
Rohtak Basketball Player Death: હરિયાણાના રોહતક જિલ્લાના લાખન માજરા ગામના સ્પોર્ટ્સ ગ્રાઉન્ડમાં બાસ્કેટબોલ કોર્ટ પરના ખખડધજ થઈ ગયેલા બાસ્કેટ પોલે 16 વર્ષના રાષ્ટ્રીય કક્ષાના ખેલાડી હાર્દિકનો ભોગ લીધો હતો.જ્યારે તે પ્રેક્ટિસ કરી રહ્યો હતો ત્યારે તે જ્યારે પોલ ઉપર લટક્યો કે તરતજ જર્જરિત ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે આખો પોલ તેના પર તૂટી પડ્યો હતો. જેના કારણે ખેલાડીનું કરુંણ મોત થયું હતુ.
ખેલાડી હાર્દિક પ્રેક્ટિસ દરમિયાન આ પહેલા એકવાર ટ્રાય કરી હતી પરંતુ બીજી વાર તેણે જેવો પોલ પકડ્યો કે તરત જ 750 કિલોનો બાસ્કેટબોલ પોલ ધડાકાભેર સીધો તેના ઉપર પડ્યો.આ સમગ્ર ઘટના અહીં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
750 કિલોનો બાસ્કેટ બોલ પોલ હાર્દિકની છાતી ઉપર પડતા જ ગ્રાઉન્ડમાં પ્રેક્ટીસ કરી રહેલા અન્ય ખેલાડીઓ તરત દોડી આવ્યા હતા અને પોલ નીચેથી હાર્દિકને બહાર કાઢી ગંભીર હાલતમાં PGI રોહતક ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જોકે, સારવાર દરમિયાન તેનું કરુણ મોત થઈ ગયું હતું.ભંગાર સિસ્ટમ અને બેજવાબદારિના કારણે દેશે એક રાષ્ટ્રીય સ્તરના ઉભરતા હોનહાર ખેલાડીને ગુમાવ્યો છે.
મૃતક ખેલાડી હાર્દિકે ખુબજ નાની ઉંમરે નેશનલ સ્તરે યોજાયેલી અનેક સ્પર્ધાઓમાં પદકો જીતીને રાજ્યનું ગૌરવ વધાર્યું હતું, જેમાં કાંગડામાં સિલ્વર મેડલ, હૈદરાબાદ અને પુડુચેરીમાં બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.આમ,એક હોનહાર ખેલાડી આ અણધારી વિદાયથી પરિવારજનો ઉપર આભ તૂટી પડ્યું હતું અને સ્થાનિક વિસ્તારમાં શોકની લાગણી ફેલાઇ જવા પામી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે રોહતકમાં બે દિવસ અગાઉ પણ હરિયાણાના બહાદુરગઢના હોશિયારસિંહ સ્ટેડિયમમાં પણ આવી જ દુર્ઘટના સર્જાઈ હતી. રવિવારે સાંજે લગભગ સાડા ત્રણ વાગ્યે પ્રેક્ટિસ કરી રહેલા 15 વર્ષીય ખેલાડી અમન પર પણ અચાનક બાસ્કેટબોલનો પોલ પડ્યો હતો. તેને પણ તાત્કાલિક સારવાર અર્થે PGI રોહતક લઈ જવામાં આવ્યો જ્યાં તેનું કરુણ મોત થઈ ગયું હતું આમ બે દિવસમાં બે યુવા ખેલાડીઓના આ પ્રકારે કરુણ મોત થતાં હરિયાણાના સ્પોર્ટ્સ સ્ટેડિયમોની સુરક્ષા અને ગુણવત્તા પર ગંભીર સવાલો ઊભા થયા છે.
આ બંને અકસ્માતોમાં બાસ્કેટ પોલ તૂટી પડવાની કે જમીનમાંથી ઉખડી જવાની ઘટના સામે આવી છે, જે તંત્રની બેદરકારી સૂચવે છે આ ગંભીર ઘટનાઓને પગલે સ્પોર્ટ ક્ષેત્રે ખૂબજ આઘાતની લાગણી ફેલાઇ જવા પામી છે
વાયરલ વીડિયો જોવા અહી ક્લિક કરો:
https://x.com/SandeepNindana/status/1993362897603641610?t=Ou9G6Rj5Ct5oywd25Q2W8w&s=08
આ પણ વાંચો:
Rupee Hits Record Low Against Dollar: ભારતના ઇતિહાસમાં પ્રથમવાર રૂપિયો આટલો નબળો પડયો:મોંઘવારી વધશે







