
- ચેતજો : હિન્દુત્વવાદી/ રામભક્ત દુષ્કર્મી-ક્રિમિનલ હોય છે !
રમેશ સવાણી: પૂર્વ આઈપીએસ અધિકારી: ગુજરાતમાં નાની બાળકીઓ પર દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે. અમેરેલી જિલ્લામાં શિક્ષક મહેન્દ્ર કાવઠીયા-પટેલે ધોરણ 4મા ભણતી બે બાળાઓને શરદીની દવા છે તેમ કહી દારુ પીવડાવી, બેભાન કરી આઠ દિવસથી દુષ્કર્મ કરતો હતો. જાગૃત વાલીઓએ વોચ ગોઠવી મહેન્દ્ર કાવઠીયાને 28 ફેબ્રુઆરી 2025ના રોજ ઝડપ્યો હતો ત્યારે તે પીધેલી હાલતમા હતો ! શાળામાંથી દારૂની બે બોટલ પણ ઝડપાઇ હતી ! વાલીઓએ આરોપીને અમરેલી તાલુકા પોલીસને સોંપ્યો હતો.
આ શરમજનક ઘટના અમરેલી-કુંકાવાવ રોડ પર આવેલી મસ્જિદ પરીસરમા બેસતી ભારતનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતીની શાળામા બની છે. આ આરોપીએ પોતે એક ભાડાનો શિક્ષક રાખ્યો હતો જે તેના બદલે કલાસરૂમમા બાળકોને ભણાવતો હતો. જ્યારે આરોપી શિક્ષક મોબાઇલ પર બાળકીઓને ગંદી ફિલ્મો દેખાડતો હતો.
થોડાં પ્રશ્નો : [1] બાળકીઓને દારુ પીવડાવનાર શિક્ષક પણ દારુ પીતો જ હોય. શાળામાંથી દારુની બે બોટલ મળે તે શું સૂચવે છે? આ કેવું શિક્ષણ તંત્ર? શિક્ષણ વિભાગ દારુડિયા શિક્ષકોને આઇડેન્ટિફાઈ ન કરી શકે? શાળા પર સુપરવિઝન રાખવાની જવાબદારી જેમની છે, તેની સામે નબળા સુપરવિઝન માટે પગલાં કેમ લેવાતા નથી?
[2] શિક્ષકોની ભરતીમાં જ કૌભાંડ થતા હોય તો જ આવો ઈસમ શિક્ષક બની શકે. શિક્ષક આટલો વિકૃત હોઈ શકે?
[3] રેગ્યુલર શિક્ષક, દાડિયે બીજો શિક્ષક રાખે, આ રીતે શિક્ષણતંત્ર ચાલે છે, એનો અર્થ એ છે કે શિક્ષણ સાવ ખાડે ગયું છે. ‘સંસ્કૃત’ની ડિંગ હાંકતા સત્તાપક્ષને શરમ નહીં આવતી હોય?
[4] આ શિક્ષક સંસદસભ્ય પરશોત્તમ રુપાલાનો સંબંધી છે. RSS સાથે જોડાયેલો હતો. કદાચ એટલે જ કાયદાનો ડર લાગ્યો નહીં હોય?
[5] આરોપી Mahendra Kavathiyaની ફેસબૂક વોલ પર નજર કરી તો સ્પષ્ટ થયું કે આ હરામી/ વિકૃત શિક્ષક તો કટ્ટર હિન્દુત્વવાદી છે, પોતાને ‘જય શ્રીરામ ભક્ત’ તરીકે રજૂ કરે છે ! કોઈ માણસ ધાર્મિક હોવાનો ડોળ કરે તો સમજવું કે તે ક્રિમિનલ છે. કદાચ આવા ધર્મઢોંગ થકી જ પોતાની વિકૃતિ સંતોષતો હશે?
[6] બાળકીઓ સાથે દુષ્કર્મ કરનારાઓને પ્રોત્સાહન ક્યાંથી મળે છે? બળાત્કારીઓને સમાજના આગેવાનો બચાવે છે એટલે? સમાજના આગેવાનો મૌન રહે છે એટલે? બળાત્કારીઓને જામીન મળી જાય છે એટલે? બળાત્કારીઓની સજા માફ થાય છે એટલે? બળાત્કારીઓના મહિલાઓ દ્વારા સન્માન થાય છે એટલે? બળાત્કારી ધર્મગુરુના સમર્થનમાં રેલીઓ નિકળે છે એટલે? યૌનશોષણ કરનાર સામે FIR નોંધાતી નથી એટલે? મહિલાઓને જાહેરમાં નગ્ન કરી પરેડ કરાવી ગેંગરેપ કરે છે એટલે? બળાત્કારીઓને સત્તાપક્ષ ટિકિટ આપે છે એટલે? યૌન શોષણ કરનારનો વડાપ્રધાન ખુદ પ્રચાર કરે છે એટલે?rs
આ પણ વાંચો- નરેન્દ્રભાઈની એક વખતની મુલાકાતનું ખર્ચ 10 કરોડથી વધી 31 કરોડ થયું









