
Maharashtra: મુઘલ સમ્રાટ ઔરંગઝેબની જે શહેરમાં કબર આવેલી છે તે શહેરનું નામ બદલવાના મૂડમાં મહારાષ્ટ્ર સરકાર આવી ગઈ છે. ખુલદાબાદ શહેરનું નામ બદલીને રત્નપુર કરવામાં આવશે. દાવો કરાઈ રહ્યો છે કે આ શહેર પહેલા રત્નપુર હતું.
મહારાષ્ટ્ર સરકારના મંત્રી સંજય શિરસાતે જણાવ્યું હતું કે ખુલદાબાદ, જ્યાં મુઘલ સમ્રાટ ઔરંગઝેબની કબર આવેલી છે, તેનું નામ ટૂંક સમયમાં ‘રત્નપુર’ રાખવામાં આવશે. તેમણે કહ્યું કે આ નામ ઔરંગઝેબના શાસન પહેલા અસ્તિત્વમાં રહેલી ઐતિહાસિક ઓળખ પરત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. સિરસાટના જણાવ્યા અનુસાર, “ખુલ્દાબાદ પહેલા રત્નપુર તરીકે ઓળખાતું હતું, પરંતુ ઔરંગઝેબના શાસન દરમિયાન તેનું નામ બદલી નાખવામાં આવ્યું હતું. હવે અમે તેને તેના જૂના નામ પર પાછું લાવવાની પ્રક્રિયા કરી રહ્યા છીએ.”
આ પણ વાંચોઃ તાલાલામાં ભાજપ શહેર પ્રમુખ સુનિલ ગંગદેવએ દારૂ પીને દંગલ કર્યું, અંતે ધરપકડ | Gir Somnath
આ પણ વાંચોઃ તાલાલામાં ભાજપ શહેર પ્રમુખ સુનિલ ગંગદેવએ દારૂ પીને દંગલ કર્યું, અંતે ધરપકડ | Gir Somnath
આ પણ વાંચોઃ જયપુર બોમ્બ બ્લાસ્ટ કેસમાં 4 આતંકીને આજીવન કેદ | Jaipur bomb blast