
- પાકિસ્તાનમાં કંઈપણ થઈ શકે! આતંકી સંગઠને કરી આખી ટ્રેન હાઇજેક
પાકિસ્તાનમાં આતંકવાદી સંગઠને ટ્રેન હાઇજેક કરી લીધી હોવાના ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. બલૂચ લિબરેશન આર્મીએ દાવો કર્યો છે કે, તેણે બોલનમાં જઈને એક્સપ્રેસને હાઇજેક કરી લીધી છે અને 100 થી વધારે લોકોને બંધક બનાવ્યા છે.
આ સાથે ચેતાવણી પણ આપી છે કે, જો તેમની સામે કોઈપણ પ્રકારનું સૈન્ય અભિયાન ચલાવવામાં આવ્યું તો તમામને મોતને ઘાટ ઉતારી દેવામાં આવશે. અત્યાર સુધી છ સૈન્યકર્મીને મોતને ઘાટ ઉતારી દીધા છે. મળતી માહિતી મુજબ, ટ્રેનમાં 120 મુસાફરો સવાર હતાં.
બંધકોમાં પાકિસ્તાની સેના, પોલીસ, આતંકવાદ વિરોધી દળ (ATF) અને ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI) ના સક્રિય ફરજ બજાવતા કર્મચારીઓનો સમાવેશ થાય છે. તે બધા રજા પર પંજાબ જઈ રહ્યા હતા. BLA એ ચેતવણી આપી છે કે જો ટ્રેનમાં હાજર સૈનિકો કોઈ કાર્યવાહી કરવાનો પ્રયાસ કરશે તો બધા બંધકોને મારી નાખવામાં આવશે.
મહિલાઓ અને બાળકોને મુક્ત કરાયા
ઓપરેશન દરમિયાન BLA આતંકવાદીઓએ મહિલાઓ, બાળકો અને બલૂચ પ્રવાસીઓને મુક્ત કર્યા છે. માહિતી અનુસાર, BLAનું આત્મઘાતી એકમ મજીદ બ્રિગેડ આ મિશનનું નેતૃત્વ કરી રહ્યું છે, જેમાં ફતેહ સ્ક્વોડ, STOS અને ગુપ્તચર વિંગ ઝીરાબનો સમાવેશ થાય છે.






