
- અમેરિકાએ 33 ગુજરાતીઓ સહિત 205 ભારતીયોને કર્યા ડિપોર્ટ; વિમાન પહોંચ્યું ભારત
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળતા જ અમેરિકામાં ગેરકાયદે ઘૂસેલા ભારતીયો સહિતના નાગરિકોને ડિપોર્ટ કરવાનો આદેશ કર્યો છે. અમેરિકન એરફોર્સનું વિમાન ત્યાં ગેરકાયદે વસવાટ કરતા ભારતીયોને લઈ પંજાબના અમૃતસર પહોંચી ચૂ્કયું છે. આ વિમાનમાં ટોટલ 205 ભારતીય સાથે 33 ગુજરાતીઓ છે, જે આવતીકાલ સુધીમાં અમદાવાદ આવે તેવી શક્યતા છે.
અમેરિકાથી ડિપોર્ટ કરીને ભારત પરત લવાયેલા લોકોમાં સૌથી વધુ પટેલ અને ઉત્તર ગુજરાતના રહેવાસી છે. ઉત્તર ગુજરાતના 28, મધ્યના 4 અને દક્ષિણ ગુજરાતના 1 વ્યકિતનો સમાવેશ થાય છે. જ્યારે 8 સગીર પણ ભારત પરત ફર્યા છે.
મળતી માહિતી મુજબ અમેરિકામાં ગેરકાયદે વસવાટ કરતા 205 ભારતીયોને લઈ અમેરિકન એરફોર્સના C-16 વિમાને મંગળવારે એન્ટોનિયો એરપોર્ટ પરથી ઉડાન ભરી છે. જે આજે બપોરે પંજાબના અમૃતસર પહોંચી ચૂક્યું છે..
આ પગલે અમૃતસર એરપોર્ટ પર સુરક્ષા એજન્સીઓ એલર્ટ બની છે. મળતી માહિતી મુજબ અમેરિકાથી આવી રહેલા વિમાનમાં 11 ક્રૂ મેમ્બર અને 45 અમેરિકન અધિકારીઓ પણ સાથે હશે. જેઓ અમૃતસર એરપોર્ટ પર ભારતીયોને ઉતારીને પરત અમેરિકા ફરશે.
આ પણ વાંચો- PM મોદીનો ડંકો ક્યાં ગયો? ટ્રમ્પે તેમના જ જિલ્લાના 11 લોકોને કર્યાં દેશનિકાલ