
3I/ATLAS: એલિયનની હાજરી વિશે વર્ષોથી એક રહસ્ય રહ્યું છે અને બ્રહ્માંડમાં પૃથ્વી સિવાય બીજે ક્યાંક જીવન છે તેવી માન્યતાઓના આધારે અત્યાર સુધી અનેક પ્રયોગો થયા છે પણ હજુ સુધી નક્કર પુરાવા મળ્યા નથી અગાઉ પણ ફ્લાઈંગ સોસરની વાતો હોય કે અવકાશમાં દેખાતા રહસ્યમય પદાર્થો એલિયનની હાજરી હોવાના દાવા થતા આવ્યા છે ત્યારે તાજેતરમાં અવકાશમાં એલિયનનું આધુનિક ટેકનોલોજીથી સજ્જ યાન દેખાયું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે અને વૈજ્ઞાનિકો આ રહસ્યમય પદાર્થ વાસ્તવમાં શુ છે તે જાણવા ખાસ રસ લઈ રહયા છે અને આ પદાર્થથી પૃથ્વીને સંભવિત ખતરો કેટલો હોય શકે તે માટે ખાસ મિશન હાથ ધરનાર છે.
આપણી આકાશગંગામાં એક રહસ્યમય અવકાશયાન છેલ્લા કેટલાક મહિનાઓથી દેખાઈ રહયુ છે જેણે વૈજ્ઞાનિકોને મૂંઝવણમાં મૂકી દીધા છે. વૈજ્ઞાનિકોએ તારાઓ વચ્ચેના આ રહસ્યમય પદાર્થને 3I/ATLAS નામ આપ્યું છે. આ બધા વચ્ચેહાર્વર્ડ યુનિવર્સિટીના ખગોળશાસ્ત્રીઓએ આશ્ચર્યજનક દાવો કર્યો છે કે તે કોઈ પદાર્થ નહીં,પણ એલિયન ટેકનોલોજીથી સજ્જ અવકાશયાન હોઈ શકે છે.
વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે અવકાશમાં દેખાતો આ પદાર્થ મેનહટન જેટલો કદનો છે અને તેનું વજન અંદાજે 33 અબજ ટન છે. સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે તે નિકલ ટેટ્રાકાર્બોનિલ ઉત્સર્જિત કરી રહ્યો છે, જે અગાઉ કોઈપણ ધૂમકેતુમાં ન જોવા મળતો પદાર્થ છે.
ધૂમકેતુઓ સામાન્ય રીતે તેમની પાછળ પ્રકાશ પ્રક્ષેપિત કરે છે, જે પૂંછડી જેવો દેખાય છે. જોકે, રહસ્યમય અવકાશયાન 3I/ATLAS પ્રકાશને આગળ પ્રક્ષેપિત કરે છે, જાણે કે તે આગળથી નીકળતો પ્રકાશ હોય. 3I/ATLAS 19 ડિસેમ્બરે પૃથ્વીની સૌથી નજીક હશે. નાસાએ અહેવાલ આપ્યો છે કે તે પૃથ્વી માટે કોઈ ખતરો નથી, કારણ કે તે પૃથ્વીથી ઓછામાં ઓછા 240 મિલિયન કિલોમીટરના અંતરે સ્થિત છે.
અલબત્ત નાસાના નેતૃત્વમાં વૈજ્ઞાનિકોની એક મોટી ટીમ આ ધૂમકેતુનું નિરીક્ષણ કરશે. તા.27 નવેમ્બર, 2025 થી 27 જાન્યુઆરી, 2026 સુધી ચાલનારા આ આંતરરાષ્ટ્રીય મિશનને ધૂમકેતુ અભિયાન કહેવામાં આવી રહ્યું છે. વિશ્વભરના અવકાશ નિષ્ણાતો ધૂમકેતુની ગતિ, દિશા અને કદને સચોટ રીતે જાણવાનો પ્રયાસ કરશે જેથી ભવિષ્યમાં પૃથ્વી સાથે અથડાઈ શકે તેવા અવકાશી પદાર્થ ઓળખવામાં મદદ કરશે,આ મિશનનું નેતૃત્વ આંતરરાષ્ટ્રીય એસ્ટરોઇડ ચેતવણી નેટવર્ક દ્વારા કરવામાં આવશે.
એવું કહેવું મુશ્કેલ નથી કે પૃથ્વીનું ભાગ્ય હવે આ રહસ્યમય દેખાતા ધૂમકેતુ 31/ATLAS ઉપર છે. આવ્યું છે, જેને કેટલાક લોકોએ “એલિયન ટેકનોલોજી” પણ ગણાવી છે. જોકે, વૈજ્ઞાનિકો કહે છે કે તે એક અજાણ્યો અને અનોખો અવકાશ પ્રવાસી છે,હાલ તે પૃથ્વી માટે ખતરો નથી છે પણ તે અંગે કહેવું મુશ્કેલ છે અને એક ચેતવણીના રૂપમાં અવગણી ન શકાય.
આ પણ વાંચો:
3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો
Bihar Election: JDUને મોટો ફટકો, મોકામાના ઉમેદવાર અનંત સિંહની ધરપકડ, ભારે તણાવનો માહોલ










