV ફૂટેજની તપાસ સાથે કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે.
આ પણ વાંચો
Surat: અર્ધનગ્ન હાલતમાં 60 ફૂટ ઉંચા ઝાડ પર કેમ ચઢી મહિલા? ભારે જહેમત બાદ ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
UP News: દીકરી બે વાર ઘરેથી ભાગી, બદનામીથી નારાજ પિતાએ આપ્યું ભયાનક મોત
Gujarat politics : અમદાવાદના સવા લાખ ગુમનામ મતદારો,લાલ શાહીથી મતદારોને ડિલીટ કરી દેવાયા