Amreli:પાણી માટે વિરોધ ! 13 ગામના ખેડૂતો સાંકળથી બંધાઈ અને મો પર પટ્ટી લગાવી સભામાં પહોંચ્યા

Farmer Protest in Amreli: રાજુલાના ધારેશ્વર ખાતે 13 ગામ પગલા સમિતિની ખેડૂત સભા યોજાઈ હતી આ સભામાં ખેડૂતો સાંકળથી બંધાઈ અને મો પર પટ્ટી લગાવી પહોંચ્યા હતા. જેમાં કિસાન નેતા રાજુ કરપડાએ સરકાર અને તંત્રને આડે હાથ લીધું હતું. રાજુ કરપડાએ જણાવ્યું કે, ખેડૂતનો દીકરો 75 વર્ષે પણ એક પગે કામ કરે તો અહીંયા ચૂંટાયેલા એક બે નેતાઓ અનાજ દળવાની ઘંટીમાં પણ કમિશન માંગે છે. દુકાનો માંથી, રોડ માંથી, પાઇપ લાઇનોમાંથી પેટ નથી ભરાતા તો નાની નાની દુકાનો પાસેથી મહિને 2 હજાર લે છે.આઝાદીના 77 વર્ષ પછી પણ ખેતી પ્રધાન દેશમાં ખેડૂતોને પાણી માટે ભીખ માંગવી પડે છે સરકારે ડૂબી મરવું જોઈએ.

સિંચાઈના પાણી માટે લડતા ખેડૂતો માટે રાજુ કરપડાનો હુંકાર

રાજુલાના ચૂંટાયેલા નેતાઓ પર રાજુ કરપડા વરસી પડ્યા હતા. તેમણે કહ્યું કે, ખેડૂતોનું પાણી લ્યો છો તમારી ડેલીએ દીકરીએ દીવાઓ નહીં રહે.પાણી ચોરી જવાના ધંધા કરો છો ભગવાન તમને ક્યારેય માફ નહીં કરે. રાજુ કરપડાએ સિંચાઈના પાણી માટે લડતા ખેડૂતોની પગલા સમિતિ સાથે પરિણામ સુધી રહેવાની ખાત્રી આપી હતી. તેમજ ધાતર વડી ડેમ 2 માંથી પાલિકાને પાણી આપોને ધાતરવડી 1 માંથી ખેડૂતોને સિંચાઈનું પાણી આપો જો ખેડૂતોને પાણી મળશે તો રાજુ કરપડા 13 ગામમાં ભાજપનો પ્રચાર કરશે તેવો હુંકાર કર્યો હતો.

13 ગામમાં ભાજપના નેતાઓને પ્રવેશ બંધીના બેનરો લાગશે

આ સાથે રાજૂ કરપડાએ એવી ચીમકી પણ આપી હતી કે, આ મામલે સરકાર પગલા નહી લે તો 5 દિવસ પછી 13 ગામમાં ભાજપના નેતાઓને પ્રવેશ બંધીના બેનરો લાગશે. આ સાથે તેમણે એવો પણ આક્ષેપ લગાવ્યો છે કે, અગાઉ ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો તો ખેડૂતોનો અવાજ બંધ કરી દીધા હતા. ત્યારે ખેડૂત સભા પૂર્ણ કરી ખેડૂતો સાથે રાજુ કરપડા ટ્રેક્ટર લઈને રાજુલા પ્રાંત કલેક્ટર કચેરીએ રવાના થયા હતા.

શું છે સમગ્ર મામલો

રાજુલાના ધારેશ્વર ગામ નજીક ધાતરવડી ડેમ 1 આવેલો છે ચોમાસામા આ ડેમ ભરેલો હોય તો પણ શિયાળા અને ઉનાળા માટે ખેડૂતોને પુરતા પ્રમાણમા પાણી મળતુ નથી. આ ડેમમાં રાજુલા નગરપાલિકાની જૂની લાઇન નાંખેલી છે. આ લાઈન જર્જરીત થતા રાજુલા શહેરમાં પીવાના પાણી માટે નવી પાઇપ લાઇન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જેનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. છેલ્લા કેટલાય દિવસોથી 13 ગામના ખેડૂતો નવી પાઇપ લાઇનની કામગીરી અટકાવવાના પ્રયાસો કરી રહ્યા છે.

ખેડૂતોએ લગાવ્યા આક્ષેપ

ખેડૂતોનો આરોપ છે કે, રાજુલાના નામે ખાનગી કંપની માટે પાણી લઈ જવાનું ષડયંત્ર છે. તેમનું કહેવું છે કે, જૂની લાઇન નાખેલી છે, એ જ સાઇઝની નવી લાઇન નાખવામાં આવે તો અમને વાંધો નથી. તેમજ ધાતરડી ડેમ પર ફ્યુઝ ગેટ લગાવવા અને રાજુલા માટે લઈ જવામાં આવતા પાણી માટે મીટર લગાવવાની પણ ખેડૂતોએ માગ કરી હતી.

