
Amreli LetterKand: અમરેલીમાં વેકરીયા વિરુધ્ધના લેટરકાંડનો વિવાદ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. આ વિવાદ ગૃહમંત્ર હર્ષ સંઘવીના નિવેદન બાદ આવ્યો છે. ગૃહમંત્રીએ ધારાસભ્યનો બચાવ કરતાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાતે મુખ્યમંત્રીને પત્ર લખી દિકરી પાયલ ગોટીનું મોરલ ડાઉન કરવાના ગંભીર આક્ષેપો મૂક્યા છે. જુઓ હર્ષ સંઘવી સામે શું આરોપ થયા છે?
ગઈ 19 માર્ચે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વિધાનસભામાં પાયલ ગોટી વિવાદ મામલે નિવેદન આપ્યું હતુ. તેમણે કહ્યુ હતુ કે પાટીદાર સમાજના ઉભરતા યુવાન કૌશિક વેકરીયા સામે ષડયંત્ર રચવામાં આવ્યું છે. આ નિવેદન મામલે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને અમરેલી જિલ્લા કોંગ્રેસ-પ્રમુખ પ્રતાપ દુધાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી ગૃહમંત્રીએ વિધાનસભામાં આપેલા નિવેદન પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. તેમણે આ ઘટનામાં નિષ્પક્ષ તપાસ અને ન્યાયની માંગણી કરી છે. તેઓનો આરોપ છે કે ‘ગરીબ દીકરીને ન્યાય આપવાને બદલે તેનું મોરલ ડાઉન કરાયું છે’ તેવો આરોપ મૂક્યો હતો.
આ સાથે પ્રતાપ દુધાતે મુખ્યમંત્રીને લખેલા પત્રમાં ગૃહમંત્રીએ આપેલા નિવેદનને આડેહાથ લેતા કહ્યું કે, ‘ચોરનો ભાઈ માસિયાઈ ચોર’ જેવી સ્થિતિનું નિર્માણ કરવામાં આવ્યું છે. ગૃહમંત્રી લાજવાની જગ્યાએ ગાજવાનું કામ કર્યું છે. તેઓ કહે છે કે કૌશિકભાઇ વેકરીયાને ફસાવવામાં સડયંત્ર કરાયું છે. તો ગુજરાતની અને અમરેલી જીલ્લાની જનતા નો સીધો જ સવાલ છે કે, આ ષડયંત્ર કોણે રચ્યું? અને અને ક્યા રચાણું? સડયંત્ર રચાયું તો ષડયંત્ર રચનાર કોણ? તેવા સવાલ કર્યા હતા.
નાર્કોટેસ્ટ થવા જોઇએ
પ્રતાપ દુધાતે વધુમાં કહ્યું હતુ કે તમામનાં નાર્કોટેસ્ટ થવા જોઇએ, ગૃહમંત્રી અવાર નવાર કહે છે કે કોઈપણ ચમરબંધીને છોડવામાં નહી આવે તો. તો પાયલ ગોટીના વિવાદમાં કેમ ઢીલ? દુધાતે વધુમાં કહ્યું આ તમામ ન્યાય પ્રક્રિયા પ્રકરણમાં માત્ર જેઓ ચિટ્ઠીના ચાકર જેવા નીચેના કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ષડયંત્રમાં સામેલ હોય તો તેમનો એફ.એસ.એલ. રીપોર્ટ કેમ જાહેર કરવામાં આવ્યો નથી?.
ઘોડાને લીલા ચશ્માં પહેરાવી સુકા ઘાસને લીલું બતાવવાના પ્રયત્ન
તેમણે પોલીસ તંત્રને આડે હાથ લેતાં પત્રમાં લખ્યું છે કે ઘોડાને લીલા ચશ્માં પહેરાવી સુકા ઘાસને લીલું બતાવવાના પ્રયત્ન ગુજરાતના ડી.જી.પી. મારફત ગુજરાતની જનતાને ગુમરાહ કરવામાં આવી રહ્યા છે કે, 100 કલાકમાં હિસ્ટ્રીશીટર આરોપીની યાદી બનાવવામાં આવે.આ ગુજરાતનાં ગૃહમંત્રીના રાજમાં ગુજરાતમાં છાસવારે બળાત્કારની ઘટનાઓ બને છે, બહેન દીકરીઓ સલામત નથી, ત્યારે પાયલ ગોટીના લેટરકાંડ પર ગૃહમંત્રીએ ગૃહમંત્રી ચાર્ટર્ડ પ્લેન મારફત આવ્યા હતા.
દૂધાતે માગ કરી છે કે ગૃહમંત્રી અને કૌશિકભાઇ વેકરીયા જેના પર ષડયંત્ર નો આક્ષેપ કરી રહ્યા છે તે તમામના નાર્કોટેસ્ટ થવા જોઇએ, અને જો પાયલગોટી લેટરકાંડમાં અમો જુઠ્ઠા હોઇએ તો અમારો પણ નાર્કોટેસ્ટ થવો જોઇએ. તેમ દૂધાતે પત્રમાં કહ્યું છે. દૂધાતના પત્ર બાદ ગુજરાતનના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.
આ પણ વાંચોઃ પાટીદાર યુવતી પાયલ ગોટી મામલે મોટો પર્દાફાશ, જુઓ વિડિયો
આ પણ વાંચોઃ Gujarat: મુખ્યમંત્રી કહે છે પહેલા અરજદારનું કામ કરો! તો નડિયાદમાં મહિલાને 25 ધક્કા કેમ ખડાવ્યા?
આ પણ વાંચોઃ ગુજરાત હાઇકોર્ટને મળ્યા 8 નવા ન્યાયાધીશો, કોને મળ્યું સ્થાન? | Gujarat High Court







