શું અરવિંદ કેજરીવાલે ખરેખર દિલ્હીમાં શિક્ષણનું ચિત્ર બદલી નાખ્યું છે?

  • શું અરવિંદ કેજરીવાલે ખરેખર દિલ્હીમાં શિક્ષણનું ચિત્ર બદલી નાખ્યું છે?

દિલ્હી હોય કે દેશનો અન્ય કોઈ ભાગ, અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) દિલ્હીની શિક્ષણ નીતિના વખાણ કરવાની કોઈ જ તક છોડતા નથી.

2022માં ગુજરાત ચૂંટણીથી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના એક સરકારી શાળામાં પહોંચ્યા હતા. આ દરમિયાન પીએમ મોદી ક્લાસરૂમમાં બાળકો વચ્ચે બેસેલા નજરે પડ્યા હતા.

આમ આદમી પાર્ટીએ આને દિલ્હીની શિક્ષણ ક્રાંતિની અસર ગણાવી અને ક્રેડિટ અરવિંદ કેજરીવાલને આપી હતી. દિલ્હીના તત્કાલિન ઉપમુખ્યમંત્રી અને ડિપ્ટી સીએમ મનીષ સિસોદિયાએ ટ્વિટ કર્યું, “આ અમને જેલમાં મોકલશે. અમે તેમણે શાળામાં મોકલીશું.”

જોકે, વિપક્ષ પાર્ટી કોંગ્રેસ અને બીજેપી આને શિક્ષણના નામ પર અરવિંદ કેજરીવાલનો ફ્લોપ શો ગણાવે છે.

ત્રણ જાન્યુઆરીએ પીએમ મોદીએ દિલ્હીની એક રેલીમાં કહ્યું કે, દિલ્હીમાં જે લોકો રાજ્ય સરકારમાં પાછલા દસ વર્ષથી છે, તેમણે અહીંની શાળાની શિક્ષણ વ્યવસ્થાને ખુબ જ નુકશાન પહોંચાડ્યું છે. દિલ્હીમાં એવી સરકાર બેસી છે, જેને દિલ્હીના બાળકોના ભવિષ્યની ચિંતા નથી. જે પૈસા સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ ભારત સરકારે આપ્યા તેના અડધા પણ અભ્યાસ પાછળ ખર્ચ કરી શક્યા નથી.

રવિવારે કોંગ્રેસ નેતા અજય માકને દિલ્હીમાં શિક્ષાના મુદ્દા પર એક પ્રેસ કોન્ફ્રન્સ કરી હતી.

અજય માકને સવાલ ઉઠાવ્યો, “જો તમારો (અરવિંદ કેજરીવાલ) શિક્ષણ મોડલ એટલો સારો છે તો બાળકો સરકારી શાળાઓ છોડીને ખાનગી શાળાઓમાં કેમ જઈ રહ્યા છે?”

અરવિંદ કેજરીવાલે ત્રણ વખત (2013, 2015 અને 2020) દિલ્હીના મુખ્યમંત્રી પદની શપથ લીધી છે. ત્રણેય કાર્યકાળને મળીને કેજરીવાલ લગભગ દસ વર્ષ મુખ્યમંત્રી રહ્યા છે.

અરવિંદ કેજરીવાલ ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનથી સત્તામાં આવ્યા અને ધીમે ધીમે તેમણે પોતાનું એજન્ડા પાણી, શિક્ષણ અને આરોગ્ય પર શિફ્ટ કર્યું.

2015માં આમ આદમી પાર્ટીએ વચન આપ્યું હતું કે જો તેઓ સત્તામાં આવશે તો શિક્ષણ ક્ષેત્રમાં ક્રાંતિ લાવી દેશે. ત્યારબાદથી દિલ્હી સરકાર બજેટનો લગભગ 20-25 ટકા ખર્ચ શિક્ષણ પર કરી રહી છે. આ દેશના તમામ રાજ્યોમાં સૌથી વધુ છે.

