બનાસકાંઠા SOGએ પાલનપુરના ખેમાણા ટોલટેક્સ પાસેથી ઝડપ્યું ₹7 લાખનો માદક પદાર્થ; 3ની ધરપકડ

  • બનાસકાંઠા SOGએ પાલનપુર નજીક ખેમાણા ટોલટેક્સ પાસે ઝડપી પાડ્યું 7 લાખનો ગાંજો-અફીણનો રસ

બનાસકાંઠા SOG પોલીસને નશીલા પ્રદાર્થને લઈને મોટી સફળતા હાથ લાગી છે. મળી રહેલી માહિતી અનુસાર, એસઓજીએ પાલનપુર નજીકથી સાત લાખ રૂપિયાથી વધારે કિંમતના નશીલી ચીજ-વસ્તુઓ ઝડપી પાડી છે. આ સાથે જ પોલીસે ત્રણ લોકોની પણ ધરપકડ કરી છે.

બનાસકાંઠા એઓજીને બાતમીના ગાંજો અને અફીણની હેરાફેરીને લઈને બાતમી મળી હતી. આ બાતમીના આધારે ગોઠવવામાં આવેલી વોચમાં પાલનપુરથી નજીક આવેલા ખેમાણા ટોલટેક્સ પાસેથી એક ખાનગી લક્ઝરી બસમાંથી મોટા પ્રમાણમાં નશીલા પદાર્થો ઝડપી પાડવામાં આવ્યા હતા.

એસઓજી પોલીસને લક્ઝરી બસમાંથી 29 કિલો 658 ગ્રામ ગાંજો અને 4 કિલો 401 ગ્રામ અફીણનો રસ જપ્ત કર્યો છે. આ માદક પદાર્થોની કુલ કિંમત રૂ. 7 લાખ 57 હજાર 480 થતી હોવાનું જાણવા મળી રહ્યુ છે. પોલીસે આ મામલે રાજસ્થાનના ત્રણ શખ્સોની અટકાયત કરી છે. આ આરોપીઓમાં રામનિવાસ ખીયારામજી બિષ્નોઇ (રહે. વિષ્ણુનગર વીરાવા સાંચોર), શંભુસિહ ચેલસિહ રાજપૂત (રહે. કોટવાલા સાયલા) અને રૂપકિશોર ચેનારામ બેરડનો સમાવેશ થાય છે.

તે ઉપરાંત મહીરામ બિસનોઈ અને મોહનજી સિરોહી પણ આ કેસમાં સંડોવાયેલા છે. પોલીસે બસના બે ચાલક અને કંડક્ટર સહિત ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. ગાંજાની કિંમત રૂ. 2,96,580 અને અફીણના રસની કિંમત રૂ. 4,40,100 થવા જાય છે. પાલનપુર તાલુકા પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો- MP: ભારતની જીતનો જશ્ન પેટ્રોલ બોમ્બમારા અને પથ્થરમારામાં ફેરવાયો, સેના ઉતારવી પડી, શું છે હાલત?

Related Posts

Bharuch: 35થી વધુ આંગણવાડી બહેનોને આવ્યા ન્યૂડ વીડિયો કોલ, મહિલાઓ વિફરી , પછી જુઓ શું કર્યું
  • August 8, 2025

Bharuch: ભરૂચ જિલ્લામાં આંગણવાડી કાર્યકર મહિલાઓને એક અજાણ્યા શખ્સ દ્વારા સરકારે આપેલા સીમકાર્ડ પર ન્યૂડ વીડિયો કોલ કરીને હેરાન કરવામાં આવી રહ્યો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ શખસે…

Continue reading
Vote Theft: ‘રાહુલ ગાંધી સોગંદનામું કરે’, જો આરોપો ખોટા સાબિત થયા તો…
  • August 7, 2025

Vote Theft: કર્ણાટકના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO)એ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને પત્ર લખીને અયોગ્ય મતદારો ઉમેરવા અને લાયક મતદારોના નામ દૂર કરવાના આરોપો પર સોગંદનામું માંગ્યું છે. મુખ્ય ચૂંટણી અધિકારીએ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Himachal Pradesh: કાર 500 મીટર ઊંડી ખીણમાં પડી, એક જ પરિવારના 6 લોકોના મોત

  • August 8, 2025
  • 4 views
Himachal Pradesh: કાર 500 મીટર ઊંડી ખીણમાં પડી, એક જ પરિવારના 6 લોકોના મોત

Bharuch: 35થી વધુ આંગણવાડી બહેનોને આવ્યા ન્યૂડ વીડિયો કોલ, મહિલાઓ વિફરી , પછી જુઓ શું કર્યું

  • August 8, 2025
  • 12 views
Bharuch: 35થી વધુ આંગણવાડી બહેનોને આવ્યા ન્યૂડ વીડિયો કોલ, મહિલાઓ વિફરી , પછી જુઓ શું કર્યું

Aajab Gajab: એક એવું ગામ જ્યાં એક પણ રસ્તો નથી, જાણો કયાં છે આ અનોખું ગામ?

  • August 7, 2025
  • 10 views
Aajab Gajab: એક એવું ગામ જ્યાં એક પણ રસ્તો નથી, જાણો કયાં છે આ અનોખું ગામ?

Kinmemai Premium Rice: દુનિયાના સૌથી મોંઘાં ચોખા, 1 કિલોનો ભાવ જાણી ચોંકી જશો

  • August 7, 2025
  • 6 views
Kinmemai Premium Rice: દુનિયાના સૌથી મોંઘાં ચોખા, 1 કિલોનો ભાવ જાણી ચોંકી જશો

Technology: ચીને સૂર્યપ્રકાશમાંથી કેરોસીન, જર્મનીએ હવામાંથી પાણી બનાવ્યું, જાણો કઈ રીતે?

  • August 7, 2025
  • 17 views
Technology: ચીને સૂર્યપ્રકાશમાંથી કેરોસીન, જર્મનીએ હવામાંથી પાણી બનાવ્યું, જાણો કઈ રીતે?

Vote Theft: ‘રાહુલ ગાંધી સોગંદનામું કરે’, જો આરોપો ખોટા સાબિત થયા તો…

  • August 7, 2025
  • 15 views
Vote Theft: ‘રાહુલ ગાંધી સોગંદનામું કરે’, જો આરોપો ખોટા સાબિત થયા તો…