Rajya Sabha Elections 2026: રાજ્યસભા ચૂંટણીમાં વિપક્ષના 11 ધારાસભ્યોનું ક્રોસ વોટિંગ ભાજપને ફળ્યું! NDAએ બાજી મારી

  • India
  • March 17, 2026
  • 0 Comments

Rajya Sabha Elections 2026: દેશમાં બંગાળ, આસામ અને તમિલનાડુમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે જેની રાજકીય પક્ષોમાં પૂર્વ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે તે અગાઉ રાજ્યસભા ચૂંટણીમાં NDAએ બાજી મારી લીધી છે.

દેશભરમાં ભારે ઉત્સુકતા વચ્ચે રાજ્યસભાની 37 બેઠકો માટે 10 રાજ્યોની થયેલી ચૂંટણીના પરિણામો મોડી રાતે જાહેર થયા જેમાં બિહાર, ઓડિશા અને હરિયાણામાં 26 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા, જ્યારે બાકીની અન્ય બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં બિહારની તમામ પાંચ બેઠકો ઉપર NDAએ જીત મેળવી છે, જ્યારે ઓડિશામાં BJD અને કોંગ્રેસના ધારાસભ્યોના ક્રોસ-વોટિંગને કારણે ભાજપને બે બેઠકો મળી છે.

વિગતો મુજબ દેશના 10 રાજ્યોમાં રાજ્યસભાની 37 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં આસામ, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, તમિલનાડુ, મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ અને તેલંગાણામાં 26 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા હતા જ્યારે 11 બેઠકો માટે બિહાર, ઓડિશા અને હરિયાણામાં મતદાન થયું હતુ જેમાં બિહારમાં 5, ઓડિશામાં 4 અને હરિયાણામાં 2 બેઠકોનો સમાવેશ થાય છે આ બધા વચ્ચે હરિયાણામાં બેલેટ પેપરની ગોપનિયતા ભંગ મામલે માથાકૂટ થતાં ભાજપ અને કોંગ્રેસે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી આ બબાલને કારણે મતગણતરી 5 કલાક સુધી બંધ રહેતા છેક મોડી રાત્રે પરિણામો આવ્યા હતા.

NDAએ બિહારની તમામ પાંચ રાજ્યસભા બેઠકો પર જીત મેળવી છે. એક બેઠક માટે NDA અને મહાગઠબંધનના ઉમેદવાર વચ્ચે ટક્કર જામી હતી. આ બધા વચ્ચે મહાગઠબંધનના 4 ધારાસભ્યો મતદાનથી દૂર રહેતા NDA ના ઉમેદવારને તેનો ફાયદો થયો હતો જ્યારે ઓડિશામાં BJD અને કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોના ક્રોસ-વોટિંગના કારણે ભાજપે 2 બેઠકો જીતી લીધી.

ઓડિશામાં રાજ્યસભાની ચાર બેઠકો માટે યોજાયેલી ચૂંટણી દરમિયાન બેલેટ પેપરની ગોપનિયતાના ભંગ અને મતદાનને પ્રભાવિત કરવાના પ્રયાસો અંગે હોબાળો મચ્યો હતો અનેક BJD અને કોંગ્રેસ ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કરીને પક્ષમાં બળવો કરી ભાજપને ફાયદો કરાવ્યો હોવાનો સૂર ઉઠ્યો હતો જેમાં BJDના આઠ જેટલા ધારાસભ્યોએ ભાજપ માટે ક્રોસ-વોટિંગ કર્યાનું સામે આવ્યું છે.

હરિયાણાની વાત કરવામાં આવેતો અહીં પણ ભારે હોબાળો મચ્યો હતો જેમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ એક બીજા પર આરોપો લગાવતા રહયા દરમિયાન કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ ચૂંટણી પંચને ભાજપની દખલગીરી અંગે લેખિત ફરિયાદ કરી હતી,મોડી રાત્રે ચૂંટણી પંચે ભાજપના ધારાસભ્ય અનિલ વિજના મતને અમાન્ય કરવાની કોંગ્રેસની માંગ નકારી કાઢી અનિલ વિજનો મત માન્ય રાખ્યો હતો અને કોંગ્રેસના ધારાસભ્ય ભરત બેનીવાલના મતને પણ ચૂંટણી પંચે માન્ય રાખ્યો હતો. જોકે, કોંગ્રેસ ધારાસભ્ય પરમવીર સિંહના મતને અમાન્ય કરવાની ભાજપની અરજી ચૂંટણી પંચે સ્વીકારી લીધી હતી. હરિયાણામાં બે રાજ્યસભા બેઠકો માટે ત્રણ ઉમેદવારો વચ્ચે જંગ થયો જેમાં કોંગ્રેસના કરમવીર સિંહ બૌધ અને ભાજપના સંજય ભાટિયા વિજેતા બન્યા હતા.આમ આખી ચૂંટણીમાં પ્રક્રિયા દરમિયાન વિપક્ષના 11 ધારાસભ્યોનું ક્રોસ વોટિંગ મહત્વનું રહ્યું અને ભાજપને ફાયદો થયો હતો.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Related Posts

Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા
  • September 16, 2026

Manusmriti and BR Ambedkar: 26 નવેમ્બર 1949ના રોજ ભારતનું બંધારણ અપનાવવામાં આવ્યું તેના બે દિવસ પહેલાં સમાજ સુધારક અને કોંગ્રેસ નેતા કેશવરાવ જેધેએ ડૉ. બી.આર. આંબેડકર અને તેમના સાથીઓને બંધારણ…

Continue reading
Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા
  • September 16, 2026

Noise Pollution India: દિલ્હીના કિલોકરી વિસ્તારમાં જાણીતા મણિપુરી સંગીતકાર, શિક્ષક અને રૉક બૅન્ડ ફીનિક્સના ગિટારિસ્ટ ચોંગથામ વિક્રમ સિંહની હત્યાએ ભારતમાં વધતા ધ્વનિ પ્રદૂષણ અને જાહેર સ્થળે અવાજના ઉપયોગ અંગે ગંભીર…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

  • September 16, 2026
  • 3 views
Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

  • September 16, 2026
  • 4 views
Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

  • September 16, 2026
  • 5 views
UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

  • September 16, 2026
  • 9 views
Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

  • September 16, 2026
  • 9 views
‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત

  • September 16, 2026
  • 12 views
Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત