Bihar: બિહારમાં મર્ડર-બળાત્કાર સહિતના ગંભીર ગૂનામાં સામેલ 354 આરોપી ઉમેદવારોએ ચૂંટણીમાં ઝંપલાવ્યુ!!”મેરા ભારત મહાન!”

  • India
  • November 1, 2025
  • 0 Comments

Bihar: ભારતમાં લોકશાહી છે અને અહીં કેટલીક બાબતો એવી છે કે આજના યુવાનો સતત સવાલો કરી રહયા છે કે રાજકારણમાં ઉંમર જોવામાં આવતી નથી તેનો ગુનાહિત રેકોર્ડ જોવામાં આવતો નથી અને તે કેટલું ભણેલા છે તે પણ જોવામાં આવતું નથી અને આવા લોકો ચૂંટાઈ આવે તો તે દેશ ચલાવવા સક્ષમ બની જાય છે અને તગડો પગાર તેમજ સુખ-સુવિધાઓ ભોગવે છે જ્યારે ભણેલા-ગણેલા કડકડાટ અંગ્રેજી બોલતા યુવાનો બેકાર રખડે છે આ મોટો સવાલ આજની જનરેશનમાં મુખ્ય મુદ્દો બન્યો છે કે શા માટે કાયદામાં સુધારા થતા નથી કે5 નિયમો બદલાતા નથી?વાત ચૂંટણીની જ નીકળી છે ત્યારે તાજા સમાચારમાં બિહારમાં ચૂંટણી લડી રહેલા ઉમેદવાર પૈકી 354 ઉમેદવાર ગંભીર ગૂનાના આરોપી છે.

બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના પ્રથમ તબક્કાના ઉમેદવારો પર એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફૉર્મ્સ (ADR) અને બિહાર ચૂંટણી વૉચે પોતાનો રિપોર્ટ જાહેર કર્યો છે.આ રિપોર્ટમાં ઉમેદવારોના એફિડેવિટનું જ્યારે વિશ્લેષણ કરાયું તો અનેક ચોંકાવનારી વાતો સામે આવી છે.

આ રિપોર્ટમાં 1314માંથી 1303 ઉમેદવારોના એફિડેવિટનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. તેમાંથી 423 એટલે કે, કુલ 32 ટકા ઉમેદવારો ઉપર ગુનાહિત કેસો થયેલા છે જ્યારે 354 ઉમેદવારો એટલે કે, 27% પર ગંભીર ગુનાહિત કેસ થયેલા છે. ગંભીર કેસોમાં 33 ઉમેદવારો હત્યા સાથે જોડાયેલા, 86 હત્યાના પ્રયાસ અને 42 મહિલા ઉત્પીડનના કેસ સાથે જોડાયેલા છે. જોકે, 2 ઉમેદવાર સામે દુષ્કર્મ સહિતના કેસ થયેલા છે. આ રિપોર્ટ પરથી સાબિત થાય છે કે, ગુનાખોરી અને રાજકારણનો સંબંધ હજુ પણ ગાઢ રહ્યો છે.

જન સુરાજ પાર્ટીના 114માંથી 50 (44 ટકા) ઉમેદવારો પર ગુનાહીત કેસો છે.BSPના 89માંથી 18 (20 ટકા), RJDના 70માંથી 53 (76 ટકા), જેડીયુના 57માંથી 22 (39 ટકા), ભાજપના 48માંથી 31 (65 ટકા), આપના 44માંથી 12 (27 ટકા) અને કોંગ્રેસના 23માંથી 15 (65 ટકા) ઉમેદવાર સામે ગુનાહિત કેસો થયેલા છે. વામપંથી પાર્ટીઓની સ્થિતિ તો આનાથી પણ ખરાબ છે. સીપીઆઈ (એમએલ)ના 13માંથી 13 (93 ટકા), સીપીઆઈ અને સીપીઆઈ (એમ)ના તમામ ઉમેદવારો (100 ટકા) સામે ગુનાહિત કેસો દાખલ છે.

રિપોર્ટમાં એ પણ ખુલાસો થયો છે કે 1303 ઉમેદવારોમાંથી 519 ઉમેદવારો, એટલે કે 40%, કરોડપતિ છે.તેમની સરેરાશ સંપત્તિ 3.26 કરોડ રૂપિયા છે. 519 ઉમેદવારોએ તેમની શૈક્ષણિક લાયકાત 5 થી 12 ધોરણની વચ્ચે હોવાનું જાહેર કર્યું છે, જ્યારે 651 ઉમેદવારો, એટલે કે 50% એ ગ્રેજ્યુએટ કે તેથી વધુ હોવાનો દાવો કર્યો છે.

રિપોર્ટમાં બિહારના રાજકારણમાં ગુના, પૈસા અને શિક્ષણનો વિચિત્ર આંતરસંબંધ જોવા મળ્યો છે. જ્યારે કરોડપતિ ઉમેદવારો સામે ગંભીર ગુનાઓનો આરોપ છે.
આ રિપોર્ટ ચૂંટણીમાં નૈતિકતા અને લોકશાહીના આદર્શો પર સવાલો ઊભા કરે છે ત્યારે આઝાદીના આટલા વર્ષો બાદ પણ શામાટે નિયમો બદલવામાં આવતા નથી તે અંગે હવે મનોમંથન કરવાનો સમય પાકી ગયો છે.