આ પણ વાંચો- અમરેલી લેટરકાંડ બાબતે દિલીપ સંઘાણીનો મુખ્યમંત્રીને પત્ર; કહ્યું- નાર્કો ટેસ્ટ કરાવો

જોકે, કુલ રાજ્ય ઘરેલુ ઉત્પાદન એટલે કે ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટના પ્રમાણમાં શિક્ષણ પર ખર્ચના મામલે દિલ્હી બાકી રાજ્યોની તુલનામાં પાછળ છે.

શિક્ષણ મંત્રાલયની રિપોર્ટ મુજબ, વર્ષ 2021-22 માં દિલ્હીએ પોતાની જીએસડીપીનું 1.63 ટકા ખર્ચ કર્યું. જીએસડીપીની તુલનામાં શિક્ષણ પર ખર્ચના મામલે દિલ્હી તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની યાદીમાં સૌથી નીચે છે. જો રાષ્ટ્રીય સ્તરે શિક્ષણ પર કુલ ખર્ચની વાત કરીએ તો ભારતે 2021-22 માં પોતાની જીડીપીનું 4.12 ટકા ખર્ચ કર્યું હતું.

વર્તમાનમાં આતિશી દિલ્હીની મુખ્યમંત્રી છે અને શિક્ષણ વિભાગ પણ તે પોતે સંભાળે છે.

દિલ્હી સરકારનો દાવો છે કે સ્માર્ટ ક્લાસ, સ્વિમિંગ પૂલ, લાઇબ્રેરી અને આધુનિક લેબ જેવી સુવિધાઓએ સરકારી શાળાઓને ખાનગીના સમકક્ષ ઉભા કરી દીધા છે. પરંતુ બાળકોની ગેરહાજરી હજી પણ એક મોટો પડકાર છે.

વર્ષ 2022-23 માં દિલ્હીની એક હજારથી વધુ સરકારી શાળાઓમાં લગભગ 17.85 લાખ વિદ્યાર્થીઓ ભણતા હતા. આ વિદ્યાર્થીઓમાંથી 6.67 લાખ વિદ્યાર્થીઓ (લગભગ 33%) એપ્રિલ 2023 થી ફેબ્રુઆરી 2024 વચ્ચે સતત સાત દિવસ અથવા 30 દિવસોમાંથી 20 દિવસ સુધી ગેરહાજર રહ્યા.

ડ્રોપ આઉટને જોતા દિલ્હી સરકારે જૂન, 2024 માં એક નિર્ણય લીધો, જેના ઘણા લોકોએ ટીકા કરી.

દિલ્હીના શિક્ષણ નિર્દેશાલયે સરકારી શાળાઓને કહ્યું કે નવમી ક્લાસમાં બે વખત નાપાસ થનારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક સત્ર 2024-25 માટે એનઆઈઓએસમાં પ્રવેશ અપાવવો. એનઆઈઓએસ એટલે કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ.

સરકારનો આ નિર્ણય પાછળનો તર્ક હતો કે નાપાસ થઈને શાળા છોડનારા વિદ્યાર્થીઓ માટે અનૌપચારિક શિક્ષણના રસ્તા ખુલશે. જોકે ટીકા કરનારા લોકોનું કહેવું હતું કે દિલ્હી સરકાર દસમીનું પરિણામ સુધારવા માટે નબળા વિદ્યાર્થીઓને નવમીમાં રોકી રહી છે.

પ્રોફેસર જેએસ રાજપૂત નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (એનસીઈઆરટી)ના પૂર્વ ચેરમેન છે.

પ્રોફેસર જેએસ રાજપૂતનું કહેવું છે કે દિલ્હીમાં એવું કંઈ ખાસ થયું નથી, જેના કારણે તેને શિક્ષણના મામલે બીજા રાજ્યો કરતાં શ્રેષ્ઠ કહી શકાય.

