
Bhavnagar Congress protest: ભાજપના શાસનમાં પ્રાથમિક સુવિધાઓનો ભારે અભાવ સર્જાયો છે. જેથી ઠેર ઠેર વિરોધનો ભોગ ભાજપ બની રહી છે. ત્યારે આજે ભાવનગર જિલ્લાના મહુવામાં ખરાબ રોડ રસ્તા ને લઇ કોંગ્રેસ કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા છે. ભાજપ, મોદી અને સ્થાનિક ધારાસભ્યના હાય હાયના નારા લગાવી ઊંઘતી સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો છે.
મહુવામાં ખરાબ રોડ રસ્તા ને લઇ કોંગ્રેસ કાર્યકરોનો ભારે વિરોધ, મહુવના ધારાસભ્યને ‘બાયલા’ કહ્યા pic.twitter.com/wXCvROSjeJ
— The Gujarat Report (@TGujarat_Report) October 10, 2025
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં છેલ્લા ઘણા સમયથી રસ્તાઓની ખરાબ હાલતને કારણે સ્થાનિક લોકો અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકો અને કોંગ્રેસનું કહેવું છે કે ખાસ કરીને નેસવર ચોકડી વિસ્તારમાં રસ્તા પર ખાડાઓને કારણે અકસ્માતની શક્યતા વધતી જતી જોવા મળી રહી છે.
‘મહુવાના બાયલા ધારાસભ્યને…
કોંગ્રેસ કાર્યકર વિજય બારૈયાએ કહ્યું મહુવાના નેસવડથી પસાર થતો મહુવા-સાવરકુંડલા નેશનલ હાઈવે છેલ્લા 6 મહિનાથી ખરાબ હાલતમાં ફેરવાઈ ગયો છે. મહુવાના માર્કેટયાર્ડનો રસ્તો સારો નથી. વિજય બારૈયાએ તાત્કાલિક રોડ નહીં બને તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. વધુમાં કહ્યું ‘મહુવાના બાયલા ધારાસભ્યને ઓફિસમાં તાળા મારવાનો કાર્યક્રમ આપ્યો હતો. જો દિવાળી પહેલા પછી રોડ નહીં બને તો ધારાસભ્યને ઓફિસે જઈ બંગળીઓ પહેરાવનો કાર્યક્રમ કરીશું.’
આ મુદ્દાને લઈ આજે મહુવા તાલુકા કોંગ્રેસ કમિટીના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા હતા. કોંગ્રેસના કાર્યકરોએ નેસવર ચોકડી પર ધરણું બેસીને રામધૂન બોલાવી અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો.
હાય હાયના નારા લાગ્યા
આ વિરોધ સરકાર અને તંત્રના ધ્યાન દોરવા માટેનો હતો. કાર્યકરોએ જણાવ્યું હતું કે, લાંબા સમયથી રોડ રસ્તાની હાલત ખરાબ છે, અનેક વખત રજૂઆતો કર્યા છતાં પણ કોઈ કાર્યવાહી થઈ નથી. વરસાદી મોસમ દરમિયાન આ રોડ ખાડામાં ફેરવાઈ ગયો છે. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ જાહેરમાં સરકાર વિરુદ્ધ નારા લગાવ્યા અને વહેલી તકે રોડ રીપેરીંગ શરૂ કરવાની માંગ કરી હતી. કાર્યકરોએ સરકાર હાય હા, મોદી હાય હાય, ભાજપ હાય હાય અને ધારાસભ્ય હાય હાયના નારા લગાવી જબરજસ્ત વિરોધ નોંધાવ્યો હતો.
વિરોધ સ્થળે એકાએક પોલીસ તંત્ર પણ પહોંચી ગયું હતુ. પોલીસ વિરોધ કરી રહેલા કોંગ્રેસ કાર્યકરોને અટકાયત કરી પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી. જ્યા કાર્યકરોએ પોલીસને હપ્તાખોર કહી હતી. પોલીસને દારુ બંધ કરાવવા કહ્યું હતુ. કોંગ્રેસ નેતાઓ અને કાર્યકરો હવે મહુવાના ખરાબ રોડ રસ્તાઓને લઈ આક્રમક મૂડમાં છે. તે પ્રામથિક સુવિધા લોકોને આપવવા હવે લડી લેવાના મૂડમાં છે.
આ પણ વાંચો:
Bhavanagar: મહિલા મુસાફરની છેડતી કરનાર રેલવેકર્મીને 2 વર્ષની કેદ, 25 હજારનો દંડ
ભાવનગરને લટકતું ગાજર દેખાડતાં મોદી કલ્પસર, ધોલેરા સ્માર્ટ સીટી મુદ્દે કોઈ નિર્ણય લેશે? | PM Modi
Vadodara: પોલોગ્રાઉન્ડ પાસે ડામર પાથરવાના ટેન્કરમાં આગ લાગતા દોડધામ મચી, દરેશ્વરમાં દુકાન સળગી








