Chotila News: ચોટીલા ભાજપ અનુસુચિત જાતિ મોરચા મહામંત્રીનું અપહરણ થતાં ચકચાર

  • Gujarat
  • December 28, 2025
  • 0 Comments

27 ડિસેમ્બર 2025

Chotila News: સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ખરેડી ગામે રહેતા ચોટીલા ભાજપ અનુસુચિત જાતિ મોરચા મહામંત્રી કાનજીભાઈ વીરાભાઈ વાઘેલાનું કેટલાક ઈસમોએ બળજબરીપૂર્વક કારમાં બેસાડી અપહરણ કરી ઢોર માર મારવામાં આવ્યો હોવાની ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ભારે સનસનાટી મચાવી છે.વિગતો મુજબ ભાજપના નેતા કાનજીભાઈ વીરાભાઈ વાઘેલાને કારમાં બેસાડી અપહરણ કર્યા બાદ ઢોરમાર મારવામાં આવતા તેઓને તાત્કાલિક ચોટીલા અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાની વિગતો જાણવા મળી છે.

ભાજપના અગ્રણી કાનજી ભાઈને અપહરણકારોએ સતત ત્રણ કલાક સુધી ગોંધી રાખી અલગ-અલગ વિસ્તારોમાં ફેરવી ઢીકાપાટુ અને ઢોરમાર મારી ઈંટ વડે પણ હુમલો કરી ઇજાગ્રસ્ત હાલતમાં અપહરણકારોએ તેમને બાબુભાઈ ચાવડા નામના વ્યક્તિના ઘરે છોડી દેતા તેઓને હોસ્પિટલમાં લઈ જવાયા હતા.આ આખી બબાલ કૌટુંબિક હોવાનું સામે આવી રહ્યું છે.વિગતો મુજબ રાત્રે 10 વાગ્યા આસપાસ તેઓ ચોટીલાના મારુતિનગર સોસાયટીમાં હતા ત્યારે મનોજ, વિપુલ અને તેની સાથેના મહિલા સહિત લોકોએ ઝઘડો કર્યો હોવાની વાત કહેવામાં આવી રહી છે.

આખી ઘટનામાં કૌટુંબિક ભાણેજ વહુને તેના કૌટુંબિક માસા મનોજ બાઇક ઉપર બેસાડી જતો હતો તે ભાજપના નેતા જોઈ જતા તેઓએ આ અંગેની જાણ તેઓએ રાજકોટમાં રહેતા ભાણેજને કરી દીધી હતી કે તારી પત્નીને મનોજ બાઇક ઉપર બેસાડીને લઈ જતો પોતે જોયો હતો બાદમાં તે લોકો વચ્ચે થયેલા ડખ્ખામાં રાગદ્રેષ ચાલતો હતો જેમાં મનોજે કાનજી વાઘેલાને ફોન કરી ઉગ્ર બોલાચાલી કરી હતી અને આ બોલાચાલી બાદ મનોજ ઉર્ફે માધાએ તેના સમાધાન માટે કાનજી વાઘેલાને ચોટીલા બોલાવ્યો હતો.

દરમિયાન કાનજી ભાઈ સમાધાન માટે જતા મનોજ અને વિપુલ તેમને બળજબરી પૂર્વક કારમાં અપહરણ કરી નગર પાલિકાના સ્મશાન પાસે લઈ ગયા હતા અને મોઢા પરજ પાંત્રીસ ઝાપટો મારી હતી અને ઢોરમાર માર સાથે ઈંટ માર મારવાનો આક્ષેપ થયો છે અને મુંઢ માર મારતા સિવિલ હોસિપટલમાં દાખલ કરાયા હોવાનું જાણવા મળ્યું છે.આ ઘટનાને પગલે ભારે ચકચાર મચી જવા પામી છે.

આ પણ વાંચો:

Gujarat Police: પોલીસનો હાઇવે ઉપર ઈજ્જતનો ‘કચરો’ કોણે કર્યો? હપ્તાની લાઈન શુ છે?હર્ષ સંઘવી જાતે આ વીડિયો જોઈને નક્કી કરે!!

Bauxite mineral theft: ખેડાના અમૃતપુરા ગામે 62 હેક્ટર ગૌચરની જમીનમાંથી કોલસો ખોદાશે!

Bangladesh Violence: બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની હત્યામાં મોટો ખુલાસો! આખરે સત્ય સામે આવીજ ગયું! કટ્ટરવાદીઓ ખુલ્લા પડ્યા

Liquor: ગુજરાતના આ ‘CITY’માં હવે ખુલ્લેઆમ દારૂ પી શકાશે! પરમીટની જરૂર નહીં પડે! સરકારે આપી વધુ છૂટછાટ!

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન
  • March 19, 2026

Mini storm: રાજ્યમાં સાયકલોનિક સર્ક્યુલેશન,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ સર્જાયો છે સમગ્ર રાજ્યમાં ધૂળની ડમરી સાથે ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે.વડોદરામાં પણ સાંજના સમયે ધૂળની…

Continue reading
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!
  • March 19, 2026

■ શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન આશ્રમમાં જ નકલી નોટો છાપવાનું ચાલુ કરી ફોર્ચ્યુનર ગાડી ઉપર ‘ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા આયુષ મંત્રાલય’નું બોર્ડ ઠપકારી હેરાફેરી ચાલુ કરી પણ વટાણા વેરાઈ ગયા અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Iran War : ઈરાન હવે વિશ્વની ઉર્જા ચેઇન ખતમ કરવાના મૂડમાં છે! કતારે ગેસ પ્લાન્ટ બંધ કર્યો! ઈઝરાયેલના ઉર્જા સેન્ટર પણ ઈરાને મિસાઇલ છોડી! ટ્રમ્પ ઢીલા પડ્યા!

  • March 20, 2026
  • 4 views
Iran War : ઈરાન હવે વિશ્વની ઉર્જા ચેઇન ખતમ કરવાના મૂડમાં છે! કતારે ગેસ પ્લાન્ટ બંધ કર્યો! ઈઝરાયેલના ઉર્જા સેન્ટર પણ ઈરાને મિસાઇલ છોડી! ટ્રમ્પ ઢીલા પડ્યા!

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

  • March 19, 2026
  • 5 views
Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

  • March 19, 2026
  • 10 views
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે PM મોદીને સવાલ!!

  • March 19, 2026
  • 16 views
MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે  PM મોદીને સવાલ!!

America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

  • March 19, 2026
  • 6 views
America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!

  • March 19, 2026
  • 15 views
PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!