દિલ્હીની શિક્ષણ નીતિ પર જેએસ રાજપૂત કહે છે, “અરવિંદ કેજરીવાલે જ્યારે આ જાહેરાત કરી હતી કે તેઓ શાળાઓ પર ધ્યાન આપશે ત્યારે મારા અંદર એક આશા જાગી હતી. 500 નવી શાળાઓ બનાવવાની વાત કરવામાં આવી હતી પરંતુ એવું થયું નથી. ફક્ત કેટલીક શાળાઓમાં રૂમ અને લેબ બનાવવામાં આવ્યા છે. હજારો બાળકોને ધોરણ 9માં રોકી દેવામાં આવે છે અને પછી આ બાળકો ઓપન સ્કૂલમાંથી અભ્યાસ કરવા માટે મજબૂર થઈ જાય છે. જ્યાં સુધી આ પ્રકારની પ્રવૃત્તિઓ ચાલુ રહેશે ત્યાં સુધી શિક્ષણમાં સુધારો થઈ શકશે નહીં.”

જોકે, દિલ્હી સરકાર તરફથી શિક્ષકોને તાલીમ માટે વિદેશ મોકલવાનું જેએસ રાજપૂત એક સારી પહેલ માને છે.

આપની રાષ્ટ્રીય પ્રવક્તા પ્રિયંકા કક્કડ કહે છે કે દિલ્હી સરકારે ભલે નવી શાળાઓ ઓછી બનાવી છે પરંતુ જૂની શાળાઓને નવી બનાવી દીધી છે.

દિલ્હીમાં સરકારમાં આવ્યા પછી અરવિંદ કેજરીવાલે સરકારી શાળાઓના શિક્ષકોને દુનિયાના અલગ-અલગ શૈક્ષણિક સંસ્થાઓમાં તાલીમ માટે મોકલ્યા છે. તેમાં ઓક્સફોર્ડ અને કેમ્બ્રિજ જેવી યુનિવર્સિટીઓ પણ સામેલ છે. આ યોજનાના અંતર્ગત દિલ્હી સરકાર અત્યાર સુધીમાં એક હજારથી વધુ શિક્ષકોને વિદેશ મોકલી ચૂકી છે.

આ પણ વાંચો- વિશ્વના 10 સૌથી શક્તિશાળી દેશોમાં ભારતને કેમ ન મળ્યું સ્થાન?

દિલ્હી યુનિવર્સિટીના શિક્ષણ સંકુલમાં સહાયક પ્રોફેસર લતિકા ગુપ્તા દિલ્હીના શિક્ષણ મોડલ પર સવાલ ઉઠાવે છે.

લતિકા ગુપ્તાનું કહેવું છે, “દિલ્હીમાં મુઠ્ઠીભર શાળાની ઇમારતોનું નિર્માણ થયું છે. તમે શાલીમાર બાગ, કલ્યાણ વિહાર અને નેહરુ વિહાર જેવા વિસ્તારોમાં જાઓ, અહીંની શાળાઓમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સ્તરે ખાસ કામ થયું નથી. નો ડિટેન્શન પોલિસી હટાવી તો આઠમીના બાળકો નાપાસ થવા લાગ્યા. 9મી અને 11મીમાં નાપાસ થનારા બાળકોની સંખ્યા પણ સતત વધી રહી છે પરંતુ આ આંકડાઓનો સરકાર પ્રચાર કરતી નથી.”

દિલ્હીના સરકારી શાળાઓમાં સરકાર અલગ-અલગ કરિક્યુલમ જેમ કે- હેપીનેસ કરિક્યુલમ અને દિલ્હી આર્ટ્સ કરિક્યુલમ ચલાવે છે. તેમાં અભ્યાસ સાથે બાળકોને ખુશ રાખવા સાથે યોગ, ધ્યાન, સંગીત, નૃત્ય અને થિયેટર વગેરે વસ્તુઓ શીખવવામાં આવે છે.

