Ahmedabad: મહિલાની તેના જ ઘરમાં હત્યા, છરીથી પેટ ચીરી નાખ્યું, ઘર બદલ્યું છતાં પ્રેમી…!

Ahmedabad Crime: અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાંથી પ્રેમસંબંધ(Love affair)નો કરુણ અંજામ સામે આવ્યો છે. મંગળવારે (27 મે) સાંજે 7 વાગ્યે 35 વર્ષની પરીણિતાની પોતાના જ ઘરમાં છરીના ઘા ઝીંકી હત્યા કરી દેવાતાં ખળભળાટ મચી ગયો છે. મૃતક મહિલાના પતિએ સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપીની અટકાયત કરી છે. આ સમગ્ર ઘટનાના પ્રેમપ્રકરણના ચક્કરમાં બની છે.

પૂર્વ પાડાશી સાથે મહિલાને પ્રેમસંબંધ હતો

મળતી વિગતો અનુસાર અમદાવાદના વરસ્ત્રાલમાં હર ભોળેનાથ સોસાયટીમાં મંગળવારે અશોક પટેલ નામના વ્યક્તિએ અંકિતા પ્રજાપતિ નામની મહિલાની તેના જ ઘરમાં ઘૂસી છરીના ઘા મારી હત્યા કરી દીધી હતી. સમગ્ર મામલે પોલીસને જાણ થતાં પોલીસે પરિવારજનોની પૂછપરછ હાથ ધરી હતી. જેમાં જાણવા મળ્યું કે, મૃતક મહિલાનો આરોપી અશોક પટેલ સાથે પ્રેમસંબંધ હતો. જેના કારણે બંનેના પરિવાર વચ્ચે પણ અગાઉ ઝઘડા થયા હતા. અને જ્યાં રહેતાં હતા ત્યાથી ઘર બદલ્યું હતુ. ત્યારબાદ અચાનક મંગળવારે અશોક પટેલ અને તેમની સાથે એક વ્યક્તિએ આવી અંકિતા પ્રજાપતિના ઘરે આવી તેમને છરીના ઘા મારી તેમની હત્યા કરી નાખી.

જાણવા મળ્યું છે કે આરોપી યુવક પરિણીતાને મળવા માટે અને વાતચીત માટે દબાણ કરતો હતો, પરંતુ પરિણીતાએ મળવા આવવાનો ઈનકાર કરી દેતાં તે મંગળવારે છરી સાથે પરિણીતાના ઘરે આવ્યો હતો અને હુમલો કરી દીધો હતો. માતાને લોહીલુહાણ હાલતમાં જોઈ મૃતકની પુત્રીએ તેના પિતાને ફોન કરતાં પિતા દોડી આવ્યા હતા અને 108ને જાણ કરી હતી, પરંતુ આરોપીએ છરીના ઘા ક્રૂરતાપૂર્વક માર્યા હોવાના કારણે પેટમાંથી આંતરડું બહાર આવી જતાં મોત નીપજ્યું હતું. પોલીસે આરોપીને પકડ્યો છે. મૃતક અને આરોપી વચ્ચે 2014થી પ્રેમસંબંધ હોવાનું પોલીસે જણાવ્યું છે.

પતિએ ફરિયાદમાં શું કહ્યું?

પોલીસ ફરિયાદ અનુસાર મૃતક મહિલાના પતિએ જણાવ્યું કે ‘અમે જ્યાં પહેલાં રહેતા હતાં, ત્યાં બંનેનો સંપર્ક થયો હતો અને બંને વચ્ચે પહેલા પ્રેમસંબંધ હતો. જોકે, આ વિશે જાણ થતાં અમે ઘર બદલીને વસ્ત્રાલ આવી ગયા હતાં. ત્યારબાદ પણ બંને વચ્ચે સંપર્ક હતો. આરોપી અશોક પટેલ મારી પત્નીને જબરદસ્તી ફોન ઉપર વાત કરવા અને પોતાની સાથે સંબંધ રાખવા માટે દબાણ કરતો અને જો તે એવું ન કરે તો છોકરાઓને ઉપાડી જવા અને  જાનથી મારી નાંખવાની ધમકી આપતો હતો. જેથી મારી પત્ની ડરના કારણે તેની સાથે વાતચીત કરતી, જ્યારે તે વાતચીત ન કરે ત્યારે આરોપી અવાર-નવાર મારી પત્ની તેમજ મારી સાથે મારપીટ અને બોલાચાલીથી ઝઘડો કરતો હતો. જોકે, મારી પત્નીને તેની સાથે કોઈ સંબંધ નહતો રાખવો તેથી તેની અદાવત રાખીને મંગળવારે રાત્રે 8 વાગ્યાની આસપાસ પત્નીની હત્યા કરી દેવામાં આવી હતી.’

