
Anand fire: આણંદની સામરખા ચોકડી નજીક આજે બપોરે 2 લક્ઝરી બસ, કાર, બાઈક સહિત કુલ 4 વાહનોમાં આગ ભભૂકી ઉઠી છે. ગેરેજમાં લાગેલી આગ વાહનોમાં પ્રસરી ગઈ હતી. સ્થાનિક લોકોને જાણ થતાં જ ફાયર વિભાગને જાણ કરતાં ચારેય વાહનોમાં પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો છે. આગની ઘટનાથી વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ છે. વાહનો બળીને રાખ થઈ ગયા છે. રાહતની વાત એ છે કે ઘટનામાં કોઈ જાનહિની થઈ નથી.
બસને વેલ્ડિંગ થતી હતી ત્યારે તણખો થયો
મળતી માહિતી જાણકારી અનુસાર આણંદ શહેરની સામરખા ચોકડી પાસે ગેરેજમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. ગેરેજમાં બનાવેલા ઘરમાં ફર્નિચર હોવાથી આગ પ્રસરી હતી અને 2 લક્ઝરી બસ, 1 કાર, 1 બાઇક આગમાં બળીને ખાખ થઇ ગઇ છે. વેલ્ડીંગ કામ દરમિયાન અચાનક આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી. આગની ઘટનામાં લક્ઝરી બસને વેલ્ડીંગ કરતા સમયે તણખો ઉડતાં આગ ભભૂકી ઉઠી હતી.
તાત્કાલિક ફાયર વિભાગની ટીમોએ ઘટનાસ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવ્યો હતો. જો કે આ આગની ઘટનામાં વાહનો બળીને સાફ થઈ ગયા છે. જેથી વાહન માલિકો સહિત ગેરેજ માલિકને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. હાલ ફાયર બ્રિગેડે ગેરેજમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો છે. ગેરેજ માલીકને ભારે નુકસાન થયું હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.
આ પણ વાંચોઃ ચીને પોતાનું સૈન્ય બજેટ વધાર્યું, ભારત માટે મોટો ખતરો કેમ? |China Defense Budget
આ પણ વાંચોઃ Panchmahal: યુવતીને ભગાડી જનાર યુવકનું ઘર પેટ્રોલ છાંટી સળગાવ્યું, 1 મહિલાને ધારિયુંના ઘા
આ પણ વાંચોઃ Delhi: 16 વર્ષ ભેગા રહ્યા પછી મહિલાએ કર્યો પુરુષ પર બળાત્કારનો કેસ, કોર્ટે શું આપ્યો ચૂકાદો?
આ પણ વાંચોઃ Rajkot: ભાજપ મહિલા કોર્પોરેટરને પગે ગોળી વાગી, રિવોલ્વર લોક હતી તો ઘટના કેવી રીતે બની?







