
રાજુલાની ભેરાઇ ચોકડી નજીક આજે સવારે ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર એક ભયંકર અકસ્માત સર્જાયો છે. જેમાં ટ્રકચાલાકે પાછળથી બાઈકસવારોને અડફેટે લેતાં બાળક સહિત મહિલાને ગંભીર ઈજાઓ પહોંચા તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ પોલીસે ટ્રકચાલક વિરુધ્ધ વિરુધ્ધ કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર અમરેલી જીલ્લાના રાજુલા નજીક આજે સવારે એક બાળક બાઈક પર મહિલાને લઈને પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન પાછળથી આવતી ટ્રકે બંનેને ટક્કર મારતાં ફંગોળાઈ ગયા હતા. જેમાં બાઈકચાલક બાળક અને મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી છે.
આ ઘટનાની જાણ રાજુલા પોલીસને થતાં દોડી આવી હતી. જેથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલી મહિલાને 108 મારફતે જ્યારે બાળકને પોલીસની પીસીઆર વાન દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે તપાસ હાથ ધરી ટ્રકચાલક વિરુધ્ધ કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચોઃ ARAVALLI: રાજુલા નજીક બાઈકસવાર બાળક-મહિલાને ટ્રકે ટક્કર મારી, બંનેની હાલત ગંભીર