
ગુજરાતમાં વધતાં જતાં અકસ્માતના બનાવો હવે એક ચિંતાનો વિષય બન્યા છે. ત્યારે અમરેલીના જાફરાબાદમાં ફરી એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. રોડની કામગીરી દરમિયાન ટ્રકની અડફેટે ટુવ્હિલર પર સવાર એક મહિલાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ ગયું છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. ઘટનાસ્થળ પર મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ ગઈ હતી. 108 મારફતે મહિલાનો મૃતદેહ હાલ પીએમ અર્થે ખસેડાયો છે.
ઘટનાસ્થળે જ મહિલાનું મોત
બનાવની જો વાત કરીએ તો આજે સવારે અમરેલીના જાફરાબાદ તાલુકના હેમાળ ગામે નેશનલ હાઇવે કામગીરી દરમિયાન ટ્રકે ટુ-વ્હીલને અડફેટે લીધું હતુ. જેમાં રોડનો માલ લઈને આવતી ટ્રકની પાછળનું વ્હીલ ટુ વ્હિલર સવાર મહિલા પર ફરી વળતાં ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજયું છે. સમગ્ર મામલે નાગેશ્રી પોલીસે તપાસ હાથ ધરી છે. પ્રાથમિક જાણકારી અનુસાર મૃતક મહિલા ઉના તાલુકાના ઉમેજ ગામના રહેવાસી છે.
આ સમાચાર પણ વાંચોઃ AMRELI: રોડની કામગરી દરમિયાન ટ્રકની ટક્કરે મહિલાનું ઘટનાસ્થળે મોત