BOTAD: પત્ની પિયરથી ન આવતાં પતિએ કર્યો આપઘાત, માતાએ રડતાં રડતાં શું કહ્યું?

હવે દેશમાં પત્નીના ત્રાસના સતત કેસ વધ્યા છે. ગુજરાતના બોટાદમાં એક યુવકે પોતાની પત્ની પર ત્રાસ આપવાનો આરોપ લગાવીને ગળે ફાંસો ખાઈ જીવનલીલા સંકોલી લીધી છે. યુવકે એક વીડિયો બનાવી પોતાની પત્ની પર ગંભીર આરોપ લગાવ્યા અને વિનંતી કરી છે કે ‘એની એવી સ્થિતિ કરજો કે જીંદગીભર યાદ રાખે’. મૃતકના પિતાએ દીકરાની પત્ની વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ નોંધાવતા પોલીસે મૃતકની પત્ની સામે આપઘાત માટે ઉશ્કેરણીનો ગુનો નોંધ્યો છે.  આવી જ ઘટના બેંગલુરૂમાં બની હતી. જેમાં એન્જિનિયર અતુલ સુભાષે પત્નીના ત્રાસથી કંટાળી આપઘાત કરી લીધો હતો.

 

આપઘાત પહેલા વિડિયો બનાવ્યો

ગુજરાતના બોટાદમાં ઝમરાળા ગામમાં 39 વર્ષીય સુરેશ સાથળિયા સાથે લગ્ન બાજુના નવાગામની યુવતિ સાથે થયા હતાં. લગ્નના અમુક વર્ષો બાદ બંને વચ્ચે ઝઘડો થવાનું શરૂ થઈ ગયું હતું.પતિએ વીડિયો બનાવી આરોપ લગાવ્યો છે કે, મારી પત્ની કોઈને કોઈ કારણોસર પિયર જતી રહે છે. હું વારંવાર મનાવું છું છતાં તે પરત આવવા માટે તૈયાર નથી થતી. આ વખતે પણ મારી પત્ની ઝઘડો કરીને પિયર જતી રહી હતી. મેં અનેકવાર સમજાવ્યું છતાં તે પરત આવવા માટે તૈયાર નહતી. જ્યારે હું તેને લેવા સાસરે ગયો, તો પત્નીએ પાછું આવવાની ધરાર ના પાડી દીધી હતી. તે મને માનસિક રીતે ત્રાસ આપે છે અને મારી પત્ની જ મારા મોત માટે જવાબદાર રહેશે. હું પરિવારજનોને વિનંતી કરૂ છું કે, આ માટે મારી પત્નીને પાઠ ભણાવજો. બાદમાં સુરેશે ઘરે આવી ગળે ફાંસો લગાવીને આપઘાત કરી દીધો હતો.

દિકરીએ શું કહ્યું?

મૃતકની દિકરી કહ્યું કે મારી માતાના લીધે જ મારા પિતાએ આપઘાત કર્યો છે. મારી મમ્મી દોઢ મહિનાથી મારા મામાના ઘરે છે. મારા પપ્પાએ સોટીથી મારતાં મામાના ઘરે જતી રહી હતી.

 

 

મૃતકના માતાપિતાએ શું કહ્યું?

મૃતકના માતા પિતાના કહેવા મુજબ જયાબેન તેના પતિ સુરેશભાઈ સાથે વારંવાર ઝઘડો કરતા હતા અને ન કહેવાના શબ્દો કહી અપમાનિત કરતા હતા. ત્યારે બે દીકરા અને બે દીકરીઓ સહિત ચાર સંતાનોને તરછોડી વારંવાર ચાલ્યા જતા હોય, સુરેશભાઈ સાથે મારપીટ કરવા અને ઝઘડા કરવાની ઘટનાથી કંટાળી જઈ પતિ આત્મહત્યા કરી લીધી છે. મૃતકે પણ વીડિયોમાં મને છેતરીઓ છે જેથી જિંદગીભર સબક દેજો તેઓ વીડિયોમાં ઉલ્લેખ પણ કર્યો છે ત્યારે સમગ્ર ઘટના અંગે તપાસના ચક્રો ગતિમાન કરી દેવામાં આવ્યા છે.

