
Defense Mock Drill: પહેલગામ હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે ખૂબ જ તણાવ વધી ગયો છે. બંને દેશો વચ્ચે યુધ્ધ થાય તેવી સ્થિતિમાં મૂકાઈ ગયા છે. બીજી તરફ ભારતના રાક્ષામંત્રીએ પણ યુધ્ધના અણસાર આપ્યા છે. રાજનાથસિંહે કહ્યું છે કે ‘તમે જે ઈચ્છો છો તે થશે.’ ત્યારે દેશના લોકોને યુધ્ધથી બચવા 7 મેના રોજ દેશભરમાં મોકડ્રીલ યોજવાની છે. દેશના 244 જીલ્લાઓમાં મોકડ્રીલ યોજાવાની છે. જેનું આયોજન ગ્રામ્ય લેવલે પણ થશે. જેમાં ગુજરાતના અમદાવાદ, સુરત, મહેસાણા, નલિયા સહિતના 19 સ્થળોએ મોકડ્રીલ યોજાવાની છે. આ ડિફેન્સ મોકડ્રીલ 1971 બાદ પ્રથમ વખત દેશમાં યોજાશે.
ગુજરાતના કયા સ્થળોએ મોકડ્રીલ?
જેમાં પહેલી કેટેગરીમાં સુરત, વડોદરા, કાકરાપાર, બીજી કેટેગરીમાં અમદાવાદ, ભૂજ, જામનગર, ગાંધીનગર, ભાવનગર, કંડલા, નલિયા, અંક્લેશ્વર, ઓખા, વાડિનાર અને ત્રીજી કેટેગરીમાં ભરૂચ, ડાંગ, કચ્છ, મહેસાણા, નર્મદા, અને નવસારી જિલ્લોનો સમાવેશ થાય છે.
યુધ્ધ થાય તો સલામત સ્થળો કયા?
ભારતમાં જાહેર ઉપયોગ માટે બોમ્બ શેલ્ટર નથી. કેટલાક સ્ત્રોતો અનુસાર, માત્ર VVIP અને રાજકીય નેતાઓ માટે ગુપ્ત શેલ્ટર હોઈ શકે છે, પરંતુ સામાન્ય નાગરિકો માટે આવી કોઈ સુવિધા નથી.
યુધ્ધનું સાયરન વાગે ત્યારે શું કરવું?
સુરક્ષિત સ્થળે જાઓ:
નજીકના બોમ્બ શેલ્ટર, બંકર અથવા મજબૂત ઇમારતના નીચેના ભાગમાં આશરો લો. જો શેલ્ટર નજીક ન હોય, તો ઘરની અંદરની દિવાલો વચ્ચે અથવા સીડીની નીચે છુપાઓ.
ખુલ્લી જગ્યાથી દૂર રહો:
બારીઓ, કાચના દરવાજા અને ખુલ્લા વિસ્તારોથી દૂર રહો, કારણ કે હુમલા દરમિયાન આ જગ્યાઓ જોખમી હોય છે.
સૂચનાઓનું પાલન કરો:
સ્થાનિક સત્તાવાળાઓ, પોલીસ અથવા સંરક્ષણ દળોની સૂચનાઓ સાંભળો. રેડિયો, ટીવી અથવા મોબાઇલ એલર્ટ દ્વારા અપડેટ્સ મેળવો.
તૈયારી રાખો:
જો તમે પહેલેથી તૈયારી કરી હોય, તો ઇમરજન્સી કીટ (પાણી, ખોરાક, ફર્સ્ટ એઇડ, ટોર્ચ) તમારી સાથે રાખો.
શાંત રહો:
અફવાઓથી દૂર રહો, ગભરાશો નહીં, કારણ કે શાંત મનથી ઝડપથી અને સુરક્ષિત રીતે કાર્યવાહી કરી શકાય છે.
આ પણ વાંચોઃ
Gondal: અમિત ખૂંટના આપઘાતને લઈ અનેક તર્કવિતર્ક, શું થઈ રહ્યા છે મોટા આક્ષેપ?
Gujarat: વાવાઝોડા સાથે પડેલા વરસાદથી 8 લોકોના મોત, મહિસાગરમાં ફરી વરસાદ
UP: 24 વર્ષિય શિક્ષક અને 14 વર્ષની વિદ્યાર્થીની વચ્ચે પ્રેમ, હોટલમાં કેમ કર્યો આપઘાત?
