
Ahmedabad: વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે હાર્દિક પટેલ સામે અમદાવાદની સેશન્સ કોર્ટે બિનજામીનપાત્ર ધરપકડ વોરંટ જારી કર્યું છે. આ વોરંટ 2018માં પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS) દ્વારા કરવામાં આવેલા આંદોલન દરમિયાન નોંધાયેલા એક ગુના સંદર્ભે બહાર પાડવામાં આવ્યું છે. જેમાં હાર્દિક પટેલ સહિત ગીતા, કિરણ અને આશિષ પટેલ વિરુદ્ધ આ કેસમાં ગુનો નોંધાયો હતો.
સુનાવણીમાં હાજર ન રહેતા વોરંટ જારી
આ કેસમાં હાર્દિક પટેલ વારંવાર કોર્ટની સુનાવણીમાં હાજર રહ્યા ન હોવાને કારણે કોર્ટે આ કડક પગલું ભર્યું છે. 2015માં પાટીદાર સમાજના અનામત આંદોલન દરમિયાન થયેલી હિંસા અને રાજદ્રોહના આરોપોને લઈને આ કેસ નોંધાયો હતો. અમદાવાદની સેશન્સ કોર્ટે આગામી સુનાવણીમાં હાર્દિકને હાજર થવા આદેશ આપ્યો હતો, પરંતુ તેમની ગેરહાજરીને કારણે આ વોરંટ જારી થયું છે.
રાજકીય વર્તુળોમાં ચર્ચા
ઉલ્લેખનીય છે કે, આ પહેલાં પણ હાર્દિક સામે 2020માં આવું જ વોરંટ બહાર પાડવામાં આવ્યું હતું, જેને ગુજરાત હાઈકોર્ટે 2023માં રદ કર્યું હતું. હાલમાં હાર્દિક ભાજપના ધારાસભ્ય છે અને આ ઘટનાએ રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે. કોર્ટે પોલીસને હાર્દિકને ઝડપીને કોર્ટ સમક્ષ હાજર કરવા આદેશ આપ્યો છે. આ મામલે હાર્દિકના વકીલે હજુ સુધી કોઈ નિવેદન આપ્યું નથી.
આ પણ વાંચો:
Nepal Gen-Z Revolution: ભાવનગરના 40થી વધુ શ્રદ્ધાળુઓ નેપાળમાં ફસાયા, મદદ માટે કરી અપીલ









