
Ahmedabad: અમદાવાદ શહેરના નવા નરોડા વિસ્તારમાં મોડી રાત્રે ગણેશ સ્થાપના સમયે એક મોટી દુર્ઘટના બની છે જેમાં બુધવારે સાંજે પંચમુખી હનુમાન ગ્રુપ દ્વારા ખૂબ મોટા પાયે ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપનાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે સીતારામ ચોક પાસે એક કોમ્પ્લેક્સનો સ્લેબની છત અચાનક તૂટી પડી. આ ઘટનામાં ત્રણ બાળકો અને મહિલાઓ સહિત 10થી વધુ લોકો ભોંયરામાં કાટમાળ નીચે દટાઈ ગયા હતા. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં હોબાળો મચી ગયો હતો.
ગણેશ સ્થાપના સમયે મોટી દુર્ઘટના
આ દુર્ઘટનાની માહિતી મળતા જ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડના કર્મચારીઓએ કાટમાળ નીચે દટાયેલા લોકોને ઝડપથી બહાર કાઢ્યા અને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યા છે.
ફાયર વિભાગે કર્યું રેસ્ક્યું
આ ઘટના સમયે ઘરમાં રહેતા લોકો રાબેતા મુજબ પોતાના કામમાં વ્યસ્ત હતા ત્યારે અચાનક છત તૂટી પડી હતી આ અકસ્માત એટલો અચાનક થયો કે કોઈને સ્વસ્થ થવાનો મોકો મળ્યો નહીં. સ્થાનિક લોકોએ અવાજ સાંભળ્યો અને તાત્કાલિક પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી જેથી ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
તમામ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
આ મામલે ફાયર વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે માહિતી મળતા જ અમારી ટીમ થોડીવારમાં ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને કાટમાળ દૂર કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું હાલમાં તમામ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. અને દરેકની હાલત સ્થિર હોવાનું કહેવામાં આવી રહયું છે.
છત પહેલાથી જ હતી જર્જરિત
આ મામલે પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, છતની હાલત પહેલાથી જ જર્જરિત હતી અને વરસાદને કારણે દિવાલો નબળી પડી ગઈ હતી, જેના કારણે આ અકસ્માત થયો હતો. જોકે, અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી.
પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી
પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ઘટનાની તપાસ કરી રહી છે અને વિગતવાર માહિતીની રાહ જોવાઈ રહી છે. વિસ્તારના લોકોમાં ગભરાટનો માહોલ છે.
આ પણ વાંચો:
UP News: ઝાડ પરથી થયો પૈસાનો વરસાદ! લોકો રુ. 500 રૂપિયાની નોટો લૂંટવા કરી પડાપડી
Jammu Kashmir Flood : વૈષ્ણોદેવી માર્ગ પર ભૂસ્ખલનમાં 30 લોકોના મોત, આજે પણ વાદળ ફાટવાનો ભય
Surat: ભાઈએ ત્રણ વર્ષના બાળકનું કર્યું અપહરણ, ટ્રેનના શૌચાલયની કચરાપેટીમાંથી મળી બાળકની લાશ!
That Critical Moment Of Crisis: કટોકટીની નિર્ણાયક પળ, આ માર્ગ પકડશો તો હારીને પણ જીતી જશો!