
Bhavnagar: ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તલગાજરડા ગામમાં સ્વામિનારાયણ સંતો આવતા ભારે વિરોધ થયો છે. મોરારિબાપુના ગામ તલગાજરડામાં સ્વામિનારાયણ સંતોને ગામ લોકોએ ગામમાં ઘૂસવા જ ન લીધા અને તેમને પાછા કાઢી મુક્યા હતા.
ગામ લોકોએ સ્વામિનારાયણ સંતોને ભગાડ્યાં
મળતી માહતી મુજબ તલગાજરડા ગામમાં ધર્મને સભા કરવાં આવેલ સ્વામીનારાયણ મંદિરનાં સંતોને ગામમાં ન આવવા જણાવ્યું હતું. આ ગામ પ્રખ્યાત રામકથા વ્યાસ મોરારીબાપુનું વતન છે, અને અહીંના રહેવાસીઓએ સ્પષ્ટ કહ્યું કે જેઓ સનાતન ધર્મને નીચા બતાવે છે, તેમને આ ગામમાં જગ્યા નથી. આ વિવાદાસ્પદ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે, જેમાં ગામના સરપંચ અને અન્ય લોકો સંતો સાથે તીખી વાતચીત કરતા જોવા મળે છે.
ગ્રામજનોએ વ્યક્ત કર્યો વિરોધ
સમગ્ર વિવાદ વિશે વાત કરવામા આવે તો આશરે ત્રણ દિવસ પહેલાં, સ્વામિનારાયણ મંદિર સંકળિત સંતો એક ‘ઘર સભા’ અને ધાર્મિક પ્રવચન માટે તલગાજરડા ગામ તરફ રવાના થયા હતા. જોકે, જ્યારે તેઓ ગામની સરહદે પહોંચ્યા, ત્યારે સ્થાનિક લોકોએ તેમને રોકી લીધા અને ગ્રામજનોએ વિરોધ વ્યક્ત કર્યો, અને સંતોને પાછા ફરવા મજબૂર કર્યા. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે આ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે ગામના લોકો કહે છે, “તમારું ભાષણ અમને ગમતું નથી. અમારા ગામમાં તમારે આવવાનું જ નહીં. તમારા ભક્તોને મંદિરમાં બોલાવો.” આ ઘટના ગ્રામજનો અને સંતો વચ્ચેની તંગ વાતચીતને કારણે વધુ તીવ્ર બની, અને આખી ઘટનાને રેકોર્ડ કરીને તેને વાયરલ કરવામાં આવી.
સ્વામિની ગામમાં એન્ટ્રી થતા જ ગામલોકો રોષે ભરાયા, ભાવનગરના તલગાજરડા ગામનો વીડિયો વાયરલ, પછી જઈ જોવા જેવી…#bhavnagar #gujarat #viralvideo #viral #viralshort #viralshorts #viralvideos pic.twitter.com/snBBnRKJyS
— Zee 24 Kalak (@Zee24Kalak) September 15, 2025
ગામ લોકો કેમ કરી રહ્યા છે વિરોધ?
આ વિરોધની જડ ભૂતકાળના કેટલાક વિવાદોમાં છે, જેમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો પર હિન્દુ દેવી-દેવતાઓ જેમ કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ વિરુદ્ધ અપમાનજનક નિવેદનો કરવાના આરોપો લગાવાયા છે.
સ્થાનિક લોકોએ સંતોને વ્યસ્ત મુક્તિ તેમજ કતલખાનાં બંધ કરાવવા કીધુ
ગ્રામજનોનું કહેવું છે કે આવા પ્રવચનોથી સનાતન ધર્મનું અપમાન થાય છે, અને તેઓ આવા કોઈપણ પ્રચારને મંજૂરી નથી આપતા. વધુમાં, તેઓએ સંતોને વ્યસ્ત મુક્તિ અને કતલખાના બંધ કરાવવા માટે પણ આગળ આવવાની ચેતવણી આપી.તેમણે કહ્યું “અમે તમારી જોડે કતલખાના રેડ કરવા આવીશું,”
તલગાજરડા ગામ સનાતન ધર્મનું કેન્દ્ર
તલગાજરડા ગામને સનાતન ધર્મનું કેન્દ્ર માનતા રહેવાસીઓ માને છે કે તેમનું ગામ મોરારીબાપુ જેવા મહાન વૈષ્ણવ ગુરુનું વતન છે, જ્યાં કોઈપણ અન્ય સંપ્રદાયને અન્ય ધર્મને નુકસાન પહોંચાડવાની છૂટ નથી.
જૂનો તણાવ ફરીથી સપાટી પર
આ ઘટના સ્વામિનારાયણ સંપ્રદાય અને સનાતન ધર્મના અનુયાયીઓ વચ્ચેના જૂના તણાવને ફરીથી સપાટી પર લાવે છે. ભૂતકાળમાં પણ આવા વિવાદો જોવા મળ્યા છે, ગ્રામજનોના આ વિરોધને કેટલાક લોકો સનાતન ધર્મની રક્ષા તરીકે જુએ છે, જ્યારે અન્ય તેને ધાર્મિક વિભાજન તરીકે માને છે. આ ઘટના ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં ધર્મીય સંવેદનશીલતા અને સંપ્રદાયો વચ્ચેના સંબંધો પર પ્રશ્નો ઉભા કરે છે.
આ પણ વાંચો:
PM Modi: મોદીના સ્વાગત માટે વિદ્યાર્થીઓને વરસાદમાં ઉભા રાખ્યા, બાળકોના સ્વાસ્થ્યનું શું?








