Ahmedabad: સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ ભૂપાદાદા થયા ભપ્પ, જાણો કેવી છે તેમની હાલત?

  • Gujarat
  • October 31, 2025
  • 0 Comments

Ahmedabad: આજ રોજ ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મજયંતીને લઈને ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ભવ્ય ઉજવણીમાં અમદાવાદમાં યોજાયેલીયુનિટી માર્ચ’ દરમિયાન એક નાની અણધારી ઘટના બની. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર અર્પણ કર્યો, ત્યારે વરસાદથી ભીની કાર્પેટ પર તેમનો પગ લપસ્યો અને તેઓ સ્ટેજ પરથી નીચે ઉતરતાં ગબડી પડ્યા. જો કે સદભાગ્યેતેમને કોઈ ઈજા નથી થઈ અને તેઓ તરત સુરક્ષિત થઈ ગયા. સુરક્ષા કર્મચારીઓએ તાત્કાલિક મદદ કરી અને તેઓએ માર્ચને આગળ વધારી દીધી, જ્યાં હજારો લોકો એકઠા થયા હતા.

સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ ભૂપાદાદા થયા ભપ્પ

આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આ વાયરલ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે નારણપુરા વિસ્તારમાં બનેલા સ્ટેજ પર લાલ કાર્પેટ વરસાદથી ભીનું થઈ ગયું હતું. સીએમ ભૂપેન્દ્ર પટેલે સરદાર પટેલની પ્રતિમાને ભાવપૂર્વક ફૂલોનો હાર પહેરાવ્યો અને પછી નીચે ઉતરતી વળે ત્યારે પગ લપસ્યો. પગથિયાં પરથી તેઓ ખસી પડ્યા, પણ આસપાસના સુરક્ષા અને સ્ટાફે તરતતેમને સમારપ્યા. વીડિયોમાં જોઈ શકાય છે કે, તેઓ બરાબર ઊભા થઈને હસી-મજાક કરતા જોવા મળ્યા, જેનાથી ભીડમાં રાહતની લહેર દોડી ગઈ.

મુખ્યમંત્રીએ માર્ચને ફ્લેગ ઓફ કર્યો

આ ઘટના પછી પણ મુખ્યમંત્રીએ હતાશા વિના માર્ચને ફ્લેગ ઓફ કર્યો અને પોતાની જવાબદારી નિભાવીને 100 મીટર સુધી પદયાત્રામાં જોડાયા. અમદાવાદમાં આ યુનિટી માર્ચમાં ફાયર અને પોલીસ જવાનો, વિદ્યાર્થીઓ તથા શહેરીઓની ભીડ ઉમડી પડી. મેયર પ્રતિભા જૈન, મંત્રી દર્શનાબેન વાઘેલા, પોલીસ કમિશનર જી.એસ. મલિક, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાણી જેવા વિશિષ્ટ મહેમાનો પણ સામેલ થયા. આશ્રમ રોડ પરથી ઈન્કમટેક્સ સુધી પહોંચેલીમાર્ચમાં ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ અને ‘ફીટ ઈન્ડિયા’ના નારા ગુંજતા રહ્યા, જે મેદસ્વીતા મુક્ત અભિયાનને પણ બળ આપ્યું.

આ પણ વાંચો:

 Gujarat: વરસાદી માહોલ વચ્ચે ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા ફરી ભારે વરસાદની આગાહી

Gujarat: 60 ગામડાઓ શહેરમાં ભળી ગયા, સવલતો મળતી નથી 

Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!

