
27મી ડિસેમ્બરે બનાસકાંઠાના વડગામના ધનપુરા નજીક એક કારમાં બળેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. જો કે લોકોએ પહેલા તો એવું માની લીધું હતુ કે અકસ્માત થયો હતો. જો કે પોલીસ તપાસમાં બહાર આવ્યું હતુ કે આ લાશ સ્મશાનમાંથી કાઢી સળગાવવામાં આવી હતી. જો કે લોકો અને પોલીસેને ગેરમાર્ગે દોરવાનું આ સડયંત્ર હતુ. સ્મશાનમાં દાટેલી આ લાશ ન હોવાનું સામે આવ્યું છે. તેમાં નવી માહિતી સામે આવી છે કે લાશ સ્મશાનમાંથી નહીં પણ કોઈ મજૂરની હત્યા કર્યા બાદ કાર સાથે લાશ સળગાવ્યાની આશંકા છે. 1 કરોડથી વધુનો વિમો પાસ કરવા આરોપીએ આ કૃત્ય આચર્યું હતુ.
પોલીસે કેટલાંક શકમંદોને પકડી પૂછપરછ કરતાં હોટલના એક મજૂરની હત્યા કરીને લાશ ગાડીમાં સળગાવાઈ હોવાનો ઘટસ્ફોટ થયો હતો. અકસ્માતનો કેસ હત્યા સુધી પહોંચ્યો છે. સડયંત્રમાં સામેલ હોટલ માલિક હજુ પકડાયો નથી. તે ફરાર થઈ ગયો છે. જો કે સળગેલી કાર કોની છે તે હજુ સુધી બહાર આવ્યુ નથી.
ચાર આરોપીઓની ધરપકડ
આ ઘટનામાં અત્યાર સુધી મહેશજી નરસંગજી મકવાણા( રહે.ઢેલાણા તા.પાલનપુર), ભેમાજી ભીખાજી રાજપુત (રહે.ઘોડીયાલ તા.વડગામ), સેધાજી ધેમરજી ઉર્ફ ધિરાજી ઠાકોર (રહે.ઘોડીયાલ તા.વડગામ), દેવા ગમાર રહે.ખેરમાળ તા.દાંતા (હાલ રહે.ઘોડીયાલ તા.વડગામ), સુરેશ બુંબડીયા રહે.વેકરી તા.દાંતા (હાલ રહે.ઘોડીયાલ તા.વડગામ) ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
કેમ રચાયું સમગ્ર સડયંત્ર?
માસ્ટર માઈન્ડ વેપારી દલપતસિંહ ઉર્ફે ભગવાનસિંહ પરમારે પોતાનો એક કરોડનો અકસ્માત વીમો અને ૨૬ લાખ રૂપિયાની LIC પોલીસી લીધી અને લોનની રકમ ભરવી ન પડે અને એક કરોડ 26 લાખ પરિવારને મળી જાય તે માટે પોતાના મોતનો ક્રાઈમ પ્લાન ઘડી કાઢ્યો હતો.
આ ચમાચાર પણ વાંચોઃ SURAT: 17 વર્ષિય બાળકને છરીના ઘા મારી રહેંસી નાખ્યો, કોણ છે હત્યારો?