આ પણ વાંચો:

UP: બોયફ્રેન્ડને મોજમાં રાખવા ગર્લફ્રેન્ડ બની ચોર!, આ રીતે બાઈક સાથે પકડાયા?

Surat: ફેસબૂકમાં સસ્તું સોનું આપવાના નામે છેતરપીંડી, બે શખ્સોની ધરપકડ

Mock drill: આવતીકાલે ગુજરાતમાં ફરી મોકડ્રીલ, હવે મોદી શું મોટું કરવાની તૈયારીમાં?

Ruchi Gujjar: રૂચિ ગુજ્જરે PM મોદીના ફોટાવાળો હાર કેમ પહેર્યો?, આપ્યો ચોકાવનારો જવાબ!

 Surendranagar: મહારાણા પ્રતાપની પ્રતિમા તોડાઈ, વઢવાણમાં લોકો રોષે ભરાયા

Valsad: વાપીમાં ભયંકર હુમલો, એક શખ્સે પગ નીચે દબાવ્યો, બીજાએ ઉપરથી પથ્થર છોડ્યા

Thasra: કાલસરમાં પત્ની ભગાડી જવા બાબતે પૂર્વ પતિનો છરાથી હુમલો, બે લોકો ગંભીર

Gujarat માં કોરોના કેસમાં ચિંતાજનક વધારો, અમદાવાદમાં 17 નવા કેસ

Bihar: ઘોડો માનવીય ચાલબાજીમાં ફસાયો, હવે શું થશે?

Abortion Scam Bavla : દવાખાનામાં નહીં ગેસ્ટહાઉસમાં ગર્ભપાતનું કૌભાંડ, નર્સની ધરપકડ

સોનુ સૂદે બરફીલા પહાડમાં બાઇક ચલાવી ભૂલ કરી, હવે હિમાચલ પોલીસે કરી કાર્યવાહી | Sonu Sood

Related Posts

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન
  • March 19, 2026

Mini storm: રાજ્યમાં સાયકલોનિક સર્ક્યુલેશન,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ સર્જાયો છે સમગ્ર રાજ્યમાં ધૂળની ડમરી સાથે ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે.વડોદરામાં પણ સાંજના સમયે ધૂળની…

Continue reading
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!
  • March 19, 2026

■ શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન આશ્રમમાં જ નકલી નોટો છાપવાનું ચાલુ કરી ફોર્ચ્યુનર ગાડી ઉપર ‘ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા આયુષ મંત્રાલય’નું બોર્ડ ઠપકારી હેરાફેરી ચાલુ કરી પણ વટાણા વેરાઈ ગયા અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Tech World: ઈરાન ઉપર હુમલો કરી ટ્રમ્પે આખી દુનિયાની પથારી ફેરવી નાખી છે! ‘ગેસ-તેલ’ બાદ હવે વિશ્વની ડિજિટલ લાઈફલાઈન ઉપર ઈરાનની નજર!

  • March 20, 2026
  • 3 views
Tech World: ઈરાન ઉપર હુમલો કરી ટ્રમ્પે આખી દુનિયાની પથારી ફેરવી નાખી છે! ‘ગેસ-તેલ’ બાદ હવે વિશ્વની ડિજિટલ લાઈફલાઈન ઉપર ઈરાનની નજર!

Iran War : ઈરાન હવે વિશ્વની ઉર્જા ચેઇન ખતમ કરવાના મૂડમાં છે! કતારે ગેસ પ્લાન્ટ બંધ કર્યો! ઈઝરાયેલના ઉર્જા સેન્ટર પણ ઈરાને મિસાઇલ છોડી! ટ્રમ્પ ઢીલા પડ્યા!

  • March 20, 2026
  • 6 views
Iran War : ઈરાન હવે વિશ્વની ઉર્જા ચેઇન ખતમ કરવાના મૂડમાં છે! કતારે ગેસ પ્લાન્ટ બંધ કર્યો! ઈઝરાયેલના ઉર્જા સેન્ટર પણ ઈરાને મિસાઇલ છોડી! ટ્રમ્પ ઢીલા પડ્યા!

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

  • March 19, 2026
  • 7 views
Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

  • March 19, 2026
  • 11 views
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે PM મોદીને સવાલ!!

  • March 19, 2026
  • 16 views
MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે  PM મોદીને સવાલ!!

America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

  • March 19, 2026
  • 6 views
America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