 ખેડૂતોની માંગનો સુખદ અંત આવ્યો

રાજુલા પ્રાંત કલેક્ટર અને સિંચાઈ વિભાગના અધિકારીને રજૂઆત કરતા ખેડૂતોની માંગનો સુખદ અંત આવ્યો હતો અને ખેડૂતોની માંગ મુજબ જૂની પાઇપ લાઇનમાં મીટર મૂકવું, નવી પાઇપ લાઇનમાં 5 MLD પાણી આપવાની માંગ સ્વીકારાઈ હતી ને ખેડૂતોની માંગ સંતોષાઈ જતા ખેડૂત નેતા રાજુ કરપડાનો આભાર વ્યક્ત કર્યો હતો

ભાજપના રાજમાં ખેડૂતોની હાલત કફોડી

ભાજપ સરકાર ખેડૂતો માટે મોટી મોટી જાહેરાતો કરે છે પરંતુ ખેડૂતોને સરકારની કોઈ યોજનાનો ખાસ લાભ મળતો નથી. જ્યારે ખેડૂતો સરકાર પાસે કોઈ માંગ કરે છે તો તેમની માંગ પણ સ્વીકારવામા આવતી નથી. સરકાર ઉદ્યોગપતિઓ પર મહેરબાન છે જ્યારે ખેડૂતોની તો વાત પણ સાંભળવા તૈયાર નથી તેવામાં રાજ્યમાં ખેડૂતોની હાલત કફોડી બનતી જઈ રહી છે.

આ પણ વાંચો:

Dahod Mgnrega Scam: મંત્રી બચુ ખાબડ બંન્ને પુત્રોના જામીન મંજૂર, 71 કરોડના કૌભાંડમાં થઈ હતી ધરપકડ

Mock drill: આવતીકાલે ગુજરાતમાં ફરી મોકડ્રીલ, હવે મોદી શું મોટું કરવાની તૈયારીમાં?

Ahmedabad: આજે ફરી ચંડોળામાં ધાર્મિક સ્થળો પર બુલડોઝર કાર્યવાહી, મંદિરો-મસ્જિદો ધ્વસ્ત

પાટણના Satalpur માં દલિત આધેડનું રહસ્યમય મોત, સળગેલી હાલતમાં મળ્યો મૃતહેદ

Gujarat માં બે દિવસ યલો એલર્ટ, આ જિલ્લાઓમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી

Vadodara: જમ જેવા જમાઈએ સસરા પર કર્યો જીવલેણ હુમલો, જાણો શું છે સમગ્ર મામલો

Gujarat માં કોરોના કેસમાં ચિંતાજનક વધારો, અમદાવાદમાં 17 નવા કેસ

Valsad: વાપીમાં ભયંકર હુમલો, એક શખ્સે પગ નીચે દબાવ્યો, બીજાએ ઉપરથી પથ્થર છોડ્યા

 Surendranagar: મહારાણા પ્રતાપની પ્રતિમા તોડાઈ, વઢવાણમાં લોકો રોષે ભરાયા

Mumbai એરપોર્ટ પર બોમ્બની ધમકી આપનાર ઝડપાયો, કર્યો ચોંકાવનારો ખુલાસો

Related Posts

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years
  • August 2, 2026

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું, 26% increase in heart disease in 10 years, 2026માં 1 લાખ લોકોની હૃદયની ધમની ખારાબ દિલીપ પટેલ અમદાવાદ, 2 ઓગસ્ટ 2026…

Continue reading
Jamnagar Farmers Protest: જામનગરમાં વીજલાઈન વિવાદ, હજારો ખેડૂતોનો કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ
  • July 31, 2026

Jamnagar Farmers Protest: ગુજરાતમાં હાઈ ટેન્શન વીજલાઈન પ્રોજેક્ટને લઈને ખેડૂતોનો વિરોધ સતત વધી રહ્યો છે. કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી અને દેવભૂમિ દ્વારકા બાદ હવે જામનગર જિલ્લામાં પણ મોટી સંખ્યામાં ખેડૂતો રસ્તા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

  • August 2, 2026
  • 3 views
Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

  • August 2, 2026
  • 5 views
Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

  • August 2, 2026
  • 10 views
Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

  • August 1, 2026
  • 6 views
Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

  • August 1, 2026
  • 8 views
Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ

  • August 1, 2026
  • 9 views
Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