
Assistant BLO dies on duty :ગુજરાતમાં SRI કામગીરી દરમ્યાન કામ કરી રહેલા કર્મચારીઓ ભારણ વધતા ટેંશનમાં આવી ગયા છે અને અગાઉ બે કર્મચારીઓના મોત થયા બાદ આજે વધુ એક વડોદરામાં BLO મહિલા સહાયકનું ચાલુ ફરજ દરમિયાન મોત થતાં ભારે ચકચાર ફેલાઈ ગઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ નર્મદા જિલ્લાના તિલકવાડાના વતની અને હાલ વડોદરાના ગોરવા સરકારી ક્વાર્ટર્સમાં રહેતા ઉષાબેન ઇન્દ્રસિંહ સોલંકી ગોરવા ITIમાં ફરજ બજાવતા હતા. હાલમાં ચાલી રહેલી ચૂંટણીલક્ષી કામગીરીમાં તેઓ સયાજીગંજ કડક બજાર વિસ્તારમાં આવેલી એક સ્કૂલમાં BLO (બૂથ લેવલ ઓફિસર) ના સહાયક તરીકે ફરજ બજાવી રહ્યા હતા તે દરમ્યાન અચાનક ઢળી પડતા તેઓને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાતાં ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા.
ઉષાબેનના આકસ્મિક નિધનથી તેમના પરિવાર પર આભ ફાટ્યું છે. તેમના પતિ ચંદ્રસિંહ સોલંકીએ આ ઘટના માટે તંત્રને જવાબદાર ઠેરવતા ગંભીર આક્ષેપો કર્યા છે. પ્રાથમિક દ્રષ્ટિએ કામના ભારણ અને તણાવને કારણે હાર્ટ એટેક આવ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના છારા ગામમાં ફરજ બજાવતા શિક્ષક અને BLO કર્મચારી એવા અરવિંદ મૂળજી વાઢેર (ઉંમર 40)એ ગતરોજ (21 નવેમ્બર) સવારે આત્મહત્યા કરી લીધી હતી. તેમણે સુસાઇડ નોટમાં લખ્યું હતું કે તેઓ ઉપલી કચેરીનાં કામના દબાણના લીધે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું.
આ ઘટનાથી શિક્ષણ વિભાગની સતત કામગીરીના ભાર અને તણાવની શિક્ષક વર્ગ પર થતી અસર અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. જેને લઇ રાજ્યના તમામ BLO કર્મચારીમાં શોકની લાગણી જન્મી છે.આ પહેલા કપડવંજના જાંબુડી ગામમાં રહેતાં અને નવાપુરા ગામની શાળામાં ફરજ બજાવતા આચાર્યનું હૃદયરોગના હુમલાના કારણે અવસાન થયું હતુ.
તેઓ છેલ્લા કેટલાક દિવસોથી બીએલઓની કામગીરીને કારણે ખૂબ તણાવમાં હોવાનું તેમજ ઉજાગરા પણ કરતા હોવાને લઇને તેમને હૃદય રોગનો હુમલો આવવાથી તેમનું અવસાન થયું હોવાનો આક્ષેપ તેઓના પરિવારજનો એ કર્યો હતો.
આ પણ વાંચો:
Rupee Hits Record Low Against Dollar: ભારતના ઇતિહાસમાં પ્રથમવાર રૂપિયો આટલો નબળો પડયો:મોંઘવારી વધશે







