અમેરિકામાં છેલ્લા 10 વર્ષનું સૌથી ભયંકર બરફનું વાવાઝોડું; 7 રાજ્યોમાં ઈમરજન્સી જાહેર

  • World
  • January 6, 2025
  • 0 Comments

​​​​અમેરિકામાં બરફના વાવઝોડાના કારણે જનજીવન પ્રભાવિત થઈ ગયું છે. રવિવારે આવેલા ભયાનક બરફના વાવાઝોડાને કારણે ઘણા રાજ્યોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ છેલ્લા 10 વર્ષનું સૌથી ભયાનક બરફનું વાવાઝોડું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. અમેરિકાના 7 રાજ્યો કેન્ટુકી, વર્જિનિયા, વેસ્ટ વર્જિનિયા, કેન્સાસ, અર્કાન્સસ અને મિઝોરીમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે.

ન્યૂઝ એજન્સી એપીના જણાવ્યા અનુસાર, નેશનલ વેધર સર્વિસના જણાવ્યા અનુસાર, આ વાવાઝોડાથી અમેરિકાના 6 કરોડ લોકોના જીવનને પ્રભાવિત કર્યું છે. સામાન્ય રીતે ગરમ રહેતા ફ્લોરિડામાં પણ ભારે હિમવર્ષા પડી રહી છે.

નેશનલ વેધર સર્વિસે કેન્સાસ અને મિઝોરી માટે વિશેષ ચેતવણીઓ જાહેર કરી છે. નેશનલ વેધર સર્વિસનું કહેવું છે કે આ બંને રાજ્યોના ઘણા વિસ્તારોમાં 8 ઈંચ સુધી હિમવર્ષા થઈ શકે છે. અહીં 72 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે.

અમેરિકામાં આ બરફના વાવાઝોડાનું મુખ્ય કારણ પોલર વોરટેક્સ (ધ્રુવીય પવન) હોવાનું માનવામાં આવે છે. પોલર વોરટેક્સ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફુંકાય છે. ભૌગોલિક બંધારણને કારણે પોલર વોરટેક્સ સામાન્ય રીતે ઉત્તર ધ્રુવની આસપાસ ફરે છે, પરંતુ જ્યારે તે દક્ષિણ તરફ જાય છે, ત્યારે તે અમેરિકા, યુરોપ અને એશિયામાં ભારે ઠંડી લાવે છે.

આ પણ વાંચો-BHUJ: એક યુવતી રહસ્યમય સંજોગોમાં ઊંડા બોરવેલમાં ખાબકી, આપઘાત કે હત્યાની આશંકા!

આ દિવસોમાં અમેરિકામાં આવું જ થઈ રહ્યું છે, નિષ્ણાતોનું માનવું છે કે આ ધ્રુવીય પવનો યુરોપ અને એશિયામાં ફૂંકાઈ શકે છે.

જ્યારે પોલર વોરટેક્સ ચાલી રહ્યું હોય ત્યારે ઘરની બહાર નીકળવું ખૂબ જોખમી સાબિત થઈ શકે છે. આ સમયે વિન્ટર કીટ વગર બહાર જવાથી 5 થી 7 મિનિટમાં હાર્ટ એટેક આવી શકે છે. આવા હવામાનમાં કાર પણ સ્ટાર્ટ થતી નથી. ધ્રુવીય પવનો ફૂંકાતા હોય ત્યારે આને ટાળવાનો એકમાત્ર રસ્તો એ છે કે ઘરની અંદર રહેવું.

કેટલાક રિસર્ચ દર્શાવે છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં આર્કટિક ઝડપથી ગરમ થઈ રહ્યું છે, જેના કારણે પોલર વોરટેક્સ દક્ષિણ તરફ ખસી રહ્યું છે. અમેરિકાના ઈન્ડિયાના રાજ્યમાં સ્થિતિ એટલી ખરાબ છે કે રસ્તાઓ પરથી બરફ હટાવ્યાના અડધા કલાક પછી પણ સ્થિતિ એવીને એવી જ થઈ જાય છે.

