Bhavnagar માં જાનૈયા ભરેલી બસ ભડકે બળી, જાનૈયાઓ બસમાંથી કૂદ્યા

  • Gujarat
  • February 17, 2025
  • 3 Comments

Bhavnagar Fire Incident: ભાવનગર જીલ્લામાં જાનૈયાઓ ભરેલી લક્ઝરી બસ સળગતા નાસભાગ મચી ગઈ હતી. એકાએક આગ ભભૂકતાં જાનૈયાઓ લક્ઝરી બસમાંથી કૂદી પડ્યા હતા.  બસ ભડભડ સળી ગઈ હતી. જાનૈયાઓએ ઈમરજન્સી બારીથી કૂદી જીવ બચાવ્યા હતા.

મળતી જાણકારી અનુસાર સિહોરના તાલુકાના બજુડ ગામથી ગારીયાધારના ઘોબા ગામે જાનૈયા ભરીને બસ જવા તૈયારીમાં જ હતી. તે દરમિયાન એકાએક બસમાં આગ ભભૂકી ઉઠી હતી. બસમાં આગ લાગતાં જાનૈયાઓએ ઈમરજન્સી દરવાજાથી છલાંગો લગાવી પોતાના જીવ બચાવ્યા હતા. આગમાં જાનૈયાઓના લાખો રૂપિયા અને બે તોલા સોનું બળીને રાખ થઈ ગયું હોવાની જાણકારી મળી રહી છે.

એન્જિનમાં આગનો તણખો થયા બાદ આગ લાગી હોવાનું અનુમાન છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થતાં લોકોએ હાશકારો અનુભવ્યો છે. જો કે લક્ઝરી બસ સંપૂર્ણપણે બળીને નષ્ટ થઈ ગઈ છે.

ઘટનાની જાણ થતાં જ પોલીસ  અને ફાયર બ્રિગેડ વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સળગેલી બસ પર પાણીનો મારો  ચલાવ્યો હતો. જોકે બસ સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગઈ છે. જાનૈયાઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ છે.

આ પણ વાંચોઃ USથી ત્રીજા તબ્બકામાં ડિપોર્ટ થયેલા 33 ગુજરાતી આજે અમદાવાદ આવશે

આ પણ વાંચોઃ Leopard attack: ગીર ગઢડામાં રમતી બાળકી પર દિપડાએ હુમલો કરતાં મોત, પરિવાર આઘાતમાં

Related Posts

Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!
  • March 19, 2026

■ શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન આશ્રમમાં જ નકલી નોટો છાપવાનું ચાલુ કરી ફોર્ચ્યુનર ગાડી ઉપર ‘ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા આયુષ મંત્રાલય’નું બોર્ડ ઠપકારી હેરાફેરી ચાલુ કરી પણ વટાણા વેરાઈ ગયા અને…

Continue reading
Unseasonal Rain: રાજ્યમાં બે દિવસ પડશે વરસાદ ; ભારે પવનો ફૂંકાતા અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી, બેનરો-દુકાનોના શેડ ઉડ્યા! વીજળી ગુલ
  • March 19, 2026

Unseasonal Rain: રાજ્યમાં આજે તા. 19 થી 20 માર્ચ સુધી ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહીને પગલે રાજ્યમાં વરસાદી માહોલ ક્રિએટ થયો છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

  • March 19, 2026
  • 3 views
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે PM મોદીને સવાલ!!

  • March 19, 2026
  • 9 views
MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે  PM મોદીને સવાલ!!

America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

  • March 19, 2026
  • 4 views
America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!

  • March 19, 2026
  • 11 views
PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!

Iran War Updates: ઈઝરાયેલે ઈરાનના ઊર્જા ક્ષેત્ર પર હુમલો કર્યા બાદ ઈરાને કતારના ગેસ હબ પર કર્યો વળતો પ્રહાર! ઈરાનની ધમકી હવે દુશ્મનોના ઉર્જા ક્ષેત્રો રાખમાં ફેરવી નાખીશું! ભારતનું અર્થતંત્ર ખોરવાશે!

  • March 19, 2026
  • 10 views