
Delhi News: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે બાજી મારી છે. બહુમતી માટે 36 બેઠક જોઈતી હોય છે. જો કે ભાજપ તેથી વધુ 70 માંથી 48 બેઠકો જીતીને 26 વર્ષ પછી સત્તામાં પાછી આવી. આમ આદમી પાર્ટી (AAP) 40 બેઠકો ગુમાવી અને 22 બેઠકો પર સમેટાઈ ગઈ છે.
દિલ્હીમાં કોંગ્રેસ પોતાનું ખાતુ પણ ખોલવી શકી નથી. તેને એક પણ બેઠક મળી નથી. જો કે તેણે AAP પાર્ટીને ચોક્કસપણે હરાવવા મદદ કરી છે. 14 બેઠકો પર AAP ની હારનું માર્જિન કોંગ્રેસને મળેલા મતો કરતા ઓછું છે. એટલે કે, જો AAP અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થયું હોત, તો દિલ્હીમાં ગઠબંધનની બેઠકો 37 હોત અને ભાજપ 34 બેઠકો સુધી મર્યાદિત હોત.
આજે પરિણામોના બીજા દિવસે, દિલ્હીના વર્તમાન મુખ્યમંત્રી આતિશી પદ પરથી રાજીનામું આપશે. તે સવારે 11 વાગ્યે LG સચિવાલય જશે અને LG VK સક્સેનાને પોતાનું રાજીનામું આપી દેશે.
કોણ બનશે દિલ્હીનો નવો મુખ્યમંત્રી? ટોપ પર છે ચાર નામ, લીંક પર ક્લિક કરો
https://thegujaratreport.com/who-will-be-the-new-chief-minister-of-delhi-four-names-are-on-the-top/
Delhi: દિલ્હીમાં AAP સરકારનો સૂરજ આથમી ગયો, હવે અરવિંદ કેજરીવાલ શું કરશે?
દિલ્હી ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી; 40 સીટો સાથે 8થી સીધો 48 ઉપર કૂદકો
દિલ્હી દરબારમાં બીજેપી પરત ફરતાં પીએમ મોદી કરશે કાર્યકરોને સંબોધિત