Bihar: મા-બહેનની ગાળો બોલી બિહાર બંધ કરાવવા નીકળ્યા ભાજપ નેતાઓ!, જુઓ વીડિયો

  • India
  • September 4, 2025
  • 0 Comments

Bihar: જ્યારથી મોદી સરકારનું વોટ કૌભાંડ પકડાયું છે ત્યારથી બોખલાઈ ગઈ છે. વોટ કૌભાંડથી છૂટવા માટે અનેક પેંતરા કરી રહી છે. જો કે હવે તેની દરેક ચાલ ઉથી પડી રહ્યા છે. ત્યારે આજે વડાપ્રધાન મોદીના માતા હીરાબેનને ગાળો બોલવાના આરોપસર  ભાજપે બિહાર બંધનું એલાન આપ્યું હતુ. જોકે બિહાર બંધ કરાવતી વખતે ભાજપ નેતાઓ જ  ગુંડાગીરી પર ઉતરી આવ્યા હતા. ભાજપ નેતાઓ અને કાર્યકરોએ જ નાગરિકો અને પત્રકારોને મા-બહેનની ગાળો બોલી છે. જેથી ગાળો બોલવાના નામે મગરના આસુ સારતાં મોદીના કાર્યકરોએ પોતાની ઔકાદ બતાવી દીધી છે. જેના ઘણા વીડિયો હાલ વાયલ થયા છે.

ઉલ્લેખનીય છે કે ચીનની મુલાકાતમાં હસતાં મોદી ભારત આવ્યા બાદ ભાવૂક થઈ ગયા હતા. બિહારમાં લોકોને સંબોધતાં વીલા મોઢે કહ્યું હતુ કે આરજેડી અને કોંગ્રેસના મંચ પરથી મારા માતાને ગાળો આપી છે. જે મારી માતાનું જ નહીં પણ સમગ્ર દેશની મહિલાઓનું અપમાન છે. જો કે આવુ બોલી ખુદ મોદી ફસાઈ ગયા. ખૂબ ટ્રોલ થયા. કારણ કે મોદીએ સોનિયા ગાંધીને વિધવા કહી છે. કોઈને 50 કરોડની કિમતી ગર્લફ્રેન્ડ કહી છે. ત્યારે મોદીને માતાનું સન્માન ના દેખાયું?. જો કે કોઈએ મોદીની માતાને અપશબ્દો બોલ્યા તો તેમને ભાજપની ફોજને લાગી આવ્યું. તે પણ ગુજરાતમાં નહીં માત્ર બિહારમાં.

મોદી ગુજરાતના છે, માતા ગુજરાતના હતા. તો ગુજરાત બંધ રહેવું જોઈએ. ગુજરાતમાં વિરોધ થવો જોઈએ. જોકે ગુજરાતમાં એવું કંઈ જ થયું નથી. મતલબ મોદીએ બિહારની ચૂંટણી જીતવા કંઈ પણ કરી શકે છે. કેમ બિહારમાં મોદીની માતાને લઈ આટલો રોષ છે, કેમ કે બિહારમાં ચૂંટણી આવે છે. પહેલા રડ્યા પણ મેર ના પડ્યો, પછી જીએસટીમાં રાહત આપી અને આજે બિહાર બંધ કરાવ્યું. જોકે મોદી સરકારની ચાલ હવે લોકો જાણી ગયા છે. તે ગમેતેટલા ધમપછાડા કરશે. લોકો હવે પોતાના મનનું ધાર્યું કરશે.

હાલ બિહાર બંધ એલાન દરમિયાન ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં ભાજપ નેતાઓ દુકાનો બંધ કરાવવા નીકળી પડ્યા હતા. જો કે નાગરિકોએ વોટ ચોર ગદ્દી છોડના નારા લાગવતાંની સાથે જ ભાજપ એક નેતાએ મા-બહેનની ગાળો આપવાનું શરુ કરી દીધુ હતુ. સાથે સાથે પથ્થરમારો કર્યો  હતો. જો કે વોટ ચોર ગદ્દી છોડના નારા લાગવતાં ભાજપના કાર્યકરોએ ઝડપથી ચાલતી પકડી હતી.

ગાળો બોલી પત્રકારનું બાઈક તોડી નાખ્યું

બીજો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ભાજપ સમર્થક રિપોર્ટિંગ કરતાં પત્રકાર પર હુમલો કરી દે છે. તેનું બાઈક તોડી નાખે છે. ભાજપ નેતા ભારે રોષે ભરાઈ પત્રકારનને  મા-બહેનની ગાળો આપે  છે. જે વીડિયોમાં પણ સંભળાી છે.  જેથી લોકો સવાલો ઉઠાવી રહ્યા છે જે મોદીની માતાની ગાળોનો વિરોધ કરવા ગયેલા ભાજપના જ લોકો મા-બહેનની ગાળો બોલી બંધ પળાવી રહ્યા છે. જબરજસ્તી ગાળો બોલી બિહાર બંધ રખાવવું કેટલું યોગ્ય કહેવાય?. જોકે હાલ બિહાર બંધ કરાવવાના ભાજપના લોકોના વીડિયો વાયલ થતાં ચર્ચાનો વિષય બન્યા છે.

