
- અંબાલાલ પટેલે કમોસમી વરસાદ સહિત ખરાબ વાતાવરણની કરી આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કમોસમી વરસાદને લઈ આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે, તારીખ 22 ફેબ્રુઆરીથી લઈને 26 તારીખ સુધી વાતાવરણ વાદળછાયું રહેશે. આ વાતાવરણના કારણે જીરા, ઘઊં જેવા પાક પર ખરાબ અસર થઈ શકે છે. આ દરમિયાન તેમણે કમોસમી વરસાદની પણ આગાહી વ્યક્ત કરી છે. માર્ચમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને કમોસમી વરસાદ વરસી શકે છે.
ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગોમાં વધારે ઝડપી પવન ફૂંકાવવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે. કચ્છના સહિતના વિસ્તારમાં પવનનું ઝડપ 22 કીમી રહી શકે છે. પશ્ચિમ સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારમાં પણ ઝડપી પવન ફુંકાશે. વધારે પવનના કારણે આંબાના પાક પર અસર થઈ શકે છે. ગાંધીનગરના સહિતના વિસ્તારોમાં 17થી19 ફેબ્રુઆરીમાં 20 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
કમોસમી વરસાદની શક્યતા
માર્ચમાં માસમાં વાદળછાયું વાતાવરણ અને કમોસમી વરસાદ થઈ શકવાની વ્યક્ત કરવામાં આવી છે. કમોસમી માવઠૂં અને વધારે પડતા પવનના કારણે કેરીના પાકને નકારાત્મક અસર થવાની સંભાવના રહેલી છે. એક પછી એક આવતા નબળા વેસ્ટર્ન ડિસ્ટબન્સ ચિંતાનો વિષય છે, આગામી ચોમાસા પર પણ તેની અસર થશે.
આ પણ વાંચો-PM મોદી AI ઉપર ભાષણ તો આપે છે પરંતુ તેઓ તેને સમજી શક્યા નથી: રાહુલ ગાંધી