આ પણ વાંચો-ઉદ્યોગપતિ કરસન પટેલના અનામત આંદોલન પરના નિવેદનથી ગુજરાતના રાજકારણમાં હલચલ

Related Posts

Iran War: વિશ્વના સૌથી એડવાન્સ અમેરિકી ફાઇટર જેટ F-35ને એકજ મિસાઇલથી ઈરાને તોડી પાડ્યું!! વિડીયો જાહેર
  • March 22, 2026

Iran War: દુનિયાના સુપર પાવર ગણાતા અમેરિકાનું સમગ્ર વિશ્વમાં એડવાન્સ ટેકનોલોજીથી સજ્જ ફાયટર જેટ F-35ને ઇરાને તોડી પાડ્યાનો દાવો કરી તેનો વિડીયો જાહેર કરી ખળભળાટ મચાવ્યો છે, ઈરાની મીડિયા પ્રેસ…

Continue reading
Pakistan: અમેરિકા જો પાકિસ્તાન ઉપર હુમલો કરેતો આપણે ભારત ઉપર હુમલો કરી દઈશું!! પાકિસ્તાનની કટ્ટર માનસિકતા છતી થઈ!!
  • March 22, 2026

Pakistan: અમેરિકા અને ઈઝરાયેલે ઈરાન ઉપર હુમલો કર્યા બાદ પશ્ચિમ એશિયામાં અસ્થિરતાનો માહોલ છે ત્યારે હવે પાકિસ્તાનને એવો ડર છે કે હવે પછીનો ટાર્ગેટ પાકિસ્તાન હોય શકે છે, આ અટકળો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Iran War: વિશ્વના સૌથી એડવાન્સ અમેરિકી ફાઇટર જેટ F-35ને એકજ મિસાઇલથી ઈરાને તોડી પાડ્યું!! વિડીયો જાહેર

  • March 22, 2026
  • 3 views
Iran War: વિશ્વના સૌથી એડવાન્સ અમેરિકી ફાઇટર જેટ F-35ને એકજ મિસાઇલથી ઈરાને તોડી પાડ્યું!! વિડીયો જાહેર

Pakistan: અમેરિકા જો પાકિસ્તાન ઉપર હુમલો કરેતો આપણે ભારત ઉપર હુમલો કરી દઈશું!! પાકિસ્તાનની કટ્ટર માનસિકતા છતી થઈ!!

  • March 22, 2026
  • 3 views
Pakistan: અમેરિકા જો પાકિસ્તાન ઉપર હુમલો કરેતો આપણે ભારત ઉપર હુમલો કરી દઈશું!! પાકિસ્તાનની કટ્ટર માનસિકતા છતી થઈ!!

Iran War Update: ટ્રમ્પની ઈરાનને ચેતવણી “હોર્મુઝ માર્ગ ખોલવા 48 કલાક આપું છું!” ઈરાનની વળતી ધમકી, “આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પાણીના પ્લાન્ટ ઉડાવી દઈશું!”

  • March 22, 2026
  • 9 views
Iran War Update: ટ્રમ્પની ઈરાનને ચેતવણી “હોર્મુઝ માર્ગ ખોલવા 48 કલાક આપું છું!” ઈરાનની વળતી ધમકી, “આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પાણીના પ્લાન્ટ ઉડાવી દઈશું!”

Iran war: હોર્મુઝ પર ખરેખર કોનો અધિકાર? ઈરાન હવેથી ટેક્સ લેશે? આંતરરાષ્ટ્રીય Law શું કહે છે? જાણો

  • March 21, 2026
  • 7 views
Iran war: હોર્મુઝ પર ખરેખર કોનો અધિકાર? ઈરાન હવેથી ટેક્સ લેશે? આંતરરાષ્ટ્રીય Law શું કહે છે? જાણો

Narendramodi: મોદી સરકાર કેમ નિષ્ફળતા છુપાવે છે? જે છે તે દેખાય છે!! હોટલોમાં સ્મશાનના કોલસા ઉપર હવે તો ‘રોટી’ શેકાય છે!!

  • March 21, 2026
  • 5 views
Narendramodi: મોદી સરકાર કેમ નિષ્ફળતા છુપાવે છે? જે છે તે દેખાય છે!! હોટલોમાં સ્મશાનના કોલસા ઉપર હવે તો ‘રોટી’ શેકાય છે!!

Donald Trump: જાણીતા અર્થશાસ્ત્રીએ કહ્યું કે “ભારતમાં ગંભીર આર્થિક સંકટ ઉભું થવાનું છે!”

  • March 21, 2026
  • 9 views
Donald Trump: જાણીતા અર્થશાસ્ત્રીએ કહ્યું કે “ભારતમાં ગંભીર આર્થિક સંકટ ઉભું થવાનું છે!”