Montha Cyclone: આંધ્રપ્રદેશમાં આજે ‘મોન્થા’ વાવાઝોડું 100 કિમી ઝડપે લેન્ડફોલ થશે, હાઈ એલર્ટ અપાયું, તંત્ર સ્ટેન્ડબાય

Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’

Related Posts

Bhavnagarમાં સ્પા સેન્ટરો પર પોલીસના દરોડા, અનૈતિક પ્રવૃત્તિઓનો પર્દાફાશ
  • November 16, 2025

Bhavnagar: ભાવનગર શહેરમાં ચાલતા વેપારના મુખમાં લુકાયેલી અનૈતિક પ્રવૃત્તિઓનો ખુલ્લો પર્દાફાશ કરતાં પોલીસે અનેક સ્પા સેન્ટરો પર દરોડા પાડ્યા છે. કાળાનાળા વિસ્તારમાં ટ્રેડ સેન્ટરમાં આવેલા ‘સીટી સ્પા‘ નામના સેન્ટરમાં ડમ્મી…

Continue reading
Bhavnagar માં ફરી હચમચાવતી ઘટના, ફોરેસ્ટ ક્વાર્ટરમાંથી મહિલા સહિત બે બાળકોનાં મળ્યા મૃતદેહ
  • November 16, 2025

Bhavnagar:  ભાવનગર શહેરના તળાજા રોડ પર કાચના મંદિર નજીકની ફોરેસ્ટ કોલોનીમાંથી એક રોહિંગી અને હૃદયવિદારક ઘટના સામે આવી છે, જેનાથી સમગ્ર વિસ્તારમાં આતંક અને અરેરાટીનો વાતાવરણ ફેલાઈ ગયો છે. ફોરેસ્ટ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Bhavnagarમાં સ્પા સેન્ટરો પર પોલીસના દરોડા, અનૈતિક પ્રવૃત્તિઓનો પર્દાફાશ

  • November 16, 2025
  • 2 views
Bhavnagarમાં સ્પા સેન્ટરો પર પોલીસના દરોડા, અનૈતિક પ્રવૃત્તિઓનો પર્દાફાશ

Fastag New Rule :નિયમો બદલાઈ ગયા!હાઇવે ઉપર જાવ ત્યારે આટલું ધ્યાન રાખજો,ફાયદામાં રહેશે!

  • November 16, 2025
  • 5 views
Fastag New Rule :નિયમો બદલાઈ ગયા!હાઇવે ઉપર જાવ ત્યારે આટલું ધ્યાન રાખજો,ફાયદામાં રહેશે!

Bihar Election:નીતિશ કાલે રાજીનામું આપશે!ધારાસભ્ય દળની બેઠકમાં CM સહિત ડે. CM નક્કી થશે! આ નામોની ચર્ચા

  • November 16, 2025
  • 15 views
Bihar Election:નીતિશ કાલે રાજીનામું આપશે!ધારાસભ્ય દળની બેઠકમાં CM સહિત ડે. CM નક્કી થશે! આ નામોની ચર્ચા

Bhavnagar માં ફરી હચમચાવતી ઘટના, ફોરેસ્ટ ક્વાર્ટરમાંથી મહિલા સહિત બે બાળકોનાં મળ્યા મૃતદેહ

  • November 16, 2025
  • 8 views
Bhavnagar માં ફરી હચમચાવતી ઘટના,  ફોરેસ્ટ ક્વાર્ટરમાંથી મહિલા સહિત બે બાળકોનાં મળ્યા મૃતદેહ

Gujrat police: પોલીસની જનરક્ષક(!)ગાડીએ અકસ્માત સર્જ્યો!શુ ડ્રાઈવર ‘પી’ ગયો હતો?

  • November 16, 2025
  • 17 views
Gujrat police: પોલીસની જનરક્ષક(!)ગાડીએ અકસ્માત સર્જ્યો!શુ ડ્રાઈવર ‘પી’ ગયો હતો?

IND vs SA 1st Test: 15 વર્ષ પછી દક્ષિણ આફ્રિકાએ ભારતીય ધરતી પર ટેસ્ટ જીતી, ટીમ ઇન્ડિયાને 30 રને હરાવ્યું

  • November 16, 2025
  • 12 views
IND vs SA 1st Test: 15 વર્ષ પછી દક્ષિણ આફ્રિકાએ ભારતીય ધરતી પર ટેસ્ટ જીતી, ટીમ ઇન્ડિયાને 30 રને હરાવ્યું