લતિકા ગુપ્તા કહે છે, “સરકાર આ પ્રકારના કરિક્યુલમને બાળકોના પક્ષમાં ગણાવે છે પરંતુ શિક્ષકો પર પડનારા ગેર-શૈક્ષણિક કામોના ભાર પર કોઈનું ધ્યાન નથી જતું. મારા ભણાવેલા વિદ્યાર્થીઓ ઘણી વખત આને લઈને પોતાની પરેશાનીઓ જણાવે છે. અલગ-અલગ કરિક્યુલમના ઇવેન્ટ થાય છે અને શિક્ષકો પર ગેર-શૈક્ષણિક પ્રવૃત્તિઓનો ભાર વધે છે.”

જોકે, લતિકા ગુપ્તા શિક્ષણને રાજકારણમાં મુખ્ય મુદ્દો બનાવવું આમ આદમી પાર્ટીનો એક સારો પગલું ગણાવે છે.

આંકડા શું કહે છે આંકડા?
સરકારી શાળાઓ: 2015 માં દિલ્હી ચૂંટણી પહેલા, આમ આદમી પાર્ટીએ તેના મેનિફેસ્ટોમાં 500 નવી સરકારી શાળાઓ બનાવવાનું વચન આપ્યું હતું. 2015માં જ્યારે અરવિંદ કેજરીવાલ સત્તામાં આવ્યા ત્યારે દિલ્હીમાં 1007 સરકારી શાળાઓ હતી. દિલ્હી સરકારના શિક્ષણ નિયામકની સત્તાવાર વેબસાઇટ અનુસાર, હાલમાં આ સંખ્યા 1082 પર પહોંચી ગઈ છે. એટલે કે આમ આદમી પાર્ટીના દસ વર્ષના કાર્યકાળ દરમિયાન ફક્ત 75 નવી શાળાઓ જ બનાવવામાં આવી હતી.

પાસ-ફેલ: 2016 થી 2023 સુધી, દિલ્હીના ધોરણ 12 ના પરિણામો CBSE ના અખિલ ભારતીય પરિણામો કરતા આગળ રહ્યા છે. દિલ્હીમાં 2021 થી 2023 દરમિયાન ધોરણ 10 ના પરિણામોએ CBSE ના અખિલ ભારતીય પરિણામને પડકાર ફેંક્યો છે. 2022માં ધોરણ 10માં CBSEનું અખિલ ભારતીય પરિણામ 94.40 ટકા હતું જ્યારે દિલ્હીની સરકારી શાળાઓમાં આ પરિણામ 97 ટકા હતું.

જોકે, ધોરણ 9 અને 11 માં નાપાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે. વર્ષ 2023-24માં ધોરણ નવમાં ભણતા એક લાખ વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા. 2022-23માં આ આંકડો 88 હજાર 409 હતો, 2021-22માં 28 હજાર 531 અને 2020-21માં 31 હજાર 540 વિદ્યાર્થીઓ નવમાની પરીક્ષા પાસ કરી શક્યા ન હતા.

ધોરણ 11 માં, શૈક્ષણિક સત્ર 2023-24 માં 51 હજાર 914 વિદ્યાર્થીઓ નાપાસ થયા, વર્ષ 2022-23માં 54 હજાર 755, વર્ષ 2021-22માં 7,246 અને વર્ષ 2020-21માં 2,169 વિદ્યાર્થીઓ નાપાસ થયા.

આ પણ વાંચો- Ahmedabad: ઈ-કોમર્સ સાઈટને હેક કરવા મામલે વધુ એકની ધરપકડ? ટોળકી સાઈટ સાથે છેડછાડ કરી કરોડો રુપિયા કેવી રીતે કમાતી?

