ગાયોના પેટમાં જમા થતું પ્લાસ્ટિક કાઢવાનો સચોટ દેશી ઉપાય; મળશે 100% રિઝલ્ટ

  • Others
  • February 9, 2025
  • 0 Comments
  • ગાયોના પેટમાં જમા થતું પ્લાસ્ટિક કાઢવાનો સચોટ દેશી ઉપાય; મળશે 100% રિઝલ્ટ

અમદાવાદ: દેશભરમાં વર્તમાન સમયમાં પેકેજિંગ માટે પ્લાસ્ટિકનો ઉપયોગ સૌથી વધારે થાય છે. તેથી કચરાના ઢગલાઓમાં સૌથી વધારે પ્લાસ્ટિંક જોવા મળે છે. તેવામાં શહેરો અને ગામડાઓમાં ગાયો પ્લાસ્ટિકને પણ ભોજન બનાવી દઈ રહી છે. ગામડાઓમાં તો ઠિક પણ શહેરોમાં ગાયોના પેટમાં વધારે પ્રમાણમાં પ્લાસ્ટિક જઈ રહ્યું છે. તેમાંય હરાયા ગાય અને આંખલાઓનો તો ખોરાક જ જાણે પ્લાસ્ટિક થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે.

આ પ્લાસ્ટિક ખાવાના કારણે ગાયોને ખુબ જ મુશ્કેલી પડતી હોય છે. સરકાર પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછું કરવાની જાહેરાત કરી રહી છે પરંતુ પ્લાસ્ટિક આપણા જીવન સાથે સંકળાઈ ગયું છે, તેથી તેની માત્રા ઓછી થવામાં થોડો સમય લાગશે. પરંતુ પ્લાસ્ટિક ખાવાથી ગાયોની તકલીફને દૂર કરવા માટે આપણે દેશી ઉપાય કરી શકીએ છીએ. જેથી ગૌમાતાને સરળતાથી બચાવી શકાય.

ગાયો દ્વારા અખાધ્ય પ્રદાર્થો ખાવાના લીધે તે પેટમાં જમા થાય છે અને એક સમય પછી તે એક ગાંઠ સ્વરૂપે બહાર પણ દેખાવા લાગે છે. પ્લાસ્ટિક કે ચામડું ખાવાના કારણે ક્યારેક ગાયનું મોત પણ થાય છે. જો આપણે ખરેખર ગાયને માતા માનતા હોઈએ અને તેને બચાવવા માંગતા હોઈએ તો કેટલાક દેશી ઈલાજ અપનાવી શકીએ છીએ.

200 ગ્રામ દીવેલ, 200 ગ્રામ તલનું તેલ, 200 ગ્રામ સરસીયું, 100 ગ્રામ હરડેનું ચૂર્ણ આટલું ભેગું કરીને તેના ત્રણ સરખા ભાગ કરીને ત્રણ વખત આપવાથી ગાયના પેટમાં રહેલું પ્લાસ્ટિક બહાર નિકળી જાય છે.

અન્ય એક દેશી ઉપચારમાં 100 ગ્રામ લીમડો, 100 ગ્રામ એરંડા અને 100 ગ્રામ સરસવને છાશમાં મેળવી મિશ્રણ કરવું. આ મિશ્રણ ગાયના પબેટમાં ગયા પછી રાસાણીક પ્રક્રિયા શરૂ થાય છે, તેના લીધે પેટમાં રહેલું બધુ જ પ્લાસ્ટિક મળ દ્વારા બહાર નિકળી જાય છે.

આ પ્રયોગ રાજસ્થાનની ત્રણ જેટલી ગૌશાળાઓમાં હાથ ધરવામાં આવ્યો અને તેમાં 100 ટકા સફળતા મળી હતી.

આ પણ વાંચો- શંકર ચૌધરીનું મોટું નિવેદન; થરાદ-વાવ જિલ્લામાં બનશે વધુ એક તાલુકો!

  • Related Posts

    plastic polythene: તમે જે પોલિથીનમાં શાકભાજી લાવો છો તેનાથી થઈ શકે છે કેન્સર જેવા ઘાતક રોગ
    • July 5, 2025

    plastic polythene: પ્લાસ્ટિકનું નામ સાંભળતાની સાથે જ આપણને બધે જ પોલીથીન દેખાય છે. કરિયાણાની દુકાનોથી લઈને શાકભાજી વેચનારાઓ સુધી અને ફૂડ પેકેજિંગથી લઈને બજાર સુધી, બધે જ પોલીથીનનો ઉપયોગ થાય…

    Continue reading
    Viral Video: લગ્નમાં કપલને રોલો પાડવો ભારે પડ્ચો, ફોટોશૂટના ચક્કરમાં મજાકનો શિકાર બન્યા
    • June 16, 2025

    Viral Video: હાલ સોશિયલ મીડિયા પર એક ખૂબ જ ડરામણો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક કપલ ગળામાં અજગર રાખીને ફોટોશૂટ કરાવતું જોવા મળે છે. આ વીડિયોએ લોકોને ચોંકાવી…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    આખરે EC-BJP ની ચોરી બહાર આવી, રાહુલ ગાંધીએ પુરાવા સાથે કાંડ બતાવ્યા, જુઓ

    • August 7, 2025
    • 12 views
    આખરે EC-BJP ની ચોરી બહાર આવી, રાહુલ ગાંધીએ પુરાવા સાથે કાંડ બતાવ્યા, જુઓ

    Indian Airports On High Alert: વધુ એક આતંકી હુમલાના ભણકાર, સરકારના દાવા કેમ ખોટા?

    • August 7, 2025
    • 7 views
    Indian Airports On High Alert: વધુ એક આતંકી હુમલાના ભણકાર, સરકારના દાવા કેમ ખોટા?

    Bhavnagar: ‘BJP હટાવો દેશ બચાવો’, ભાજપ નેતા યોગેશ બદાણીએ જ પોસ્ટ મૂકી દીધા પછી શું કહ્યું?

    • August 7, 2025
    • 183 views
    Bhavnagar: ‘BJP હટાવો દેશ બચાવો’, ભાજપ નેતા યોગેશ બદાણીએ જ પોસ્ટ મૂકી દીધા પછી શું કહ્યું?

    Udaipur Files:’સર તને જુદા’નો ડાયલોગ અને કન્હૈયાલાલની જીંદગી ખતમ, સત્ય ઘટના પર આધારિત ફિલ્મ ‘ઉદયપુર ફાઇલ્સ’ નું નવું ટ્રેલર રિલીઝ

    • August 7, 2025
    • 18 views
    Udaipur Files:’સર તને જુદા’નો ડાયલોગ અને કન્હૈયાલાલની જીંદગી ખતમ, સત્ય ઘટના પર આધારિત ફિલ્મ ‘ઉદયપુર ફાઇલ્સ’ નું નવું ટ્રેલર રિલીઝ

    Jammu-Kashmir: CRPF જવાનો ભરેલું વાહન 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યું

    • August 7, 2025
    • 16 views
    Jammu-Kashmir: CRPF જવાનો ભરેલું વાહન 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યું

    High Court: ગુજરાત હાઈકોર્ટમાં મૃતક સામે કેસ ચાલતો, કારણ જાણી ચોકી જશો!

    • August 7, 2025
    • 40 views
    High Court: ગુજરાત હાઈકોર્ટમાં મૃતક સામે કેસ ચાલતો, કારણ જાણી ચોકી જશો!