
Andhra Pradesh fireworks factory explosion: આંધ્ર પ્રદેશના અનાકાપલ્લે જિલ્લામાં રવિવારે ફટાકડા બનાવતી એકમમાં આગ લાગવાથી આઠ લોકોના મોત થયા છે. આ દુર્ઘટનામાં બે મહિલાઓના પણ મોત થયા છે. આ ઘટનામાં સાત અન્ય લોકો ઘાયલ થયા હોવાની માહિતી સામે આવી છે.
મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ આ દુર્ઘટના બનતાં દુઃખ વ્યક્ત કર્યું છે. વિસ્ફોટ બપોરે 12:45 વાગ્યાની આસપાસ થયો હતો. રેસ્કયૂ ટીમો હાલમાં મૃતદેહોને બહાર કાઢી રહી છે. ઘાયલોને હોસ્પિટલમાં ખસેડી રહ્યા છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે સ્થાનિક લોકો પણ ઘટનાસ્થળે પોલીસને મદદ કરી રહ્યા છે.
રાજ્યના ગૃહમંત્રી વી. અનિતાએ જણાવ્યું હતું કે આગમાં બે મહિલાઓ સહિત કુલ 8 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા છે. તેમણે કહ્યું કે ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રી નાયડુએ અનિતા અને જિલ્લા અધિકારીઓને ઘાયલોને બને તેટલી ઝડપથી તબીબી સુવિધાઓ પૂરી પાડવા નિર્દેશ આપ્યો છે. જો કે બે ઈજાગ્રસ્તો લોકોની હાલત ગંભીર હોવાની માહિતી મળી રહી છે.
ગુજરાતમાં પણ ફટાકડાં ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો
ઉલ્લેખનયી છે કે તાજેતરમાં જ ગુજરાતના બનાસકાંઠાના ડીસામાં આવેલી એક ફટાકડા ફેકટરીમાં પણ વિસ્ફોટ થયો હતો. જેમાં 22થી વધુ લોકોના મોત થયા હતા. જ્યારે 10 જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ તમામ લોકો મધ્ય પ્રદેશના હતા. ત્યારે વારંવાર આવી ઘટનાઓ સેફ્ટી અંગે શંકા ઉપજાવે છે.
આ પણ વાંચોઃ
Sabarkantha: પરિવારના 5 સભ્યોએ ઝેરી દવા પીધી, માતા-પિતાનું મોત, 3 બાળકોની હાલત નાજૂક
Narmda: સાપે ડંખ મારતાં 10 કિમી સુધી ઝોળીમાં યુવકને લઈ જવો પડ્યો, આ છે ગુજરાતીની સ્થિતિ?
Waqf પર દેશભરમાં બબાલ, રાજકીય ખેંચતાણ, CM યોગીએ કોંગ્રેસ પર નિશાન સાધી શું કહ્યું?
ચંદ્ર ગોવિંદ દાસે બંધારણના ઘડવૈયા અંગે શું કહી દીધું કે વિવાદ છેડાયો?, | Video | Chandra Govind Das
