Air India: એર ઇન્ડિયાનું વધુ એક વિમાન ક્રેશ થતાં બચ્યુ! અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાન AI171 જેવીજ સમસ્યા ધ્યાને આવતા પાયલોટ્સ ચોંકી ઉઠ્યા! દુર્ઘટના ટળી!

  • India
  • February 2, 2026
  • 0 Comments

Air India: એર ઇન્ડિયાના કાફલામાં રહેલા બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાનમાં ફરી એકવાર ગંભીર ટેકનિકલ ખામી સર્જાવાનો ગંભીર મામલો સામે આવ્યો છે.લંડન હીથ્રોથી બેંગલુરુ જઈ રહેલી ફ્લાઇટ AI132 માં ટેકઓફ પહેલા જ ખામી સર્જાઈ હતી, સૌથી આઘાતજનક વાત એ હતી કે, આ ખામી અમદાવાદમાં તૂટી પડેલા એર ઇન્ડિયાની ફ્લાઇટ AI171 જેવી જ હતી જે ધ્યાને આવી જતા સદ નસીબે વધુ એક મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ હતી.

■ ટેકઓફ પહેલાં એક મોટો ખતરો ટળ્યો.

૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ ના રોજ, જ્યારે એર ઇન્ડિયાનું બોઇંગ ૭૮૭-૮ વિમાન બેંગલુરુ માટે ઉડાન ભરવાની તૈયારી કરી રહ્યું હતું, ત્યારે પાઇલટ્સને એન્જિન સ્ટાર્ટ કરતી વખતે ગંભીર ટેકનિકલ સમસ્યા ધ્યાને આવી હતી. સેફ્ટી મેટર્સ ફાઉન્ડેશન અનુસાર, પ્લેનના ડાબા એન્જિન પરનો ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ લોક થઈ રહ્યો ન હતો. જ્યારે પાઇલટ્સે તેને ‘RUN’ મોડ પર સેટ કર્યો, ત્યારે તે આપમેળે ‘CUTOFF’ પર શિફ્ટ થઈ ગયો. જો આ ફ્લાઇટ રનવે પરથી ઉડાન ભર્યા બાદ આ થયું હોત, તો તે ખૂબ જ ખતરનાક સાબિત થયું હોત અને અમદાવાદ જેવીજ મોટી દુર્ઘટના સર્જાઈ હોત પણ સદનસીબે આ વાત પાયલોટ્સને પ્લેન ઉડાન ભરે તે પહેલા જ ધ્યાને આવી જતા મોટી દુર્ઘટના થતાં સ્હેજમાં રહી ગઈ હતી.ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ લોક પ્રોબ્લેમ ધ્યાને આવતા ક્રૂએ પ્લેન ન ઉડાડવાનો નિર્ણય લીધો હતો.

■ અમદાવાદ વિમાન દુર્ઘટનામાં પણ ઉડાન ભર્યા બાદ આજ સમસ્યા આવતા વિમાન ક્રેશ થઈ ગયું હતું.

સેફ્ટી મેટર્સ ફાઉન્ડેશન કહે છે કે એર ઇન્ડિયાના ડ્રીમલાઇનર સાથે આ પહેલી વાર નથી બન્યું. AI-171 ફ્લાઇટમાં પણ આવી જ ફરિયાદ હતી, જ્યાં ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ ઢીલો હતો અને લોક થઈ શકતો ન હતો. બંને કિસ્સાઓમાં ખામીઓ સીધા લાંબા સમયથી ચાલતી બોઇંગ ડિઝાઇન ખામી તરફ નિર્દેશ કરે છે, જેના વિશે ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) એ 2018 માં ચેતવણી જારી કરી હતી. FAA એ સ્પષ્ટપણે કહ્યું હતું કે ફ્યુઅલ કંટ્રોલ સ્વીચોમાં ઘર્ષણ ઓછું થવાને કારણે, તેઓ આપમેળે કટઓફ સ્થિતિમાં પ્રવેશી શકે છે, જેનાથી ફ્લાઇટમાં એન્જિન બંધ થવાનું ગંભીર જોખમ ઊભું થાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે તા.12 જૂન 2025ના રોજ અમદાવાદ એરપોર્ટ પરથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ (AI-170, બોઇંગ 787) ટેક-ઓફ બાદ 32 સેકન્ડમાં ક્રેશ થઈ હતી, જેમાં 242 લોકોમાંથી 241 મુસાફરો સહિત જમીન પરના લોકો મળી 270થી વધુ લોકોના મોત થયા હતા આ દુર્ઘટનાની પ્રાથમિક તપાસમાં પણ ફ્યૂલ કંટ્રોલ સ્વિચમાં ખામી હોવાનું સામે આવ્યું હતું, જેનાથી એન્જિન બંધ થઈ ગયા હતા અને વિમાન ઉડાન ભર્યાના માત્ર 32 સેકન્ડમાં તૂટી પડ્યું હતું.