ધોરણ 9 અને 11 માં નાપાસ થનારા વિદ્યાર્થીઓની વધતી સંખ્યા અંગે, ટીકાકારો કહે છે કે આ ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓના પરિણામો વધારવા માટે કરવામાં આવી રહ્યું છે.

શિક્ષક-વિદ્યાર્થી ગુણોત્તર: ભારત સરકારનું કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય, દર વર્ષે દેશભરની શાળાઓ માટે ‘યુનિફાઇડ ડિસ્ટ્રિક્ટ ઇન્ફર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન પ્લસ (UDISE+)’ રિપોર્ટ બહાર પાડે છે.

રિપોર્ટ મુજબ, દિલ્હીમાં છઠ્ઠાથી આઠમા ધોરણમાં શિક્ષક-વિદ્યાર્થીનો ગુણોત્તર સૌથી ખરાબ છે. પ્રાથમિક સ્તરે (ધોરણ 1-5), આ ગુણોત્તર બિહાર પછી બીજા ક્રમનો સૌથી ખરાબ છે.

દિલ્હીમાં, છઠ્ઠાથી આઠમા ધોરણના 28 વિદ્યાર્થીઓ માટે એક શિક્ષક છે. પશ્ચિમ બંગાળમાં પણ આવી જ સ્થિતિ છે. દિલ્હીમાં, ધોરણ 1 થી 5 સુધીના 30 વિદ્યાર્થીઓ માટે એક શિક્ષક છે. દિલ્હીથી પણ આગળ બિહાર છે કેમ કે જ્યાં 32 વિદ્યાર્થીઓ માટે એક શિક્ષક છે.

ખાનગી અને સરકારી શાળાઓમાં પ્રવેશ: અરવિંદ કેજરીવાલ ચૂંટણી ભાષણો અને ઇન્ટરવ્યુમાં દાવો કરે છે કે બાળકો દિલ્હીમાં ખાનગી શાળાઓ છોડીને સરકારી શાળાઓમાં પ્રવેશ લઈ રહ્યા છે.

આંકડાઓ પર નજર કરીએ તો સ્પષ્ટ થાય છે કે કેજરીવાલના કાર્યકાળ દરમિયાન ખાનગી શાળાઓમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો હતો. પછી કોરોના દરમિયાન આવા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો હતો.

2014-15માં કુલ પ્રવેશમાં ખાનગી શાળાઓનો હિસ્સો 30.52 ટકા હતો અને2019-20 સુધીમાં તે વધીને 42.65 ટકા થયો હતો. 2021-22માં, તે ઘટીને 35.54 ટકા થઈ ગયું હતું પરંતુ બીજા જ વર્ષે, 2022-23માં, તે વધીને 36.79 ટકા થઈ ગયું.

2021માં જ્યારે ખાનગી શાળાઓમાં પ્રવેશ લેનારા લોકોની સંખ્યામાં ઘટાડો થયો, ત્યારે કેજરીવાલે તેના વિશે ટ્વિટ કર્યું હતું.

કેજરીવાલે લખ્યું હતું કે, “ભારતમાં આ પહેલી વાર થઈ રહ્યું છે.”

પરંતુ એ નોંધનીય છે કે જ્યારે ખાનગી શાળાઓમાં પ્રવેશની ટકાવારી ઘટી, ત્યારે ભારતમાં કોરોનાની અસર જોવા મળી. કોરોનાના કારણે ઘણા લોકો પર આર્થિક અસર પડી. ખાનગી શાળાઓમાં પ્રવેશની ઘટતી સંખ્યા પાછળ કોરોના જેવા સંભવિત કારણોને અવગણી શકાય નહીં.

આ પણ વાંચો- નીતિન પટેલના નિવેદનથી રાજકારણમાં ધમાસાણ, કહ્યું ભાજપના નામે અધિકારીઓ જોડે સંબંધ બનાવે છે!