 

આ સમાચર પણ વાંચો: UP: કોંગ્રેસને મોટો ઝટકોઃ કોંગ્રેંસનો હાથ છોડી મથુરા દત્ત જોશીએ કમળ પકડ્યું

  • Related Posts

    Surat Workers Protest: સુરતમાં 400થી 500 શ્રમિકો રસ્તા પર ઉતર્યા, શ્રમ કાયદાના અમલ અને સાપ્તાહિક રજાની માંગ સાથે કલેક્ટરને આવેદન
    • September 13, 2026

    Surat Workers Protest: સુરતમાં 400થી 500 જેટલા શ્રમિકો એકસાથે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરતાં શ્રમિકોના હકો અને શ્રમ કાયદાના અમલનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. એમ્બ્રોઇડરી સહિત અલગ અલગ ક્ષેત્રોમાં…

    Continue reading
    Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પરિવર્તન પેનલની જીત બાદ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક
    • September 13, 2026

    Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીની બહુચર્ચિત ચૂંટણી બાદ આજે આખરે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે મુકેશચંદ્ર નગીનભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ હરિભાઈ પટેલની…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Punjab Yamuna Water Dispute: અમિત શાહે ગણાવ્યા 10 જળ વિવાદ, તો યમુના બેસિનમાં પંજાબનો દાવો કેમ બહાર રહ્યો?

    • September 18, 2026
    • 2 views
    Punjab Yamuna Water Dispute: અમિત શાહે ગણાવ્યા 10 જળ વિવાદ, તો યમુના બેસિનમાં પંજાબનો દાવો કેમ બહાર રહ્યો?

    Gallantry Award Railway Concession: 37 વર્ષ બાદ સેનાના વીરતા પુરસ્કાર વિજેતાઓને મોટી રાહત, હવે AC ટ્રેનમાં મળશે મફત મુસાફરી

    • September 18, 2026
    • 3 views
    Gallantry Award Railway Concession: 37 વર્ષ બાદ સેનાના વીરતા પુરસ્કાર વિજેતાઓને મોટી રાહત, હવે AC ટ્રેનમાં મળશે મફત મુસાફરી

    Tamil Nadu Electricity Crisis: તમિલનાડુમાં વીજકાપથી લોકો પરેશાન, વધતી માંગ વચ્ચે વિજય સરકાર સામે સવાલો

    • September 18, 2026
    • 6 views
    Tamil Nadu Electricity Crisis: તમિલનાડુમાં વીજકાપથી લોકો પરેશાન, વધતી માંગ વચ્ચે વિજય સરકાર સામે સવાલો

    Saudi Arabia Houthi Conflict: હૂતી હુમલાઓ વચ્ચે સાઉદી અરેબિયાની મુશ્કેલી વધી, દાયકાઓ જૂની સુરક્ષા વ્યૂહરચના સામે ઊભા થયા સવાલ

    • September 18, 2026
    • 7 views
    Saudi Arabia Houthi Conflict: હૂતી હુમલાઓ વચ્ચે સાઉદી અરેબિયાની મુશ્કેલી વધી, દાયકાઓ જૂની સુરક્ષા વ્યૂહરચના સામે ઊભા થયા સવાલ

    Public Trust In Judiciary: ભારતમાં શું ખરેખર બેટમેનની જરૂરિયાત ઊભી થઈ છે? પોલીસ, ન્યાયતંત્ર અને વ્યવસ્થા સામે વધતો અવિશ્વાસ

    • September 18, 2026
    • 10 views
    Public Trust In Judiciary: ભારતમાં શું ખરેખર બેટમેનની જરૂરિયાત ઊભી થઈ છે? પોલીસ, ન્યાયતંત્ર અને વ્યવસ્થા સામે વધતો અવિશ્વાસ

    TMC Name Symbol Freeze: ECIએ TMCનું નામ અને ચૂંટણી ચિહ્ન ફ્રીઝ કર્યું, બંને જૂથો હવે નવા નામ-ચિહ્ન સાથે પેટાચૂંટણી લડશે

    • September 18, 2026
    • 6 views
    TMC Name Symbol Freeze: ECIએ TMCનું નામ અને ચૂંટણી ચિહ્ન ફ્રીઝ કર્યું, બંને જૂથો હવે નવા નામ-ચિહ્ન સાથે પેટાચૂંટણી લડશે