
Ahmedabad: હવે ગુજરાતમાં અસામજિક તત્વો પોલીસને પણ ગાઠતાં નથી. ત્યારે અમદાવાદમાં પોલીસકર્મીઓ સાથે મારામારીનો વધુ એક બનાવ બન્યો છે. આંબાવાડી વિસ્તારમાં પોલીસકર્મીઓ અને આરોપી વચ્ચે બોલાચાલી થતાં હુમલો કરાયો હતો. ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં માથાકૂટ કર્યાનો આક્ષેપ છે. એક પોલીસકર્મી દ્વારા આરોપી વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધવવામાં આવી છે.
ગાડીથી ઉડાવી દેવાની ધમકી
શહેરના આંબાવાડી વિસ્તારમાં ફિરંગી પાન પાર્લર પાસે પોલીસકર્મીઓ આરોપીને પકડવા ગયા હતા. તે દરમિયાન યુવકે પોલીસ જવાનો ઉપર કર્યો હુમલો હતો. હિરેન શેખાવત નામના શખ્સને પોલીસ ગાડીમાં બેસાડતી વખતે સૌથી પહેલા પોલીસ જવાનો સાથે ઝપાઝપી કરી ત્યારબાદ બીભત્સ બોલી હતી. સાથે જ પોલીસ જવાનોને ગાડીથી ઉડાવી દેવાની ધમકી પણ આપવામાં આવી હતી.
પોલીસકર્મીઓ હિરેનને ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં લઈ ગયા હતા. જ્યાં પણ ફરીથી હિરેને ગાળાગાળી કરી પોલીસકર્મીનો મોબાઈલ નીચે પટકી સ્ક્રીન પણ તોડી નાખી હતી. જેથી હેડ કોન્સ્ટેબલ નરેશભાઈએ હિરેન વિરુદ્ધ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં આગળની કાર્યાહી હાથ ધરરાઈ છે.
આ પણ વાંચોઃ Chhaava: ચેમ્પિયન્સ ટ્રોફીના ક્રેઝ વચ્ચે ‘છાવા’ની બોક્સ ઓફિસ પર ધૂમ, 700 કરોડનો આંકડો પાર કરશે?
આ પણ વાંચોઃ Gujarat: ડિજિટલ ગુજરાત શર્માશે!, તાંત્રિક વિધિના નામે કુહાડીના ઘા ઝીકી બાળાનો જીવ લીધો, લોકોમાં ગુસ્સો