આમ આદમી પાર્ટીનું શું કહેવુ છે?

દિલ્હીની વિપક્ષી પાર્ટીઓ બીજેપી અને કોંગ્રેસ દિલ્હીની શિક્ષા મોડલની ટીકા કરતી રહી છે.

ડિસેમ્બરમાં બીજેપી નેતા અને દિલ્હીમાં વિરોધ પક્ષના નેતા વિજેન્દ્ર ગુપતાએ દિલ્હી સરકારની શિક્ષા ક્રાંતિ વિરૂદ્ધ પોલ ખોલ અભિયાનની શરૂઆત કરી હતી. આ અભિયાન હેઠળ બીજેપી નેતાઓએ અલગ-અલગ શાળાઓ બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું.

મીડિયા સાથેની વાતચીતમાં વિજેન્દ્ર ગુપ્તાએ આરોપ લગાવ્યો કે 2023-24માં 9માં ધોરણમાં એક લાખ બાળકો નાપાસ અને 11માં ધોરણમાં 51 હજાર બાળકો નાપાસ થયા. 10 વર્ષમાં ત્રણ બિલ્ડીંગ બની અને ત્રણેય ખાલી છે. 29 પ્રતિભા વિદ્યાલય બંધ કરી દેવામાં આવ્યા હતા. આ કેવી શિક્ષા ક્રાંતિ છે.

કોંગ્રેસ નેતા સંદીપ દિક્ષિત અરવિંદ કેજરીવાલ વિરૂદ્ધ નવી દિલ્હી વિધાનસભા સીટ પરથી ચૂંટણી લડી રહ્યાં છે. શુક્રવારે સંદીપ દિક્ષિતે અરવિંદ કેજરીવાલને જંતર-મંતર પર પબ્લિક ડિબેટ માટે આમંત્રિત કર્યા હતા.

આ દરમિયાન સંદિપ દિક્ષિતે કહ્યું કે, અરવિંદ કેજરીવાલે પાછલા દસ વર્ષોમાં એક પણ અસ્થાયી ટીચરને પાક્કી નોકરી આપી નથી. શિક્ષાના ક્ષેત્રમાં શું કામ કર્યું છે?

કોંગ્રેસ અને બીજેપીના આરોપો પર મીડિયાએ આપના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રિયંકા કક્કડ સાથે વાતચીત કરી હતી.

પ્રિયંકા કક્કડે કહ્યું કે, બીજેપી અને કોંગ્રેસના આરોપોને સાંભળવાની જગ્યાએ તમારે પોતે દિલ્હીની શાળાઓની મુલાકાત લેવી જોઈએ. આપ દિલ્હી સરકારની વેબસાઈટ પર જશો તો તમને સારી જાણકારી મળશે. જે લોકો પોતે ચોથી પાસ છે તેઓ આવા આરોપ લગાવી રહ્યા છે.

શું 500 નવી સરકારી શાળા આપ બનાવી શક્યું છે? કેમ કે સરકારી ડેટા તો આટલી શાળાઓ દેખાડી રહી નથી.

આ પ્રશ્ન પર પ્રિયંકા કક્કડનું કહેવું છે કે, અમે જૂની શાળાઓમાંથી મોટાભાગની શાળાઓને તોડીને નવી બનાવી છે. આ બધી શાળાઓ પણ જૂની નથી. જૂની શાળાઓ અને હાલની શાળાઓ વચ્ચે જમીન-આકાશનો અંતર છે. દસ વર્ષમાં અમે 22 હજારથી વધારે ક્લાસરૂમ બનાવ્યા છે.

પાંચ ફ્રેબુઆરીએ દિલ્હીમાં વોટિંગ છે અને 10 ફેબ્રુઆરીએ પરિણામ આવશે. તે પછી વિકાસના દાવા અને ભ્રષ્ટાચારના આરોપો પર જનતાના મંતવ્ય સ્પષ્ટ થઈ જશે.

