Bhavnagar: લોનનો હપ્તો ભરવા મુદ્દે મારામારી, ઝઘડામાં મહિલાએ જીવ ગૂમાવ્યો

  • Gujarat
  • September 17, 2025
  • 0 Comments

અહેવાલ: નિતીન ગોહેલ

Bhavnagar: ભાવનગર જિલ્લાનાં મહુવા શહેરમાં આવેલ જનતા પ્લોટ વિસ્તારમાં લોનનો હપ્તો ભરવાનું કહેતા સર્જાયેલી મારા મારીનો બનાવ હત્યામાં પરિણમ્યો છે. બનાવમાં ઈજાગ્રસ્ત મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજતા પોલીસે હત્યાની કલમ ઉમેરી હતી. તેમજ ઝડપાયેલા આરોપીઓનું ક્રાઈમ રિ-કન્સ્ટ્રક્શન કરી જિલ્લા જેલહવાલે કર્યાં હતા.

મહુવાના જનતા પ્લોટમાં થયેલી મારામારીનો બનાવ હત્યામાં પરિણમ્યો

મળતી માહિતી મુજબ મહુવાના જનતાપ્લોટ વિસ્તારમાં ગત રવિવારની રાત્રિના લોનનો હપ્તો ભરવા મુદ્દે મારા મારી સર્જાઈ હતી. જેમાં કેવલ રાજુભાઈ બારૈયા તથા તેમના માતા-પિતાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બનાવ અંગે મહુવા પોલીસ મથકમાં કાર્તિક નરેશભાઈ મેર, હેમલ નરેશભાઈ મેર, રોહિત ગણેશભાઈ બારૈયા, રાહુલ ગણેશભાઈ બારૈયા, પ્રિન્સ ભાલિયા, વિશાલ ભાલિયા, કમલેશ મકવાણા, જનક શિયાળ અને મેહુલ બોળીયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓને ઝડપી પાડયા હતા.

આરોપીઓનું રિ-કન્સ્ટ્રક્શન કરી કોર્ટમાં રજૂ કર્યો

બીજી તરફ મારા મારીની ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા જયાબેન રાજુભાઈ બારૈયાને સારવાર માટે પ્રથમ મહુવા અને બાદમાં ભાવનગરની સર ટી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજતા મારા મારીનો બનાવ હત્યામાં પરિણમ્યો હતો. આ મામલે મહુવા પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી ઝડપાયેલા આરોપીઓનું ક્રાઈમ રિ-કન્સ્ટ્રક્શન કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીઓને ભાવનગર જિલ્લા જેલ હવાલે કરવા હુકમ કર્યો હતો.

આ પણ વાંચો:   

Gandhinagar: અપહરણ કરાયેલ યુવતી પોલીસ સ્ટેશનમાં થઈ હાજર, કહ્યું- પતિ ધમકી આપતો હતો

Ahmedabad: અમદાવાદમાં હવાના પ્રદૂષણમાં ભ્રષ્ટાચારનું પ્રદૂષણ, ધૂળના કારણે અમદાવાદની હવા પ્રદૂષિત

Devayat khavad case: દેવાયત ખવડ ફરી જેલમાં, કોર્ટે જામીન અરજી ફગાવી, જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા

Ahmedabad: પગ લપસ્યો અને 128 કિલોની પત્ની પતિ પર પડી, પછી બની દુઃખદ ઘટના

Related Posts

Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!
  • June 19, 2026

Jamnagar Water Crisis: જામનગર મહાનગરપાલિકા દ્વારા ‘સ્માર્ટ સિટી’ અને વિકાસના ગમે તેટલા ભપકાદાર દાવા કરવામાં આવતા હોય, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ છે. જામનગરના વોર્ડ નંબર-૧માં આવેલો બેડી વિસ્તાર,…

Continue reading
Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?
  • June 18, 2026

Ram Mandir Gujarat Contribution: ૧૯૮૪માં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા શરૂ થયેલું રામજન્મભૂમિ મુક્તિ અભિયાન માત્ર એક રાજકીય આંદોલન નહોતું, પરંતુ તે લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર બની ગયું હતું. ગુજરાતના અમદાવાદ,…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Political horse trading: ‘સાંસદ-ધારાસભ્યોની ખરીદ-વેચાણ માટે સ્ટોક એક્સચેન્જ શરૂ કરો’, કોંગ્રેસનો ભાજપ પર આકરો પ્રહાર

  • June 19, 2026
  • 2 views
Political horse trading: ‘સાંસદ-ધારાસભ્યોની ખરીદ-વેચાણ માટે સ્ટોક એક્સચેન્જ શરૂ કરો’, કોંગ્રેસનો ભાજપ પર આકરો પ્રહાર

TMC Opposition Leader Dispute: ઋતબ્રત બેનર્જીને વિપક્ષના નેતા તરીકે માન્યતા આપવાના નિર્ણય સામે પડકાર, હાઈકોર્ટમાં ટીએમસીના બે જૂથ વચ્ચે કાનૂની જંગ

  • June 19, 2026
  • 5 views
TMC Opposition Leader Dispute: ઋતબ્રત બેનર્જીને વિપક્ષના નેતા તરીકે માન્યતા આપવાના નિર્ણય સામે પડકાર, હાઈકોર્ટમાં ટીએમસીના બે જૂથ વચ્ચે કાનૂની જંગ

Rahul Gandhi: કોટામાં રાહુલ ગાંધીનો શિક્ષણ વ્યવસ્થા પર પ્રહાર, ‘વિદ્યાર્થીઓને સપના નહીં, તણાવ અને નિરાશા આપી રહી છે આજની સિસ્ટમ’

  • June 19, 2026
  • 8 views
Rahul Gandhi: કોટામાં રાહુલ ગાંધીનો શિક્ષણ વ્યવસ્થા પર પ્રહાર, ‘વિદ્યાર્થીઓને સપના નહીં, તણાવ અને નિરાશા આપી રહી છે આજની સિસ્ટમ’

Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!

  • June 19, 2026
  • 9 views
Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!

Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?

  • June 18, 2026
  • 10 views
Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?

Nepal-China relations impact: નેપાળ-ચીન સંબંધોમાં નવી દિશા, ભારત માટે પડકાર કે પ્રાદેશિક સહકારની નવી તક?

  • June 18, 2026
  • 6 views
Nepal-China relations impact: નેપાળ-ચીન સંબંધોમાં નવી દિશા, ભારત માટે પડકાર કે પ્રાદેશિક સહકારની નવી તક?