આ પણ વાંચો:

Bihar Bandh:’ બિહાર બંધ તો ડિલિવરી પણ બંધ’ ભાજપના નેતાનો ગર્ભવતી મહિલાને શરમજનક જવાબ

PM Modi: મોદીની ફરી ફજેતી કરી નાખી!, ટ્રમ્પ સલાહકારે કહ્યું મોદી પુતિન-જિનપિંગ સાથે બેડ પર….

Surat: માતાએ પુત્રને 13મા માળેથી ફેંકી દીધો પછી પોતે લગાવી છલાંગ, હચમચાવી નાખતો કિસ્સો

Anklav: પોલીસે કંઈક કાનમાં કહ્યું, સીધા ચાલતાં આરોપી અજય પઢિયારે લંગડાવાનું નાટક કર્યું!

ચીનની પરેડમાં પાકિસ્તાન મહેમાન, મોદીને આમંત્રણ ના મળ્યું એટલે રોયાં? | China Military Parade

Related Posts

Tariff: ડોનાલ્ડ ટ્રમ્પે ટેરીફ ઘટાડયાની જાહેરાત કરી પણ PM મોદીનું ‘અકળ’ મૌનનું સસ્પેન્સ યથાવત ! જાણો,તેલના વેપારનો ખેલ!
  • February 3, 2026

Tariff: અમેરિકાએ ભારત પરના ટેરિફ ઘટાડ્યા છે,ભારત પરના ટેરિફ હવે 25 ટકાથી ઘટાડીને 18 ટકા કરવામાં આવ્યા છે,પણ આખી વાત પાછળ તેલનો ખેલ છે ટ્રમ્પ ઈચ્છે છે કે મોદી હું…

Continue reading
Breaking News: ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરનો 25 ટકા ટેરીફ ઘટાડી 18 ટકા કર્યો! ટ્રમ્પની સત્તાવાર જાહેરાત
  • February 2, 2026

Breaking News: આખરે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર લગાવાયેલો 25 ટકા ટેરિફ ઘટાડીને 18 ટકા કરી દીધો છે,ટ્રમ્પે આજે સોમવારે ભારતના પીએમ નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાતચીત કર્યા બાદ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Modi: નરેન્દ્ર મોદી ખરેખર ચીન અને ટ્રમ્પ સામે સીધો સંઘર્ષ ટાળે છે? રાહુલના નિવેદનો સામે આટલો હોબાળો કેમ? જુઓ ખાસ ચર્ચા

  • February 3, 2026
  • 3 views
Modi: નરેન્દ્ર મોદી ખરેખર ચીન અને ટ્રમ્પ સામે સીધો સંઘર્ષ ટાળે છે? રાહુલના નિવેદનો સામે આટલો હોબાળો કેમ? જુઓ ખાસ ચર્ચા

Surendranagar: શુ ધારાસભ્યો માટે ગુજરાતમાં કાયદા અલગ છે ? ઉઠ્યા સવાલ ! જાણો આખો મામલો શુ છે?

  • February 3, 2026
  • 5 views
Surendranagar: શુ ધારાસભ્યો માટે ગુજરાતમાં કાયદા અલગ છે ? ઉઠ્યા સવાલ ! જાણો આખો મામલો શુ છે?

Anna Hazare: ગુજરાત ‘કૌભાંડોની ભૂમિ’ છે, રાજ્યમાં દૂધ કરતાં વધુ દારૂ વહે છે!:અન્ના હજારે એવું શું કામ બોલ્યા હતા? જાણો, આખો મામલો

  • February 3, 2026
  • 6 views
Anna Hazare: ગુજરાત ‘કૌભાંડોની ભૂમિ’ છે, રાજ્યમાં દૂધ કરતાં વધુ દારૂ વહે છે!:અન્ના હજારે એવું શું કામ બોલ્યા હતા? જાણો, આખો મામલો

Election: SIRમાં ગોલમાલ કરનારાઓ જેલ જવાથી ફફડ્યા! હજારો ફોર્મ-7 પરત ખેંચાયા!

  • February 3, 2026
  • 7 views

  • 9 views
Breaking News: ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરનો 25 ટકા ટેરીફ ઘટાડી 18 ટકા કર્યો! ટ્રમ્પની સત્તાવાર જાહેરાત