આ પણ વાંચો- Gambling In Chanasma: ચાણસ્મામાં ભાજપના નેતાના આશરાથી ચાલતું જુગારધામ ઝડપાયું, 33 શખ્સોની ધરપકડ, 7 ફરાર

Related Posts

1 હજાર કરોડના 100 કૌભાંડોના પૈસા ક્યાં ગયા, મોદી? | Kaal Chakra | Part-56
  • August 4, 2025

Kaal Chakra  Part-56: ગુજરાત, એક રાજ્ય જે વિકાસના નામે દેશભરમાં ચર્ચામાં રહે છે, તે આજે ભ્રષ્ટાચારના આક્ષેપોના કેન્દ્રમાં છે. છેલ્લા 15 વર્ષમાં રાજ્યમાં થયેલા અનેક કૌભાંડોની યાદી એટલી લાંબી છે…

Continue reading
AMTSનું મોટું કૌભાંડ: એરો ઈગલને ઉંચા ભાવે 225 બસનો કોન્ટ્રાક્ટ, રૂ. 200 કરોડનું નુકસાન!
  • August 4, 2025

દિલીપ પટેલ AMTS scam: પૂનાની એરો ઈગલ કંપનીને પ્રતિ કિ.મી. રૂ. 94 ના ભાવે કોન્ટ્રાકટ આપશે. ઘણાં રાજ્યોમાં રૂ.57ના ભાવે ઠેકો અપાયો છે. રૂ. 37 ઉંચો ભાવ છે. 65 ટકા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP: ‘હું તેનો પહેલો દર્દી, તે મારી છેલ્લી ડોક્ટર’, એન્જિનિયરે ફાંસો ખાઈ લીધો, મહિલા ડોક્ટરનું નામ ખુલ્યૂં

  • August 6, 2025
  • 9 views
UP: ‘હું તેનો પહેલો દર્દી, તે મારી છેલ્લી ડોક્ટર’, એન્જિનિયરે ફાંસો ખાઈ લીધો, મહિલા ડોક્ટરનું નામ ખુલ્યૂં

Tamil Nadu:પિતા-પુત્ર વચ્ચે સમાધાન કરાવવા ગયેલા પોલીસકર્મીને જ દાતરડું મારી પતાવી દીધો

  • August 6, 2025
  • 4 views
Tamil Nadu:પિતા-પુત્ર વચ્ચે સમાધાન કરાવવા ગયેલા પોલીસકર્મીને જ દાતરડું મારી પતાવી દીધો

Delhi: એકતરફી પ્રેમ બન્યો લોહિયાળ, સગીરાને ગોળી મારી પતાવી દીધી

  • August 6, 2025
  • 9 views
Delhi: એકતરફી પ્રેમ બન્યો લોહિયાળ, સગીરાને ગોળી મારી પતાવી દીધી

શુભમન ગિલ અને બેન સ્ટોક્સ ફરી એકવાર આમને-સામને, ICC એવોર્ડ માટે સ્પર્ધા

  • August 6, 2025
  • 13 views
શુભમન ગિલ અને બેન સ્ટોક્સ ફરી એકવાર આમને-સામને, ICC એવોર્ડ માટે સ્પર્ધા

Ram Rahim: બળાત્કારી રામ રહીમને જન્મદિન ઉજવવા પેરોલ પર છડ્યો!

  • August 6, 2025
  • 27 views
Ram Rahim: બળાત્કારી રામ રહીમને જન્મદિન ઉજવવા પેરોલ પર છડ્યો!

Bhavnagar: ટેમ્પલ બેલ વાહનની બાસ્કેટ નીચે કચડાઈ જવાથી યુવાનનું મોત

  • August 6, 2025
  • 11 views
Bhavnagar: ટેમ્પલ બેલ વાહનની બાસ્કેટ નીચે કચડાઈ જવાથી યુવાનનું મોત