
Mallikarjun Kharge: જમ્મુ કાશ્મીરના પહેલગામમાં દેશ-વિદેશના નાગરિકો પર થયેલા આતંકીના હુમલાથી દેશમાં ભારે આક્રોશ છે. મોદી સરકાર ઘેરાઈ છે. લોકો મોદી સરકારને પૂછી રહ્યા છે કે ઘટનાસ્થળે એક પણ સુરક્ષાકર્મી કેમ ન હતો? વિપક્ષી પાર્ટી મોદી સામે સવાલો કરી છે. કોંગ્રેસે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આડે હાથ લીધા છે. તેમના પર ખડગેએ શાબ્દિક પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતુ કે બિહાર ચૂંટણી માટે ભાષણ અપાયું પણ મોદી દિલ્હીમાં સર્વ દળની બેઠકમાં હાજર રહી શક્યા નહીં.
મોદી હુમલાના બીજા દિવસે બિહાર પહોંચ્યા હતા
ઉલ્લેખનયી છે કે પહેલગામ હુમલાના બીજ જ દિવસે મોદી બિહારમાં ભાષણ આપવા પહોંચી ગયા હતા. જ્યા કરોડોના કામનું લોકાર્પણ કરી ભાષણ કર્યું હતુ. ત્યારે આ મુદ્દાને લઈ નરેન્દ્ર મોદીને ખડગેએ ઘેર્યા છે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મોદી પર આકરા શાબ્દિક પ્રહાર કરતાં કહ્યું કે આપણા દેશનું દુર્ભાગ્ય છે કે વડાપ્રધાન મોદી પહેલગામ આતંકવાદી હુમલા પર યોજાયેલી સર્વપક્ષીય બેઠકમાં હાજરી આપી નહીં. ખૂબ જ શરમજનક વાત છે. મોદી બિહારમાં ચૂંટણી ભાષણો આપે છે, પરંતુ દિલ્હીમાં સર્વપક્ષીય બેઠકમાં હાજરી આપી શકતા નથી. તેઓ મોટી મોટી વાતો કરે છે.
ખડગેએ મોદીની 56ની છાતીનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું મોદી કહે છે મારી, 56 ઈંચની છાતી છે, આ છે પેલું છે, ઢીંમકું છે. હું લડીશ, હું ઘરમાં ઘૂસીને તને મારી મારીશ. જો કે આ બધી માત્ર વાતો જ છે.
હુમલા અંગે યોજાયેલી સર્વપક્ષીય બેઠકમાં PM મોદી હાજર ન રહ્યા#Congress #MallikarjunKharge #jammu #pahalgam #thegujaratreport pic.twitter.com/s005per4zG
— The Gujarat Report (@TGujarat_Report) April 28, 2025
આ પણ વાંચોઃ
ક્યા છે ચોકીદાર? ‘આતંકીઓ આરામથી મારી જતાં રહ્યા’ | Pahalgam Terror Attack
Water terrorism: સિંધુ સંધિ છતાં કચ્છમાં પાકિસ્તાનનો ત્રાસવાદ અને મોદીનું રાજકારણ
Uttar Pradesh માં દુ:ખદ દુર્ઘટના, માટીની ભેખડ ધસી પડતાં 3 મહિલા, 2 બાળકીના કરુણ મોત, અન્ય ગંભીર
Cow population: ભાજપ રાજમાં ગાયોની વસતી ઘટી, 70 લાખ બળદોનો સંહાર
Ahmedabad: 21 વર્ષના વિલંબ બાદ ગાંધીનગર સચિવાલય સુધી અમદાવાદથી મેટ્રો દોડતી થઈ!