Bauxite mineral theft: ખેડાના અમૃતપુરા ગામે 62 હેક્ટર ગૌચરની જમીનમાંથી કોલસો ખોદાશે!

  • Gujarat
  • December 23, 2025
  • 0 Comments

●પશુઓનો ચારો છીનવતા પશુપાલકો ઉપર આફત આવી પડી! ₹3 કરોડના દૂધ ઉત્પાદન સામે સવાલો ઉઠ્યા!

● ગ્રીનાઈટ ચોરતા માફિયાઓ બેકાબુ બની ગયા છે!

[સંકલન:દિલીપ પટેલ]

અમદાવાદ, 23 ડિસેમ્બર 2025

Bauxite mineral theft: ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં આવેલું અમૃતપુરા ગામ આજકાલ ચર્ચામાં આવ્યું છે અહીં ગ્રામજનો અને પશુપાલકો-ખેડૂતોનો વિરોધ છતાં ગ્રામ પંચાયત હસ્તકની 62 હેકટર ગૌચરની જમીન પર બોક્સાઇટ લીઝ ફાળવી દેવામાં આવી છે તેને મંજૂરી મળતા હવે પર્યાવરણ, ખેતીની જમીન અને પશુધનને ગંભીર નુકસાન થવાની દહેશત ઉભી થઈ છે.

મહત્વનું છે કે તા.18 નવેમ્બર 2025ના રોજ જ્યારે લોકસુનાવણી થઈ ત્યારેજ જોરદાર વિરોધ થયો હતો.જેમાં ખેડા GPCBના અધિકારી અને અધિક કલેક્ટર પણ હાજર હતા,લીઝ સામે ગામના ખેડૂતો અને પશુપાલકો નારાજ છે અને આક્રોશ જોવા મળી રહ્યો છે.

અમૃતપુરા ગામના લોકોનું કહેવું હતું કે જ્યારે આજ ગામમાં લીઝ ફાળવવાની હોય ત્યારે આસપાસના ગામોના અભિપ્રાય લેવાને બદલે અમૃતપુરા ગામના સ્થાનિક લોકોની વાત સાંભળવી જોઈએ તેમ ખેડા જીપીસીબીના અધિકારી અને અધિક નિવાસી કલેક્ટર સમક્ષ રજૂઆતો કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે તા.10 માર્ચ 2019ના રોજ જ્યારે અમૃતપુરા સ્થિત આ ગૌચરની જમીનમાં ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદે બોકસાઇડ ખનીજની ચોરી કરવામાં આવી રહી હતી ત્યારેપણ ગ્રામજનોએ સ્થળ પર જઇને કામ અટકાવ્યું હતું અને આ સમયે ભારે હોબાળો થયો હતો અને ગ્રામજનો દ્વારા આ મામલે ઠાસરા પોલીસને પણ જાણ કરી હતી.

નોંધનીય છે કે અમૃતપુરા ખાતેની 62 હેકટર ગૌચર જમીનોમાં ભુમાફિયાઓ સક્રિય રહયા છે અને ગેરકાયદે કબજો કરી કોલસો કાઢી વેચી મારવામાં આવતો હોવાનું અને બોક્સાઇટ ખનીજસંપતિનું ગ્રામપંચાયતની પૂર્વ મજૂરી વિના બેફામ ખોદકામ ચાલુ હતું. અને મોટાપાયે ગેરકાયદે રીતે કોલસો કાઢવામાં આવતો આવતો હોવા છતાં ખનીજ વિભાગ કઈ કરી શકતું ન હતું.

દરમિયાન,22 નવેમ્બર 2025માં બોક્સાઇટ લીઝની મંજૂરી પહેલાં જ ખેડા જિલ્લાના અમૃતપુરામાં ગેરકાયદેસર ખનન પકડાયું હતું. રૂ. 82 લાખના સાધનો જપ્ત કરવામાં આવ્યા હતા.

■ખેડા જીલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટ ભેદી રીતે ચૂપ થઈ ગયા છે!

આ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે ભાજપના આશીર્વાદથી ભ્રષ્ટાચારીઓ, માફિયાઓ અને બુટલેગરો બેફામ બન્યા છે.

ખેડા જિલ્લાના ગામમાં ગોચરની જમીનમાં ગ્રામજનોના વિરોધ છતાં બોકસાઈટની લીઝ ફાળવવામાં આવી છે.આ સિવાય રાજ્યભરમાં ગોચરની જમીનો પર ભાજપના નેતાઓ કબજો જમાવીને બેઠા છે. આવી પરિસ્થિતિમાં ખેડૂતો અને પશુપાલકો ક્યાં જાય?

ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડૉ. તુષારભાઈ ચૌધરીએ કહ્યું કે 2014માં ભારત સરકારનું દેવું 55.87 લાખ કરોડ હતું, વર્ષ 2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ માત્ર 11 વર્ષમાં ભારતનું દેવું ત્રણ ગણું વધીને 186 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે. એ મુજબ દરેક વ્યક્તિના માથે કેન્દ્ર સરકારનું રૂ. 4.80 લાખનું દેવું છે અને રાજ્ય સરકારનું રૂ. 51 હજારનું દેવું વ્યક્તિદીઠ છે. આ પ્રમાણે દરેક વ્યક્તિ રૂ. 5.31 લાખનો દેવાદાર બને છે.

