
Bhavnagar: ભાવનગર જિલ્લાનાં ગારિયાધારના મેસણકા ગામે વાડી વિસ્તારમાં ભાગિયું રાખી રહેતા દંપતી વચાળે ઘર કંકાસ તેમજ પતિ એ પત્નીની આડા સંબંધની ખોટી શંકા ને લઈને લઈ બોલાચાલી થતા ઉગ્ર સ્વરૂપ ધારણ કરી હતી અને આવેશમાં આવી પતિએ પત્નીને ગંભીર મારમાર્યો હતો. જે બાદ પણ પતિએ પત્નીને તાત્કાલિક સારવારમાં ખસેડી ન હતી અને બીજા દિવસે તબિયત વધુ લથડતા હોસ્પિટલ ખસેડી હતી જ્યાં સારવાર માં પત્નીનું મોત થતા બનાવ હત્યામાં પલટાતા ભારે ચકચાર મચી જવા પામી હતી. ઘટનાને લઈ ગારિયાધાર પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે ધસી જઈ તપાસ લંબાવી હતી.
પતિએ પત્નીને ઢોર માર મારતા મોત
મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના મેસણકા ગામે વાડી વિસ્તારમાં રહેતા અને ભાગિયું રાખી પેટીયું રળતા દંપતી વચાળે ચરિત્રની શંકાએ ઉગ્ર બોલાચાલી થઈ હતી. ભાગિયું રાખી ખેતી કરતો સંજય જીણાભાઇ પંચાસરા અવાર નવાર પત્ની પૂનમ બેન ઉપર ચરિત્ર ની શંકા રાખતો હતો અને બે દિવસ અગાઉ તેજ શંકા એ મોડી રાત્રે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી.જે બાદ સંજય પંચાસરા એ પત્ની પૂનમ બેનને ઢીકાપાટુનો ગંભીર મારમાર્યો હતો અને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. પરંતુ પત્નીને તાત્કાલિક સારવારમાં લઈ ન જતા પત્નીની તબિયત વધુ લથડી હતી ત્યારે બીજા દિવસે હોસ્પિટલ ખાતે ખસેડાઈ હતી જ્યાં સારવાર દરમિયાન મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો.
આ રીતે આરોપી પતિનો ફૂટ્યો ભાંડો
પ્રાથમિક તપાસમાં પતિએ પત્નીની આડા સંબંધની ખોટી શંકાને લઈને હત્યા કરી નાખી હોવાનું સામે આવ્યું. પતિએ તેની પત્નીની હત્યા કરીને તેના સાળા લાલજીભાઈને ફોન કર્યો અને કહ્યું કે તારી બેન ને ઝેરી જીવડું કરડી જતા મોત થયું છે. એટલે મૃતક પત્નીનો ભાઈ તાત્કાલિક ખોડવદરી ગામે આવી પહોંચ્યોં હતો. ત્યાં જોતા તેમની બહેન પૂનમબેનને ક્યાંય ઝેરી જીવડું કરડયું હોય તેનો ડંખ શરીર પર ના નિશાન ન જોવા મળ્યા, પરંતુ શરીર પર માર માર્યા નાં નિશાનો જોવા મળ્યા હતા. મૃતક પત્નીનાં ભાઈ તેની મૃતક બહેનને ભાવનગર ફોરેન્સિક તપાસ અર્થે પીએમ માટે લઈ ગયો હતો જ્યાં માર મારવાના લીધે મૃત્યુ થયાનો રીપોર્ટ આવ્યો હતો.
આરોપી પતિની અટકાયત
આ ઘટનાની જાણ થતા ગારિયાધાર પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે ધસી જઈ તપાસ હાથ ધરી હતી. અને આરોપી પતિ સંજય જીણાભાઇ પંચાસરાની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
અહેવાલ : નિતીન ગોહેલ
આ પણ વાંચો:
Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી , રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર
Nikki Murder Case: પતિ બાદ સાસુ અને હવે જેઠ રોહિત ભાટીની ધરપકડ, મોટી બહેનના મોટા ખૂલાસા
મોદીની સભા માટે ભીડ ભેગી કરવી હોય તો પોતાનાં દમ પર કરો ,ખોડલધામનો ઉપયોગ ન કરો : jeegeesha patel
મોદીએ માત્રો વાતો જ કરી, ગુજરાતમાં ગાયો અને બળદની સંખ્યામાં મોટો ઘટાડો | Kaal Chakra | Part-73