■ એર ઇન્ડિયાના દાવા વિરુદ્ધ વાસ્તવિકતા

એર ઇન્ડિયા કહે છે કે, DGCA ના નિર્દેશ પર, તેણે પહેલાથી જ તેના સમગ્ર બોઇંગ 787 કાફલાનું નિરીક્ષણ કર્યું હતું, અને બધા વિમાન સુરક્ષિત હોવાનું જણાયું હતું જોકે, મોટો પ્રશ્ન એ છે કે જો નિરીક્ષણ પૂર્ણ થયું હતું અને બધું બરાબર હતું, તો AI-132 પર તે જ ખામી ફરીથી કેવી રીતે દેખાઈ? આ તાજેતરની ઘટના બાદ, એરલાઇને નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) ને સંપૂર્ણ અહેવાલ સુપરત કર્યો છે. સંડોવાયેલા વિમાન, VT-ANX, ને ગ્રાઉન્ડેડ કરવામાં આવ્યું છે અને સંપૂર્ણ તકનીકી તપાસનો આદેશ આપવામાં આવ્યો છે.આમ,તંત્રની ઢીલી નીતિના કારણે આવી ઘટનાઓમાં વારંવાર ક્ષતિઓ સામે આવી રહી છે જે ખૂબજ મોટી બેદરકારી સૂચવે છે.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Supreme Court: પોલીસ દ્વારા આરોપીને પહેરાવતી હાથકડી કે ધરપકડના વિડીયો બનાવી વાયરલ કરવા સામે સુપ્રીમમાં PIL દાખલ
  • March 20, 2026

■આ જાહેર હિતની અરજીમાં ખાસ નોંધવામાં આવ્યું છે કે બંધારણના અનુચ્છેદ 21 હેઠળ આપવામાં આવેલા ગરિમાપૂર્ણ જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાના અધિકારનું ઉલ્લંઘન છે! Supreme Court: આજકાલ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ…

Continue reading
Cremation Coal: અરેરે…જ્યાં ‘માનવ દેહ’ બળે છે તેજ કોલસાથી હવે ‘રોટલી-ચિકન’બનાવાય છે! લોકો મોજથી આરોગી રહ્યા છે!!
  • March 20, 2026

■LPG ગેસની અછત વચ્ચે હવે સ્મશાનના કોલસાનો હોટલ-રેસ્ટોરન્ટમાં થઈ રહ્યો છે ઉપયોગ Cremation Coal: ઈરાન ઉપર ઈઝરાયેલ અને અમેરિકાએ કંઈપણ જોયા વગર જ હુમલો કરી દેતા ઇરાને વિશ્વભરમાં જતા મુખ્ય…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Supreme Court: પોલીસ દ્વારા આરોપીને પહેરાવતી હાથકડી કે ધરપકડના વિડીયો બનાવી વાયરલ કરવા સામે સુપ્રીમમાં PIL દાખલ

  • March 20, 2026
  • 3 views
Supreme Court: પોલીસ દ્વારા આરોપીને પહેરાવતી હાથકડી  કે ધરપકડના વિડીયો બનાવી વાયરલ કરવા સામે સુપ્રીમમાં  PIL દાખલ

BJP: નરેન્દ્ર મોદી ચૂંટણીઓમાં વ્યસ્ત છે અને લોકો ગેસની લાઈનોમાં ઉભા છે!

  • March 20, 2026
  • 7 views
BJP: નરેન્દ્ર મોદી ચૂંટણીઓમાં વ્યસ્ત છે અને લોકો ગેસની લાઈનોમાં ઉભા છે!

Keshubapa: નરેન્દ્ર મોદી ‘ગપ્પા’ મારવામાં માહિર છે! તેમ કેશુબાપા કેમ કહેતા હતા? જાણો

  • March 20, 2026
  • 7 views
Keshubapa: નરેન્દ્ર મોદી ‘ગપ્પા’ મારવામાં માહિર છે! તેમ કેશુબાપા કેમ કહેતા હતા? જાણો

Thunderstorm: જગતના તાતને માવઠાએ રડાવ્યા! ઉભા પાકને વ્યાપક નુકશાન! નકલી નોટોનો ખેલ કરનાર ‘ગુરુજી’ કોણ છે?જુઓ ખાસ વિશ્લેષણ

  • March 20, 2026
  • 8 views
Thunderstorm: જગતના તાતને  માવઠાએ રડાવ્યા! ઉભા પાકને વ્યાપક નુકશાન! નકલી નોટોનો ખેલ કરનાર ‘ગુરુજી’ કોણ છે?જુઓ ખાસ વિશ્લેષણ

Cremation Coal: અરેરે…જ્યાં ‘માનવ દેહ’ બળે છે તેજ કોલસાથી હવે ‘રોટલી-ચિકન’બનાવાય છે! લોકો મોજથી આરોગી રહ્યા છે!!

  • March 20, 2026
  • 12 views
Cremation Coal: અરેરે…જ્યાં ‘માનવ દેહ’ બળે છે તેજ કોલસાથી હવે ‘રોટલી-ચિકન’બનાવાય છે! લોકો મોજથી આરોગી રહ્યા છે!!

Tech World: ઈરાન ઉપર હુમલો કરી ટ્રમ્પે આખી દુનિયાની પથારી ફેરવી નાખી છે! ‘ગેસ-તેલ’ બાદ હવે વિશ્વની ડિજિટલ લાઈફલાઈન ઉપર ઈરાનની નજર!

  • March 20, 2026
  • 11 views
Tech World: ઈરાન ઉપર હુમલો કરી ટ્રમ્પે આખી દુનિયાની પથારી ફેરવી નાખી છે! ‘ગેસ-તેલ’ બાદ હવે વિશ્વની ડિજિટલ લાઈફલાઈન ઉપર ઈરાનની નજર!