શું અભિનેતા ગોવિંદા અને તેમની પત્ની સુનિતા છૂટાછેડા લેવા જઈ રહ્યા છે?

  • India
  • February 25, 2025
  • 0 Comments
  • શું અભિનેતા ગોવિંદા અને તેમની પત્ની સુનીતા છૂટાછેડા લેવા જઈ રહ્યા છે?

બોલીવુડમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે કે, અભિનેતા ગોવિંદા અને તેમની પત્ની સુનિતા આહુજા છૂટાછેડા લેવા જઈ રહ્યા છે. જોકે, આ અંગે કોઈપણ પ્રકારની પુષ્ટિ થઈ શકી નથી, પરંતુ રિપોર્ટ્સ અનુસાર આ નિર્ણય પાછળ ઘણા કારણો છે. તાજેતરમાં જ સુનિતાએ સ્વીકાર્યું હતું કે, તે અને ગોવિંદા થોડા સમયથી અલગ-અલગ ઘરોમાં રહે છે. તેણીએ તેમની અલગ-અલગ પર્સનાલિટી અંગે પણ વાત કરી હતી.

તાજેતરમાં જ કર્લી ટેલ્સને આપેલા એક ઇન્ટરવ્યૂમાં સુનિતા આહુજાએ કહ્યું હતું કે, તેણી ઓછી વાત કરવાની અને મૂર્ખ લોકોથી પોતાની એનર્જી બચાવવાનું પસંદ કરે છે. તેણીએ કહ્યું હતું કે, “મને ઓછી વાત કરવી પસંદ છે કારણ કે, હું મૂર્ખ લોકો પાછળ પોતાની એનર્જી વેસ્ટ કરવા નથી માંગતી. જોકે, ગોવિંદાને મૂર્ખ લોકો ખૂબ પસંદ છે. તેઓ ચાર મૂર્ખ લોકો સાથે બેસે છે અને તેઓ બકવાસ કરે છે, જે મને પસંદ નથી. હું મારી એનર્જી મેડિટેશન કરવામાં અને પ્રાર્થનામાં વાપરવાનું પસંદ કરું છું.”

આ પહેલાં સુનિતા આહુજાએ એમ પણ જણાવ્યું કે, જ્યારે ગોવિંદાના લિંકઅપની અફવાઓ ફેલાતી હતી, ત્યારે તે પોતાને કેવી રીતે શાંત રાખતી હતી. સુનિતા આહુજાએ હિન્દુસ્તાન ટાઈમ્સને કહ્યું કે, “મારે પોતાનું દિલ કઠોર રાખવું પડતું હતું, કારણ કે ક્યારેક અહીં લિંકઅપ, ક્યારેક ત્યાં. પરંતુ તે ક્યારેક નોનસ્ટોપ કામ કરતો રહેતો હતો, જેથી તેની પાસે ક્યારેય અફેર કરવાનો સમય નહોતો રહેતો. હવે તે કામ નથી કરી રહ્યો, તો મને ઇનસિક્યોર ફીલ થાય છે કે, તેનું કોઈ અફેર ન હોય. લોકો 60 બાદ પાગલ થઈ જાય છે.”

આ પણ વાંચો- શું સરકારે SC, ST, OBC અને લઘુમતી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ બંધ કરી દીધી છે?

જોકે આ પહેલા સુનિતા આહુજાએ શિરડી ટુડેને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, “કોઈ પણ અમને અલગ કરી શકશે નહીં. મને તેમની સાથે ખૂબ મજા આવે છે. એવા બહારના લોકો છે, જે ઘર તોડવા માંગે છે. હું કોઈને ઘર તોડવા નહીં દઉં. હું જીતીશ કારણ કે બાબા (શિરડીના સાંઈ બાબા) મારી સાથે છે.”

સુનિતા આહુજાએ તાજેતરમાં હિન્દી રશને આપેલા એક ઇન્ટરવ્યુમાં આ વાતનો ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, “અમારા બે ઘર છે, અમારા એપાર્ટમેન્ટની સામે એક બંગલો છે. ફ્લેટમાં મારું મંદિર અને મારા બાળકો છે. અમે ફ્લેટમાં રહીએ છીએ જ્યારે તે તેની મીટિંગ પછી મોડે સુધી આવે છે. તેને વાત કરવી ગમે છે, તેથી તે 10 લોકોને ભેગા કરે છે અને તેમની સાથે બેસીને વાતો કરે છે.”

સુનિતા આહુજાએ આગળ કહ્યું હતું કે, “જ્યારે હું, મારો દીકરો અને મારી દીકરી સાથે રહીએ છીએ, ત્યારે અમે ભાગ્યે જ વાત કરીએ છીએ કારણ કે મને લાગે છે કે, જો તમે વધારે પડતી વાતો કરીને તમારી શક્તિનો વ્યય કરો છો, તો તે ખૂબ મુશ્કેલ છે.” આ જ ઇન્ટરવ્યુમાં સુનિતાએ એમ પણ કહ્યું હતું કે, તે આગામી જન્મમાં ગોવિંદાને પોતાનો પતિ બનાવવા માંગતી નથી.

સુનિતા આહુજાએ કહ્યું હતું કે, “મેં તેમને કહ્યું છે કે, આગામી જીવનમાં તે મારા પતિ ન હોવા જોઈએ. તે રજાઓ પર જતા નથી. હું એવી વ્યક્તિ છું જે મારા પતિ સાથે બહાર જવા અને રસ્તાઓ પર પાણીપુરી ખાવા માંગે છે. તે કામ પર ઘણો સમય વિતાવે છે… મને એક પણ પ્રસંગ યાદ નથી, જ્યારે અમે બંને ફિલ્મ જોવા ગયા હોઈએ.”

