
ગુજરાતમાં વારંવાર વાહનોમાં આગ લાગવાની ઘટનાઓ બની રહી છે. કોઈને કોઈ કારણે આગ લાગતી હોય છે. જેમાં કેટલાંક લોકોના જીવ પણ જાય છે. ત્યારે બનાસકાંઠના ડીસામાંથી એક વિડિયો સામે આવ્યો છે. જેમાં એક કાર ભડભડ સળગી જાય છે. જો કે આ ઘટનામાં સમયસૂચકતાને કારણે ડ્રાઈરનો જીવ બચી ગયો છે. આ વિડિયો ડીસા તાલુકાના કાંટ ગામનો છે. કારમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ છે.
તમે આ પણ ઘટના વાંચી શકો છો.