મળતિયા ઉદ્યોગપતિ, વેપારીઓને કરોડો રૂપિયાની લોન માફ કરી પરંતુ સામાન્ય નાગરિકોને લાભ આપવામાં ભાજપ સરકારની નીતિ સાફ થઈ ગઈ છે.

આ પણ વાંચો:

Defamation claim: ‘The Gujarat Report’ સત્ય ઉજાગર કરતું રહેશે!પત્રકારત્વની ફરજો નિભાવતા રહીશું! ‘ડર’ અમારી ‘Dictionary’માંજ નથી!

Padaliya News:બનાસકાંઠાના પાડલીયા ગામમાં થયેલા ઘર્ષણમાં PI ગોહિલને તીર વાગતા બેભાન થઈ ગયા! કુલ 47 ઘાયલ! શુ છે સમગ્ર વિવાદ?વાંચો

H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

Related Posts

Surat Workers Protest: સુરતમાં 400થી 500 શ્રમિકો રસ્તા પર ઉતર્યા, શ્રમ કાયદાના અમલ અને સાપ્તાહિક રજાની માંગ સાથે કલેક્ટરને આવેદન
  • September 13, 2026

Surat Workers Protest: સુરતમાં 400થી 500 જેટલા શ્રમિકો એકસાથે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરતાં શ્રમિકોના હકો અને શ્રમ કાયદાના અમલનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. એમ્બ્રોઇડરી સહિત અલગ અલગ ક્ષેત્રોમાં…

Continue reading
Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પરિવર્તન પેનલની જીત બાદ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક
  • September 13, 2026

Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીની બહુચર્ચિત ચૂંટણી બાદ આજે આખરે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે મુકેશચંદ્ર નગીનભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ હરિભાઈ પટેલની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

IPS Bushra Bano Transfer: ‘અસ્સલામઅલૈકુમ’ બોલવાના વીડિયો બાદ મહિલા IPSની બદલી, હિન્દુ સંગઠનની ફરિયાદથી રાજકીય વિવાદ

  • September 15, 2026
  • 3 views
IPS Bushra Bano Transfer: ‘અસ્સલામઅલૈકુમ’ બોલવાના વીડિયો બાદ મહિલા IPSની બદલી, હિન્દુ સંગઠનની ફરિયાદથી રાજકીય વિવાદ

Bihar Flood and Drought: નદીઓમાં પૂરનું પાણી છતાં ખેતરો સૂકાં, બિહારની સિંચાઈ વ્યવસ્થા સામે ગંભીર સવાલ

  • September 15, 2026
  • 4 views
Bihar Flood and Drought: નદીઓમાં પૂરનું પાણી છતાં ખેતરો સૂકાં, બિહારની સિંચાઈ વ્યવસ્થા સામે ગંભીર સવાલ

Retail Inflation India: આઠ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી છૂટક મોંઘવારી, ઓગસ્ટમાં CPI 4.82 ટકા નોંધાયો

  • September 15, 2026
  • 4 views
Retail Inflation India: આઠ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી છૂટક મોંઘવારી, ઓગસ્ટમાં CPI 4.82 ટકા નોંધાયો

Academic Freedom in India: ભારત સહિત 59 દેશોમાં અકાદમિક સ્વતંત્રતા પર સંકટ, એક વર્ષમાં ઉચ્ચ શિક્ષણ પર 382 હુમલા

  • September 15, 2026
  • 7 views
Academic Freedom in India: ભારત સહિત 59 દેશોમાં અકાદમિક સ્વતંત્રતા પર સંકટ, એક વર્ષમાં ઉચ્ચ શિક્ષણ પર 382 હુમલા

Parliament Monsoon Session: સંસદનું ચોમાસુ સત્ર સ્થગિત થયાને 32 દિવસ છતાં સમાપન નહીં, પરિસીમન વિધેયક ફરી લાવવાની અટકળો તેજ

  • September 15, 2026
  • 8 views
Parliament Monsoon Session: સંસદનું ચોમાસુ સત્ર સ્થગિત થયાને 32 દિવસ છતાં સમાપન નહીં, પરિસીમન વિધેયક ફરી લાવવાની અટકળો તેજ

Tamil Nadu Politics: તમિલનાડુમાં TVK સરકારને ડાબેરી પક્ષોનું બહારથી સમર્થન, પેટાચૂંટણીમાં અલગ લડવાનો નિર્ણય

  • September 15, 2026
  • 5 views
Tamil Nadu Politics: તમિલનાડુમાં TVK સરકારને ડાબેરી પક્ષોનું બહારથી સમર્થન, પેટાચૂંટણીમાં અલગ લડવાનો નિર્ણય