આ પણ વાંચો:

 Gujarat: વરસાદી માહોલ વચ્ચે ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા ફરી ભારે વરસાદની આગાહી

Gujarat: 60 ગામડાઓ શહેરમાં ભળી ગયા, સવલતો મળતી નથી 

Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!

Montha Cyclone: આંધ્રપ્રદેશમાં આજે ‘મોન્થા’ વાવાઝોડું 100 કિમી ઝડપે લેન્ડફોલ થશે, હાઈ એલર્ટ અપાયું, તંત્ર સ્ટેન્ડબાય

Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’

Related Posts

Supreme Court: પોલીસ દ્વારા આરોપીને પહેરાવતી હાથકડી કે ધરપકડના વિડીયો બનાવી વાયરલ કરવા સામે સુપ્રીમમાં PIL દાખલ
  • March 20, 2026

■આ જાહેર હિતની અરજીમાં ખાસ નોંધવામાં આવ્યું છે કે બંધારણના અનુચ્છેદ 21 હેઠળ આપવામાં આવેલા ગરિમાપૂર્ણ જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાના અધિકારનું ઉલ્લંઘન છે! Supreme Court: આજકાલ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ…

Continue reading
Cremation Coal: અરેરે…જ્યાં ‘માનવ દેહ’ બળે છે તેજ કોલસાથી હવે ‘રોટલી-ચિકન’બનાવાય છે! લોકો મોજથી આરોગી રહ્યા છે!!
  • March 20, 2026

■LPG ગેસની અછત વચ્ચે હવે સ્મશાનના કોલસાનો હોટલ-રેસ્ટોરન્ટમાં થઈ રહ્યો છે ઉપયોગ Cremation Coal: ઈરાન ઉપર ઈઝરાયેલ અને અમેરિકાએ કંઈપણ જોયા વગર જ હુમલો કરી દેતા ઇરાને વિશ્વભરમાં જતા મુખ્ય…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Missile attack: ઈરાનનો અમેરિકા પર મોટો હુમલો,ડિએગો-ગાર્સિયા બેઝ પર મિસાઈલ છોડી! મિસાઈલની રેન્જ જોઈ દુનિયા આશ્ચર્ય ચકિત!

  • March 21, 2026
  • 4 views
Missile attack: ઈરાનનો અમેરિકા પર મોટો હુમલો,ડિએગો-ગાર્સિયા બેઝ પર મિસાઈલ છોડી! મિસાઈલની રેન્જ જોઈ દુનિયા આશ્ચર્ય ચકિત!

PM Modi: “ડરપોક” મોદી સરકાર હવે સોશ્યલ મીડિયાને નિશાન બનાવી રહી છે!સુપ્રિયા શ્રીનાતે કર્યા ગંભીર આરોપ

  • March 21, 2026
  • 5 views
PM Modi: “ડરપોક” મોદી સરકાર હવે સોશ્યલ મીડિયાને નિશાન બનાવી રહી છે!સુપ્રિયા શ્રીનાતે કર્યા ગંભીર આરોપ

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું “હોર્મુઝ માર્ગ”નો ઉપયોગ અમે કરતા નથી! જેઓ કરે છે તે પોતેજ ઈરાન સાથે ફોડી લે!!

  • March 21, 2026
  • 7 views
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું “હોર્મુઝ માર્ગ”નો ઉપયોગ અમે કરતા નથી! જેઓ કરે છે તે પોતેજ ઈરાન સાથે ફોડી લે!!

Supreme Court: પોલીસ દ્વારા આરોપીને પહેરાવતી હાથકડી કે ધરપકડના વિડીયો બનાવી વાયરલ કરવા સામે સુપ્રીમમાં PIL દાખલ

  • March 20, 2026
  • 5 views
Supreme Court: પોલીસ દ્વારા આરોપીને પહેરાવતી હાથકડી  કે ધરપકડના વિડીયો બનાવી વાયરલ કરવા સામે સુપ્રીમમાં  PIL દાખલ

BJP: નરેન્દ્ર મોદી ચૂંટણીઓમાં વ્યસ્ત છે અને લોકો ગેસની લાઈનોમાં ઉભા છે!

  • March 20, 2026
  • 11 views
BJP: નરેન્દ્ર મોદી ચૂંટણીઓમાં વ્યસ્ત છે અને લોકો ગેસની લાઈનોમાં ઉભા છે!

Keshubapa: નરેન્દ્ર મોદી ‘ગપ્પા’ મારવામાં માહિર છે! તેમ કેશુબાપા કેમ કહેતા હતા? જાણો

  • March 20, 2026
  • 9 views
Keshubapa: નરેન્દ્ર મોદી ‘ગપ્પા’ મારવામાં માહિર છે! તેમ કેશુબાપા કેમ કહેતા હતા? જાણો