અહેવાલ મુજબ, ગોવિંદા અને સુનિતા આહુજાએ ઘણા કારણોસર તેમના લગ્નનો અંત લાવવાનો નિર્ણય લીધો છે. ઘણા અપ્રમાણિત સ્ત્રોતોમાંથી મળેલા અહેવાલો અનુસાર, તેમના સતત મતભેદો અને અલગ જીવન આ પાછળનું મુખ્ય કારણ છે. ગોવિંદાની 30 વર્ષીય મરાઠી અભિનેત્રી સાથે વધતી જતી નિકટતા તેમના કથિત અલગ થવાનું એક કારણ હોવાનું કહેવાય છે.

આ પણ વાંચો-ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસને ચાર ભારતીય કંપનીઓ ઉપર મૂક્યો પ્રતિબંધ; ભારત પર કેવો પડશે પ્રભાવ?

  • Related Posts

    Lok Sabha: ‘ચીની ટેન્ક લદ્દાખ સુધી ઘૂસી ગઈ હતી!’ રાહુલના સવાલ ઉપર સ્પીકરે માઇક્રોફોન બંધ કર્યુ !
    • February 2, 2026

    ■ જનરલ નરવણેના પુસ્તકમાંથી 9 મુદ્દા ટાંકીને રાહુલ ગાંધીએ હોબાળો મચાવ્યો! શાહ અને રાજનાથસિંહ રાહુલને અટકાવતા રહયા! Lok Sabha: લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ દરમિયાન ભારે હોબાળો થયો તેઓએ ભૂતપૂર્વ આર્મી…

    Continue reading
    Lok Sabha: ચીન મુદ્દે રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપનું આક્રમક વલણ કહ્યું”માફી માંગો!”
    • February 2, 2026

    Lok Sabha: લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ વખતે વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ પોતાના ભાષણ વખતે ચીંનની ટેન્ક લદાખ સુધી ઘૂસી ગયાનો મુદ્દો ઉઠાવતા ભાજપે રાહુલ સામે ગૃહની મર્યાદા તોડવાનો…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Lok Sabha: ‘ચીની ટેન્ક લદ્દાખ સુધી ઘૂસી ગઈ હતી!’ રાહુલના સવાલ ઉપર સ્પીકરે માઇક્રોફોન બંધ કર્યુ !

    • February 2, 2026
    • 2 views
    Lok Sabha: ‘ચીની ટેન્ક લદ્દાખ સુધી ઘૂસી ગઈ હતી!’ રાહુલના સવાલ ઉપર સ્પીકરે માઇક્રોફોન બંધ કર્યુ !

    Lok Sabha: ચીન મુદ્દે રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપનું આક્રમક વલણ કહ્યું”માફી માંગો!”

    • February 2, 2026
    • 4 views
    Lok Sabha: ચીન મુદ્દે રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપનું આક્રમક વલણ કહ્યું”માફી માંગો!”

    Air India: એર ઇન્ડિયાનું વધુ એક વિમાન ક્રેશ થતાં બચ્યુ! અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાન AI171 જેવીજ સમસ્યા ધ્યાને આવતા પાયલોટ્સ ચોંકી ઉઠ્યા! દુર્ઘટના ટળી!

    • February 2, 2026
    • 3 views
    Air India: એર ઇન્ડિયાનું વધુ એક વિમાન ક્રેશ થતાં બચ્યુ! અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાન AI171 જેવીજ સમસ્યા ધ્યાને આવતા પાયલોટ્સ ચોંકી ઉઠ્યા! દુર્ઘટના ટળી!

    Opera Energy: ઓપેરાની દાદાગીરી, અહીં ખેડૂતોનું સાંભળનાર કોઈ નથી! પોલીસ કામગીરી ઉપર સવાલ,જુઓ વિડીયો

    • February 2, 2026
    • 3 views
    Opera Energy: ઓપેરાની દાદાગીરી, અહીં ખેડૂતોનું સાંભળનાર કોઈ નથી! પોલીસ કામગીરી ઉપર સવાલ,જુઓ વિડીયો

    Budget 2026: મોદી સરકાર હવે યુવાનોને “રીલ માસ્ટર” બનાવશે! જોરદાર આઈડિયા “રીલ બનાવો પૈસા કમાવો!” જાણો, વિશ્લેષકો શુ કહે છે!

    • February 2, 2026
    • 5 views
    Budget 2026: મોદી સરકાર હવે યુવાનોને “રીલ માસ્ટર” બનાવશે! જોરદાર આઈડિયા “રીલ બનાવો પૈસા કમાવો!” જાણો, વિશ્લેષકો શુ કહે છે!

    Donald Trump: “અબજોપતિઓ”વિરુદ્ધ અનેક અશ્લીલ તસવીરો-વીડિયોના પુરાવા હોવાછતાં નવો કેસ નહીં થાય! “શુ કાયદા ગરીબો માટેજ બન્યા છે?”

    • February 2, 2026
    • 13 views
    Donald Trump: “અબજોપતિઓ”વિરુદ્ધ અનેક અશ્લીલ તસવીરો-વીડિયોના પુરાવા હોવાછતાં નવો કેસ નહીં થાય! “શુ કાયદા ગરીબો માટેજ બન્યા છે?”